ઉમરપાડાના કોન્સ્ટેબલે હદ વટાવી: માસ્કની વાત લઇને મહિલાને કારમાં બેભાન કરીને કર્યો બળાત્કાર અને પછી અશ્લીલ ફોટા બતાવી વારંવાર હોટલમાં…

ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયા (બીકે પાર્ક સોસા., બારડોલી)એ વર્ષ 2020માં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન માસ્ક નહીં પહેરવા બાબતે 33 વર્ષની મહિલા મનીષા(નામ બદલ્યું છે)ને તેની સોસાયટી બહારથી પોલીસ સ્ટેશન ચાલવું પડશે, કહી પોતાની કારમાં લઈ જઈ બેભાન કરી બળાત્કાર ગુજાર્યો હતો. કોન્સ્ટેબલે મહિલાનો અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લઈ અવારનવાર ફોટો બતાવી ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાવાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરતો હતો. ત્યારબાદ અવારનવાર મહિલાને ફોટો બતાવી બ્લેકમેલ કરી બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી હતી.

image source

અને મહિલા પાસે બળજબરી ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં આખરે મહિલાએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં રહેતી 33 વર્ષીય મહિલા દૂધ લેવા માટે સોસાયટીની બહાર નીકળી હતી. તે સમયે તેણે મોઢા પર માસ્ક પહેરેલ ન હતું જેથી નરેશ કાપડિયાએ મહિલાને અટકાવી જણાવ્યુ હતું કે, તમારે દંડ ભરવો પડશે અને પલસાણા પોલીસ મથકમાં આવવું પડશે તેમ કહી મહિલાને જબરજસ્તી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી પલસાણાથી નવસારી રોડ પર લઈ ગયો હતો. અને મોઢા ઉપર સ્પ્રે છાંટી મહિલાને બેભાન કર્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મહિલાના અશ્લીલ ફોટા મોબાઇલમાં લઈ લીધા બાદ રાત્રિના 11 વાગ્યાના અરસામાં મહિલાને સોસાયટીના ગેટ પર ઉતારી ગયો હતો.

આરોપીએ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી

image source

મહિલા ગર્ભવતી બની જતાં આરોપીએ મહિલાનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલે મહિલાને ધમકી આપી હતી કે જો તું કોઈને આ વાત કરીશ તો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈશ અને તારા પતિને ખોટા આરોપમાં ફસાવી દઈશ અથવા તો તેને મારી નાખીશ. મહિલાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિત મહિલા સામે એટ્રોસિટીની ફરિયાદ

image source

બીજી તરફ, કોન્સ્ટેબલની પત્નીએ પીડિત મહિલા અને તેના પતિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે મહિલા મારા પતિને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હતી. આ વાતને લઈ મહિલાએ અનેક વખત મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો. 7 મે 2021ના રોજ અમે બાઇક પર જતાં હતાં ત્યારે સોસાયટીની બહાર મહિલા તેના પતિએ ગાળાગાળી કરી જાતિવિષયક અપમાન કર્યું હતું. મહિલાએ મારા પતિને નોકરીમાંથી કઢાવવા તેમજ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવાની ધમકી પણ આપી હતી.

પીડિત-આરોપીનો મારામારીનો વીડિયો વાઈરલ

image source

થોડા મહિના પહેલાં પલસાણા ચાર રસ્તા પરથી આરોપી કોન્સ્ટેબલ પત્ની સાથે કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલાએ ટ્રાફિકમાં કોન્સ્ટેબલની કારને રોકી ઝઘડો કર્યો હતો. જ્યાં આરોપી કોન્સ્ટેબલ, તેની પત્ની અને મહિલા વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઉમરાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીને પલસાણાની મહિલાએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી જાતિ વિષયક અપમાન કરી છેડતી અને બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતા પોલીસકર્મીની પત્નીએ બારડોલી પોલીસમથકમાં મહિલા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.