ગરીબીના દિવસોમાં ટાંકી પર સુનારો આ અભિનેતા આજે પોતાના બિઝનેસથી દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા

બોલીવૂડ સ્ટાર્સ પોતાની લક્ઝરિયર લાઇફસ્ટાઇલ માટે જાણીતા હોય છે. અને તેના માટે તેઓ હંમેશા ચર્ચામા રહે છે. પણ આપણે બધા એટલું તો જાણીએ છીએ કે તમને ક્યાંય પણ સફળતા સરળતાથી નથી મળતી. દરેક વ્યક્તિની સફળતા પાછળ કેટલાએ વર્ષોની મહેનત અને નિષ્ફળતાના પાઠો હોય છે જેમાંથી તે અનુભવો લઈને આગળ વધે છે અને સફળ બને છે. કેટલાકની પાસે તો પુરતા પ્રમાણમાં કામ પણ નથી હોતું. અને જો કામ આવે પણ ફિલ્મો ફ્લોપ જાય તો પણ તેમની લાઇફસ્ટાઇલ બદલાઈ જાય છે.

image source

ફિલ્મ કરવા માટે અભિનેતા-અભિનેત્રીઓને તેમના ફેન્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને ફી ચૂવવામાં આવે છે. જેટલું સ્ટારનું ફેન ફોલોઇંગ વધારે તેટલી જ તેમની ફી વધારે. જો કે સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવામા આવે છે કે અભિનેતાની છેલ્લી ફિલ્મે બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કર્યું હતું.

image source

તો આજે અમે તમને એક એવા ભિનેતા વિષે જણાવવા જઈ રહ્યા છે જેણે પોતાનું મુકામ મેળવવા માટે ખૂબ સ્ટ્રગલ કર્યું છે. અને આ અભિનેતા જો આખું વર્ષ એક પણ ફિલ્મ ન કરે તો પણ તે દર વર્ષે સેંકડો કરોડો એટલે કે 240 કરોડ આસપાસ તો કમાવી જ લે છે. અમે વાત કરી રહ્યા છે. બોલીવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીની, જેમને લોકો મીથુન દા પણ કહે છે.

image source

મીથુન છેલ્લા 49 વર્ષોથી બોલીવૂડમાં કેરિયર ધરાવે છે. આ 49 વર્ષોમાં મિથુને લગભઘ 350 ફિલ્મોમાં કામ કર્યું છે, અને હજુ પણ કામ કરી રહ્યા છે. મિથુન એક સફળ અભિનેતા હોવાની સાથે સાથે એક અત્યંત સફળ બિઝનેસમેન પણ છે. મિથુન મોનાર્ક ગૃપના માલિક છે. મોનાર્ક ગૃપ કેટલાએ વર્ષોથી લક્ઝરી હોટેલ્સમાં વર્ચસ્વ ધરાવે છે. જે આખા ભારતમાં ફેલાયેલું છે. એક સમય એવો હતો જ્યારે મિથુન માટે એક ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ હતું. પણ આજે મિથુન પોતાના આ હોટેલ બિઝનેસ દ્વારા વર્ષના 240 થી 250 કરોડ રૂપિયા કમાવી લે છે. એક બિઝનેસ મેન હોવાની સાથે સાથે મિથુન એક દરિયાદીલ વ્યક્તિ પણ છે તેઓ વાંરવાર ગરીબોને મદદ પણ કરતા રહે છે.

image source

થોડા સમય પહેલાં મિથુન ડાન્સ રિયાલિટી શો ડાંસ પ્લસ 5માં મહેમાન તરીકે આવ્યા હતા. અહીં મિથુન કંટેસ્ટન્ટ્સના જોરદાર પર્ફોમન્સને જોઈને દંગ રહી ગયા હતા. અને તેઓ આ સામાન્ય કુટુંબમાંથી આવતા ડાન્સર્સના સંઘર્ષની વાતોથી પણ ઘણા પ્રભાવિત થયા હતા.

image source

ડાન્સ પ્લસના આ એપિસોડમાં મિથુ ચક્રવર્તિ કંટેસ્ટન્ટ્સથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ પોતે આ ડાન્સર્સની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને ઇમોશનલ થઈ ગયા હતા. અને પછી તેમણે પોતાના સંઘર્ષના દિવસો વિષે પણ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ કેવી રીતે પહેલીવાર મુંબઈ આવ્યા હતા. મિથુન પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયને યાદ કરતા ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું, ‘મેં ક્યારેય સ્વપ્ના જોવાનું નથી છોડ્યું અને હંમેશા હકીકતનો સામનો પણ કર્યો. જ્યારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે મારી પાસે કોઈ જ વ્યવસ્થા નહોતી અને હું પાણીની ટાંકી અ બિલ્ડિંગની છતો પર સૂતો હતો. શરૂઆતમાં મને મારા સ્કિન ટોનને કારણે ખૂબ રિજેક્શન્સ મળ્યા. ત્યારે મેં વિચાર્યું કે હું મારી ડાન્સ સ્કિલ પર ફોકસ કરીશ જેનાથી લોકો મારા પગને જોશે નહીં કે મારી સ્કીનને.’

મીથુન દાની આ વાત સાંભળીને બધાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. તમને ઝણાવી દઈએ કે આ પહેલા મિથુન રિયાલિટી ટીવી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સનો પણ એક ભાગ રહી ચુક્યા છે. આ શોમાં તેઓ ગ્રાન્ડ માસ્ટર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત