પડદા પર પોતાના મનગમતા કલાકારોને જોઈને દરેકની ઈચ્છા હોય છે કે કોઈ રીતે એકવાર એ કલાકાર સાથે મુલાકાત થઈ જાય. પોતાની સુંદરતા અને દમદાર અભિનયથી લોકોને દીવાના બનાવનારી અભિનેત્રીઓના સપના તો દરેક વ્યક્તિ જોવે છે. જો કે ઘણીવાર ફેન્સ પોતાની મનગમતી હિરોઇનને મળવા માટે એવી હરકત કરી બેસે છે જે યાદગાર બની જાય છે. એવા એક બે નહિ પણ ઘણા કિસ્સા સાંભળવા મળ્યા છે જ્યારે ફેન્સે પોતાના મનગમતા સ્ટારને મળવા માટે અજીબોગરીબ હરકત કરી દીધી હોય અને એ કલાકારને એ કિસ્સો યાદ રહી ગયો.
દિવાનગીનો આવો જ એક નમૂનો બોલીવુડની પ્રીતિ એટલે કે કિયારા આડવાણીને પણ જોવા મળ્યો હતો. ફિલ્મ એમએસ ધોની અને કબીર સિંહથી ધમાલ મચાવનાર કિયારા આડવાણીની સુંદરતાના ઘણા દીવાના છે. એમના ચહેરા પર જે માસૂમિયત છે એ લોકોનું દિલ ચોરી કરી લે છે. એવામાં એમના ફેન્સની સંખ્યા પણ ઘણી વધારે છે. કિયારાએ એકવાર જણાવ્યું હતું કે એમની દિવાનગીમાં ડૂબેલા એક વ્યક્તિએ એમના માટે કંઈક એવી હરકત કરી દીધી હતી જેનાથી એ ચોંકી ગઈ હતી.
કિયારાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમની મુલાકાત એકવાર એવા ફેન સાથે પણ થઈ હતી જેને ખૂબ જ હટકે અંદાજમાં એમના માટેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ ફેને કિયારાની બિલ્ડીંગમાં એટલે નોકરી કરી હતી જેથી એ એમને એકવાર મળી શકે. કિયારાએ કહ્યું કે એમને મારા ભાઈની મદદ લઇ લીધી હતી અને મારા જન્મદિવસે મિટિંગ ફિક્સ કરાવી હતી. પોતાની દીવાનગી સાબિત કરવા માટે એ 27માં માળે ચડી ગયા હતા. એ બતાવવા માંગતા હતા કે હું એના માટે શું મહત્વ ધરાવું છું. એ મારા જન્મદિવસે ફૂલ અને કેક લઈને આવ્યો હતો.
કિયારાની સુંદરતા છે જ એવી કે લોકો એમના પર જીવ ન્યોછાવર કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. કિયારા ફિલ્મ એમએસ ધોનીમાં દેખાઈ હતી પણ બોલીવુડમાં એમને અસલી ઓળખ ફિલ્મ કબીર સિંહથી મળી હતી. એ ફિલ્મમાં એમને એક ભોળી છોકરી પ્રીતિ સિક્કાનો રોલ કર્યો હતો જેને કોલેજના સૌથી બાગી છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં કિયારાનો અભિનય લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
કિયારા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. ખબરોનું માનીએ તો કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. જો કે બન્નેએ હજી સુધી આ સંબંધને મીડિયા સામે નથી સ્વીકાર્યો પણ બન્ને ઘણીવાર સાથે સમય પસાર કરતા અને લન્ચ ડેટ પર સાથે દેખાય છે. ખબર છે કે એક ફિલ્મમાં બન્ને પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે તો ફેન્સ પણ એમને સાથે જોવા માટે ઘણા ઉત્સાહિત છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા છેલ્લીવાર ફિલ્મ ઇન્દુ કી જવાનીમાં દેખાઈ હતી. જો કે આ ફિલ્મ દર્શકોને કઈ ખાસ પસંદ નહોતી આવી. કિયારા બહુ જલ્દી ફિલ્મ ભૂલ ભુલૈયા, શેર શાહ અને જુગ જુગ જિયોમાં દેખાવાની છે. ફેન્સ કિયારાને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!