Site icon News Gujarat

આ જનેતાએ બધી જ હદ વટાવી, બે દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી, આવી રીતે ફૂટી ગયો ક્રુરતાનો ભાંડો

માતાનો ખોળો એ વિશ્વમાં સૌથી સુકુનની જગ્યા ગણવામાં આવે છે, જો કે અમુક જનેતામાં ક્યારેક માનવતા મરી પરવારે છે. જ્યારે જ્યારે આવા કોઈ દાખલા સામે આવે છે ત્યારે ભારે દિલથી લોકોને એક વિચાર આવે કે આવી માતા ખરેખર ભગવાનનું રૂપ કહી શકાય. ત્યારે આજે પણ એક એવા જ કિસ્સાની વાત કરવી છે કે જેમાં જનેતાની માનવતા મરી પરવારી છે. એવી એક વાત છે કે દુનિયામાં બાળક માટે માતાનો ખોળો અને માતાનો સાથ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ઘટના સામે આવતા જ ચારેકોર હાહાકાર મચી ગયો છે.

image source

હવે આ કેસમાં પતિએ પુત્રીને કેનાલમાં ફેંકી દેનાર પત્ની વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને કેસને ગંભીરતાંથી લઈને પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. આ જનેતાના નામ પર કંલક મહિલા સામે હાલમાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. પણ આ કેસ વિશે વિગતે વાત કરીએ તો આ ચકચારી બનાવ દહેગામ તાલુકાના આંત્રોલી ગામનો છે. કે જ્યાં રહેતા સિદ્ધરાજ સિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન વર્ષ 2014માં તાલુકાના હાલીસા ગામે રહેતા કલસિંહ છનસિંહની પુત્રી શિલ્પાબેન સાથે થયા હતા. લગ્ન જીવનના પરિપાકરૂપે સંતાનમાં 4 વર્ષની પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાનો જન્મ થયો હતો.

image source

બધું બરાબર જ હતું અને એમાં રવિવારની વાત છે કે શિલ્પાબેન તેમની સાસરીમાં હતા તે સમયે પ્લાસ્ટિકના સામે ચવાણું વેચવા માટે એક વ્યક્તિ આવ્યો હતો. તેથી તેમની દીકરીએ ચવાણું ખાવા જીદ પકડી હતી. આ સમયે શિલ્પાબેને તેમના નણંદ સરોજબેનને કહ્યું કે, આપણા ઘર ઉપર જૂનું પ્લાસ્ટિક છે તે ઉતારી આપો મારી છોકરીને ચવાણું ખાવું છે. જેથી સરોજબેને શિલ્પાબેન ને કહ્યું કે ‘વસ્તાર તારો છે તમે ચિંતા કરો, અમે અમારા બાપનું ખાઈએ છે. બસ આ એક વાક્ય કદાચ આટલી મોટી ઘટના સર્જી દેશે એવું કોઈએ સપને પણ નહીં વિચાર્યું હોય

image source

આ વહેણ સાંબળીને શિલ્પાબેન સાસુને બ્લાઉઝ સિવડાવવા જવાનું કહીં 2 પુત્રી સાથે ઘરેથી નીકળ્યા હતા. આંત્રોલીના ગામ રોડ ઉપર આવતા તેમના બનેવી મળતા શિલ્પાબેન લીહોડા દવાખાને જતા હોવાનું કહ્યું હતું. ઘરેથી 2 માસૂમ પુત્રીને લઇને નીકળેલી માતા શિલ્પાબેન તાલુકાના કડોદરા ગામે પહોંચી જ્યાં સાંજે 4 વાગ્યે નર્મદા કેનાલના પુલ પરથી તેમની કુણી માખણ જેવી 4 વર્ષની માસુમ પુત્રી ઉર્વશી અને 6 માસની પુત્રી શ્રદ્ધાને કેનાલમાં ઘા કરીને ફેંકી દીધી હતી તો વળી મોટી અને શરમજનક વાત એ છે કે 2 માસૂમ દીકરીઓને કેનાલમાં ફેંકી દેવાની ઘટના બાદ માતા શિલ્પાબેને પોલીસ કંટ્રોલરૂમમાં દીકરીઓ અપહરણની વાત કરી હતી.

