આ નેતાએ કહ્યું… મેં બેદરકારી દાખવી પણ તમે ન દાખવતા, પરિવારે ભોગવવાનો વારો આવશે, આ કપરી પરિસ્થિતિમાં તમે પણ રાખો ખાસ ધ્યાન

ધારાસભ્ય લલિત વસોયાએ કોરોના વાયરસને હરાવી દીધો છે. કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા બાદ ધારાસભ્ય લલિત વસોયાએ પોતાનું નિવેદન આપ્યું છે. પોતાના પરિવાર અને સમાજ માટે સાવચેતી રાખો.

શું કહેવું છે લલિત વસોયાનું?

image source

મેં પણ બેદરકારી રાખી હતી જેના લીધે મારો દીકરો- વહુ અને પુત્ર, પત્ની, માતા સહિત પરિવારના તમામ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છીએ. હવે સમજાઈ રહ્યું છે કે, કોરોના વાયરસ કેટલો ભયાનક છે. સાવધાની રાખવાથી કોરોના વાયરસના સંક્રમણમાં આવતા બચી શકાય છે. મારી ભૂલના કારણે મારો સંપૂર્ણ પરિવાર કોરોના વાયરસનો શિકાર થઈ ગયો છે. જો કે, સરકારી તંત્ર હાલમાં ખુબ જ મહેનત કરી રહ્યું છે. કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટે આરોગ્ય તંત્ર દિવસ- રાત કામ કરી રહ્યું છે. ઓક્સિજન માટેની જરૂરી વ્યવસ્થા પણ પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલું કહેવાની સાથે જ લલિત વસોયાએ કહ્યું છે કે, કોરોના વાયરસની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ.

image source

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ ૯૫૪૧ નવા કેસ નોંધવામાં આવ્યા છે તો કોરોના વાયરસથી સંક્રમિત થવાથી ૯૧ દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. જયારે ૩૭૮૩ દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૩૩,૫૬૪ દર્દીઓ કોરોના વાયરસને મ્હાત આપી દીધી છે.

છેલ્લા ૨૪ કલાકમાં જ ૯૧ દર્દીઓના મૃત્યુ થવાથી હોબાળો.

image source

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૧ દર્દીઓની સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયા છે. આમ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૨૬૭ વ્યક્તિઓના મૃત્યુ ફક્ત કોરોના વાયરસથી સંક્રમિત થવાના લીધે થયું છે. ગઈકાલ કરતા આજ રોજ આવી રહેલ કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના લીધે થતા મૃત્યુ આંકમાં દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યારે ૩૦૪ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જયારે સક્રિય કેસનો આંકડો ૫૫,૩૯૮ સુધી પહોચી ગયો છે.

સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસ થયો અનિયંત્રિત.

image source

ગુજરાત રાજ્યમાં રસીકરણની કામગીરી શરુ હોવા છતાં પણ બીજી બાજુ પરિસ્થિતિ અનિયંત્રિત છે. કોરોના વાયરસના કેસમાં થઈ રહેલ સતત વધારો ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદ શહેરમાં ગુજરાત રાજ્યના સૌથી વધારે કેસ ૩૨૪૧ કેસ નોંધવામાં આવ્યા છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૬૨ કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત શહેરમાં ૧૭૨0 કેસ નોંધાયા છે તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૪૩૫ કેસ સામે આવ્યા છે. વડોદરામાં ૩૬૯ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૧૦ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં ૪૧૨ કેસ સામે આવ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૮૨ કેસ નોંધવામાં આવ્યા છે.

મેટ્રો શહેર સિવાય અન્ય ૫ જિલ્લાઓની ચિંતામાં થયો છે વધારો.

image source

કોરોના વાયરસ હવે જયારે મેટ્રો શહેરને પાર કરીને નાના ગામડા અને તાલુકામાં પણ પહોચી ગયો છે. આવા સમયે અમદાવાદ અને સુરત સિવાય પણ ૫ એવા જીલ્લાઓ છે જ્યાં કોરોના વાયરસએ ચિંતા વધારી દીધી છે. આ ૫ જિલ્લાઓમાં મહેસાણામાં ૨૬૨ કેસ આવ્યા છે, જયારે ભરૂચમાં ૨૩૫ કેસ સામે આવ્યા છે, જામનગરમાં ૧૯૪ કેસ નોંધાયા છે, બનાસકાંઠામાં ૧૭૬ કેસ નોંધવામાં આવ્યા છે અને નવસારી જીલ્લામાં ૧૪૮ કેસ નોંધવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ હવેથી જિલ્લાઓની ચિંતામાં વધારો થઈ ગયો છે. પાટણમાં પણ દિવસેને દિવસે સ્થિતિ વણસતી જઈ રહી છે. પાટણ જીલ્લામાં આજ રોજ ૧૪૭ કેસ નોંધવામાં આવ્યા હતા.