પહેલી જ ફિલ્મથી હિટ થયેલી અમિષા પટેલને ના મળી લોકપ્રિયતા, સ્ટારડમ જોતા પહેલા જ કરિયર થયું ધડામ

અમિષા પટેલનું નામ એવી અભિનેત્રીઓમાં સામેલ છે જેમને પોતાના કરિયરની શરૂઆત એક સુપરહિટ ફિલ્મથી કરી હતી. અમિષાનો જન્મ 9 જૂન 1976માં મુંબઈમાં થયો હતો.ગુજરાતી પરિવારમાં જન્મેલી અમિષાએ વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હેથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અમિષાને આ ફિલ્મમાં રોલ એમના પિતાના કારણે મળ્યો હતો. આ ફિલ્મ હિટ થયા પછી વર્ષ 2001માં એમની ફિલ્મ ગદરએ સાચે ગદર મચાવી દીધી હતી. ફિલ્મમાં અમિષાએ સની દેઓલ સાથે ખૂબ જ ઉમદા કામ કર્યું હતું.

image source

આ ફિલ્મ માટે અમિષાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

વર્ષ 2002માં અમિષાએ બોબી દેઓલ સાથે ફિલ્મ હમરાઝમાં કામ કર્યું. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. સતત ત્રણ હિટ ફિલ્મો આપ્યા છતાં આખરે એવું શું થયું કે અમિષા પટેલનું કરિયર ડૂબી ગયું. અમિષા પટેલે પોતાના લાંબા કરિયરમાં 40થી વધુ ફિલ્મો કરી છે છતાં એમનો કરિયર ગ્રાફ ઢળતો ગયો.

image source

અમિષા કદાચ પહેલી એવી એક્ટ્રેસ છે જેમને પોતાની પહેલી બે ફિલ્મોથી એ સ્ટારડમ મળ્યું જે ઘણી અભિનેત્રીઓને પોતાના આખા કરિયરમાં નથી મળતું. હવે અમિષા પટેલ ફિલ્મોમાં ઓછી દેખાય છે. જો કે અમિષા પટેલે બોલીવુડમાં પાછા ફરવાની કોશિશ જરૂર કરી રહી છે પણ એમને સાચું પ્લેટફોર્મ નથી મળી રહ્યું. ડાયરેકટર પણ એમને સેકન્ડ લીડ કે સાઈડ રોલ તરીકે જ સાઈન કરે છે.

image source

અમિષા પટેલે વર્ષ 2005માં આમિર ખાન સાથે ફિલ્મ મંગલ પાંડેમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સઓફિસ પર કઈ ખાસ કમાલ ન દેખાય શકી. વર્ષ 2007માં અમિષા પટેલે હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઉમદા અભિનય કર્યો અને આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર હિટ રહી. એ પછી અમિષા પટેલે ભૂલભુલૈયા અને રેસ 2 જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું પણ સાઈડ રોલના કારણે અમિષાને કઈ ખાસ ઓળખ ન મળી. છેલ્લીવાર એક ફિલ્મ ભૈયાજી સુપરહિટમાં દેખાઈ હતી. એ સિવાય એ બિગ બોસના 13માં સીઝનમાં માલકીન બનીને પણ દેખાઈ હતી.

image source

જ્યારે હિન્દી ફિલ્મોમાં કામ ન મળ્યું ત્યારે અમિષા પટેલે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. જો કે સફળતા એમને ત્યાં પણ ન મળી. અમિષા પટેલની પર્સનલ લાઈફની વાત કરીએ તો એમનું એમના માતા પિતા સાથે બિલકુલ નથી બનતું. એમની વચ્ચે પ્રોપર્ટીના કારણે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અમિષા પટેલે પોતાના પિતા વિરુદ્ધ 12 કરોડ રૂપિયા પચાવી પાડવાનો આરોપ લગાવ્યો હતો. અમિષા પટેલનું માનીએ તો એમના પિતા એમના પૈસાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

अमीषा पटेल
image source

અમિષા પટેલનું નામ એક સમયે નિર્માતા નિર્દેશક વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. ખુદ અમિષા પટેલે એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંબંધ સ્વીકારતા લગ્ન વિશે વાતચીત કરી હતી. પણ આ રિલેશન વધુ લાંબા ન ચાલ્યા અને બન્ને એકબીજાથી અલગ થઈ ગયા. અમિષા દારૂને લઈને પણ ચર્ચામાં રહી છે. એમના ઘણા વિડીયો વાયરલ થયા જેમાં એ દારૂના નશામાં ધૂત દેખાઈ. જો કે એ બોલીવુડની સૌથી વધુ ભણેલી ગણેલી અભિનેત્રીઓમાંથી રક છે. અમિષા પટેલ ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે.