બોલિવુડના પાવરહાઉસ કહેવાય છે રણવીર સિંહ, આ રસપ્રદ વાતો જાણીને તમે પણ છક થઇ જશો

રણવીર સિંહ બોલિવુડના પાવરહાઉસ અભિનેતા ગણાય છે. એમના અતરંગી ફેશન અને જબરદસ્ત જોશ ફેન્સને ચોંકાવી પણ દે છે અને પસંદ પણ આવે છે. રણવીર સિંહ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા તો એકદમ કોઈ સામાન્ય છોકરા જેવા જ લાગતા હતા પણ આજે એમના લુકસ પાછળ છોકરીઓ દિવાની છે. રણવીર સિંહ આજે નિર્માતા અને નિર્દેશક માટે સફળતાની ગેરંટી બની ચુક્યા છે. જે પણ ફિલ્મમાં રણવીર સિંહ કામ કરે છે એ ફિલ્મ જબરદસ્ત હિટ હોય છે.

image source

પદ્માવતમાં ખીલજીના નેગેટિવ રોલ માટે એમને ફેન્સની સાથે સાથે આલોચકોના પણ વખાણ મેળવ્યા હતા. જો કે આજે રણવીર સિંહ જે સ્થાન પર પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે એમને ઘણો સંઘર્ષ કર્યો છે. રણવીર સિંહનું જીવન, એમના લગ્ન, એમની સફળતા જોઈને દરેકને લાગે છે કે રણવીર સિંહ પર કિસ્મત મહેરબાન છે. જો કે કિસ્મતની સાથે સાથે રણવીર સિંહની મહેનત પણ છે જેનાથી આજે એ બોલીવુડમાં સફળ અભિનેતા બન્યા છે. રણવીર સિંહ વિશે ઘણી વાતો છે જે એમના ફેન્સ કદાચ ન જાણતા હોય. તો ચાલો તમેં જણાવી દઈએ રણવીર સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.

image source

રણવીર સિંહ પોતાની આવનારી ફિલ્મ 83માં કપિલ દેવના રોલમાં દેખાવાના છે. આ ફિલ્મ 1983 વર્લ્ડ કપ પર આધારિત છે જ્યારે ભારતમાં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે રણવીર સિંહે પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો હતો જે ક્રિકેટ સાથે જોડાયેલો છે. રણવીર સિંહે જણાવ્યું હતું લર સ્કૂલના દિવસોમાં એ એમના મિત્ર સાથે ખાર જીમખાનામાં મહિન્દર અમરનાથ પાસે કોચિંગ લેવા માંગતા હતા. જો કે એ પ્રેક્ટિસ સેશન માટે મોડા પહોંચ્યા હતા અને જ્યારે અમરનાથે એમને રમતા જોયા હતા તો એમને રિજેક્ટ કરી દીધા હતા.

image source

રણવીર સિંહને ઘણા લોકો આઉટસાઈડર સમજે છે પણ રણવીર સિંહ કપૂર ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. વાત જાણે એમ છે કે રણવીર સિંહ અને અનિલ કપૂર એકબીજાના સંબંધીઓ છે. રણવીર સિંહ સોનમ કપૂર અને રિયા કપૂરના મામેરા ભાઈ છે. રણવીર સિંહ અને અનિલ કપૂરે ફિલ્મ દિલ ધડકને દોમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બન્નેએ બાપ દીકરાનો રોલ કર્યો હતો.

image source

રણવીર સિંહ ફક્ત એક અભિનેતા જ નથી. રણવીર સિંહે કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યો છે જ્યાં એ ચાર વર્ષ રહ્યા હતા. અમેરિકાથી પરત ફર્યા પછી રણવીર સિંહે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં કામ કર્યું. એમને O&મ અને J. Walter thompson માટે કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું હતું. ફક્ત એટલું જ નહીં બોલીવુડમાં હીરો બનતા પહેલા એમને આસિસ્ટન્ટ ડાયરેકટરનું પદ પણ સંભાળ્યું હતું.

image source

રણવીર સિંહ વિશે એક રસપ્રદ કિસ્સો છે જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. એકવાર રણવીર સિંહ અક્ષય કુમાર અને રવીના ટંદનની ફિલ્મ મોહરાના ગીતનું શૂટિંગ જોવા ગયા હતા. એ સમયે એમની ઉંમર બહુ નાની હતી. રવીના ટંડને જણાવ્યું હતું કે ટીપ ટીપ બરસા પાની ગીત દરમિયાન રણવીર એમને એટલું ઘુરી ઘુરીને જોતા હતા કે એ એકદમ અસહજ થઈ ગઈ હતી અને એમને રણવીરની શૂટિંગની બહાર કઢાવી મુક્યા હતા. આજે રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ બની ચુક્યા છે અને એમને દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા છે. બન્ને ફિલ્મ 83માં સાથે દેખાવાના છે.