લગ્ન માટે ઉત્સુક યુવકો રહે સાવધાન, લૂંટેરી દુલ્હને મચાવ્યો તરખાટ

રાજ્યમાં અનેક એવા લોકો હોય છે જેઓ લગ્નોત્સુક છે પરંતુ તેમને લગ્ન લાયક કન્યા મળતી નથી. આવા યુવાનોમાંથી મોટાભાગના લોકો અન્ય રાજ્યની યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે. આંતરરાજ્યની યુવતીઓ સાથે લગ્ન કરવા માટે વચ્ચે દલાલ કે અન્ય કોઈ વ્યક્તિ મધ્યસ્થી તરીકે રહે છે. આવા લોકોને પણ લગ્ન માટે ખર્ચ આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં લગ્નના નામે થતી છેતરપિંડી સતત સામે આવી રહી છે.

image soure

એટલે કે લગ્ન કરી સાસરે આવતી યુવતીઓ લગ્નના થોડા સમય બાદ બધી જ વસ્તુ અને રુપિયા લઈ નાસી જતી હોય છે. આવી રીતે લગ્ન કરનારન લૂંટેરી દુલ્હન ઉપનામ પણ મળી ગયું છે. આવી ઘટનાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરના રાજ્યોમાં બને છે. તેવામાં વધુ એકવાર આવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બની છે બનાસકાંઠાના ધાનેરામાં.

અહીં એક લગ્નેચ્છુક વ્યક્તિના લગ્ન પરપ્રાંતિય યુવતી સાથે કરાવવામાં આવ્યા હતા. આ યુવતીએ લગ્ન કર્યા તે વ્યક્તિને 8 લાખનો ચુનો ચોપડી દીધો છે અને હવે આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

image soure

જાણવા મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ધાનેરાના રાજેશ ત્રિવેદીના પહેલા લગ્ન બાદ પત્ની સાથે અણબનાવ થતાં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ પરિવાર રાજેશભાઈ માટે બીજી પત્ની શોધી રહ્યા હતા. તેવામાં ત્રિવેદી પરિવારના સગામાં થતા રામસણ નામના વ્યક્તિએ રાજેશના લગ્ન ગોઠવી આપવા વાત કરી હતી અને તેમણે થોડા સમયમાં આ કન્યાની મુલાકાત પરિવાર સાથે કરાવી.

કવિતા નામની યુવતીએ રાજેશભાઈ સાથે લગ્ન કરવાની હા કહી દીધી. રાજેશ અને કવિતાએ ધાનેરાના ચારડા ગામે પુજારીની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન કરાવી આપવા માટે પરિવારના સગા અને લગ્નમાં મધ્યસ્થી બનેલા રામસણને 3 લાખ રૂપિયા લગ્નના ખર્ચ પેટે આપવામાં આવ્યા હતા.

image source

કવિતા લગ્ન બાદ સાસરે આવી ગઈ હતી. તેને મુકવા માટે સરોજ મોચી સાસરે આવ્યા હતા. લગ્નના થોડા દિવસો પછી કવિતાને ફોન આવ્યો કે તેના માતા બીમાર છે અને કવિતાને તેડાવે છે. આ સાથે કવિતાને લેવા અન્ય 2 લોકો કવિતાને પિયર લઈ જવા તેડવા પણ આવ્યા હતા. આ તકે સારવાર માટે 5 લાખની જરૂર હોવાની વાત થતા રાજેશભાઈએ સાસુની સારવાર માટે રૂપિયા આપી પણ દીધા.

image soure

પિયર ગયાના થોડા દિવસ બાદ જ્યારે કવિતાને સાસરે આવવા કહેવામાં આવ્યું તો તે બહાના કરવા લાગી. લાંબો સમય પસાર થતા પરિવારને સમજાઈ ગયું કે તેમની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. લગ્ન કરાવવા અને ત્યારબાદ સારવાર ખર્ચ પેટે રાજેશભાઈએ 8 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે લઈ દુલ્હન રફુચક્કર થઈ હતી. ત્યારબાદ ત્રિવેદી પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.