image source

જો આ મહિલાએ કેવી સ્ટોરી ઘડી એના વિશે વાત કરીએ તો તેણે પોતે દીકરીઓ સાથે ટ્રકમાં બેસી આવી રહ્યા હતા અને ટ્રકનો ડ્રાઈવર શિલ્પાબેનને ઉતારી બે માસૂમ પુત્રીઓનુ અપહરણ કરી ફરાર થઈ ગયો હોવાની જાણ કરી હતી. જેથી દહેગામ પોલીસ દોડતી થઇ હતી. પણ પુત્રીઓને કેનાલમાં ફેંક્યા પછી આરોપી માતાએ અજાણ્યા વ્યક્તિ પાસેથી ફોન લઈને પતિને ફોન કરીને ‘હું ભાન ભૂલી ગઉ છું, હાલમાં ક્યાં છું તેની ખબર નથી. ત્યારબાદ સિધ્ધરાજસિંહ તેમના માતા-પિતા અને કાકાના દીકરા સાથે ગાડી લઈ ગલુદણ પહોંચ્યા હતા. જ્યાં શિલ્પાબેનને દીકરીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ‘હું ભૂલી ગઈ છું મને જગ્યા બરાબર યાદ નથી. બસ આટલું સાંભળીને પતિ ગાડીમાં બેસીને તેઓ મોટા જલુન્દ્રા પાસે કેનાલ પાસે પહોંચ્યા હતા.

image source

આ સાથે જ સિદ્ધરાજસિંહ સહિતના લોકો કેનાલ પાસે પહોંચ્યા ત્યારે નજીકમાં આવેલા ગલ્લા પરથી એક વ્યક્તિએ આવી શિલ્પાબેનના સામે જોઈ આ સ્ત્રીએ 2 નાના બાળકોને કેનાલમાં નાખ્યાનું જણાવ્યું હતું. આટલી વાત સાંભળીને પતિએ કડકાઈથી વાત કરી અને પછી પત્નીએ કબૂલ્યું કે નણંદ સાથે ઝઘડા બાદ છોકરીઓને મારી નાખવાનું નક્કી કર્યું હતું અને ઘરેથી ગુસ્સો કરી નીકળી હતી હતી. ઘટનાની જાણ દહેગામ પોલીસે શિલ્પાબેનને પોલીસ મથકે લઇ આવી હતી.

image source

પછી બાળકી કઈ રીતે મળી એના વિશે વાત કરીએ તો સોમવારે સવારે કડાદરા કેનાલ પાસે તરવૈયાઓ દ્વારા બંને માસૂમની શોધખોળ હાથ ધરતાં 32 કિ.મી. દૂર કલોલના જાસપુર કેનાલમાંથી 6 માસની બાળકીની લાશ મળી છે. જે નાની પુત્રી શ્રદ્ધાની હોવાનું જાણવા મળ્યું હતું. હજી સુધી ઉર્વશીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

image source

આ જ મહિનામાં એક ઘટના અમદાવાદથી માતાના કુમાતા બનવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યજી દેવાયેલુ બાળક મૃત હાલતમાં મળી આવ્યુ હતુ. અમદાવાદના રામાપીર ટેકરા વિસ્તારમાં ગટરની ચેમ્બરમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતુ. રામાપીર ટેકરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ મારવાડીએ તેમની ગટરની સફાઇ કરાવવા માટે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નારણપુરાના સફાઇ કોન્ટ્રાકટર લક્ષ્‍મણભાઇ ધારએ તેમના સફાઈ કર્મચારીને મોકલ્યો હતો. સફાઈ કરતી વખતે ગટરની ચેમ્બરમાં એક નવજાત શીશુ મૃત હાલતમાં મળી આવ્યુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version