આ વાસ્તુ ટિપ્સની મદદથી બદલી શકો છો તમારું ભાગ્ય, જાણો કામની વાતો

દરેક વ્યક્તિની સાથે અનેક વાર એવું બને છે કે તે અપાર મહેનત કરે તો પણ તેને તેનું ફળ મળતું હોતું નથી. આ સમયે તમે જો સમયને તમારી મૂઠ્ઠીમાં કરવા ઈચ્છો છો તો તમે કેટલીક વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખી લો તે ખાસ જરૂરી છે. જીવનમાં પ્રગતિ માટે કેટલાક નાના ઉપાયો તમને રાહત આપી શકે છે.

દીવાલ ઘડી માટે ઘરમાં આ છે યોગ્ય જગ્યા

image source

તમારા ઘરમાં કોઈ ને કોઈ દિવાલ પર ઘડિયાળ તો હોય જ છે. તે સમય દેખાડવા સિવાય બીજું શું કામ કરે છે તેમ તમને સવાલ કરાય તો તમે કહેશો કે તેના સિવાય ઘડિયાળ કંઈ કામ કરતી નથી. પરંતુ જો તમે વાસ્તુમાં માનો છો તો તમારે વાસ્તુ અને ફેંગશૂઈની શરતોના આધારે ઘડિયાળને દક્ષિણની દિવાલ પર લગાવવી જોઈએ નહીં. ઘડિયાળ લગાવવાની યોગ્ય દિશા ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ માનવામા આવી છે. આ દિશા પોઝિટિવ એનર્જી આપે છે.

દરવાજા પર ક્યારેય ન લગાવો ઘડિયાળ

image source

ક્યારેક લોકો ફેશનના ચક્કરમાં આવી ભૂલ કરી લેતા હોય છે. તમારે ઘરના કોઈ પણ દરવાજા પર ક્યારેય ઘડિયાળ લગાવવી નહીં. આમ કરવાથી અશુભ અને નકારાત્મક સ્થિતિ ઘરમા સતત આવતી રહે છે. આ સિવાય ઘરમાં ચિંતાનો માહોલ પણ બનતો રહે છે.

પેડુલમ વાળી ઘડિયાળ લગાવો

જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં પેડુલમ વાળી ધડિયાળ લગાવો છો તો તમને મોટો ફાયદો થાય છે. આ ઘડીમાંથી જે અવાજ આવે છે તે દર કલાકે તમને સમયનો આભાસ કરાવે છે. આ પ્રકારની ઘડિયાળને ઘરમાં લગાવવાથી ઘરમાં બરકત આવે છે.

ઘડિયાળનો આકાર

image source

શુભતા લાવનારી ઘડિયાળનો આકાર પણ વાસ્તુમાં મહત્વનો માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં અનેક શેપની ઘડિયાળઓ મળી રહે છે. પણ ખાસ કરીને અંડાકાર કે પછી 8 કે 6 ભૂજાની ઘડિયાળને શુભ માનવામાં આવે છે. આજકાલ માર્કેટમાં ત્રિકોણાકારની ઘડિયાળ પણ મળે છે. એવી ઘડિયાળને શુભ માનવામાં આવતી નથી.

જો ઘરમા બંધ ઘડિયાળ હોય તો તેને હટાવી દો

જો કોઈ ઘડિયાળ બંધ છે તો તમે તેને તરત જ ઘરમાંથી હટાવી લો તેવું વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે. આ બંધ ઘડિયાળ એટલે કે રોકાયેલો સમય તમારી પ્રગતિને રોકી શકે છે.

ઘડિયાળને સમયથી પાછળ ન રાખો

image source

જો તમે ઈચ્છો તો ઘડિયાળનો સમય એકદમ પરફેક્ટ રાખો અથવા તો તેને એક બે મિનિટ આગળ રાખો. પરંતુ સમયની પાછળ ક્યારેય તમારી ઘડિયાળે ન રાખો. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં વધારે પરિશ્રમ કરવો પડે છે. એવા ઘરમાં ખુશીઓનો વાસ લાંબા સમય સુધી રહેતો નથી. રોજના કામમાં પણ મુશ્કેલી આવતી રહે છે.

તો હવે વાસ્તુ શાસ્ત્રની આ વાતોને ધ્યાનમાં રાખી લીધા બાદ તમે પણ તમારા ઘરની ઘડિયાળની સાથે આ ખાસ વાતોને ધ્યાનમાં રાખશો તો તમને ફાયદો થશે નહીં કે નુકસાન.