VIDEO:નિર્દયતાની હદ વટાવી દીધી આ શખ્સે, કૂતરાને કારની પાછળ બાંધીને 2 કિ.મી. સુધી ઢસડ્યો, હાડકાં દેખાઈ ગયાં

માણસ કેટલો હરામી અને નિર્દયી હોઈ શકે છે તે તેની હરકતો પરથી અંદાજો લગાવી શકાય છે. હાલમાં એક મામલો સામે આવ્યો છે જે જોઈને તમે થરથરી જશો. આ વાત કેરળની છે. એક વીડિયો કેરળથી સામે આવ્યો છે. તેમાં કાર પાથળ એક કૂતરાને ખેંચીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ ઘટના એર્નાકુલમના પેરાવોર-નેડિમ્બેસરી રોડ પરની છે એવું કહેવામાં આવી રહ્યું છે.

image source

વીડિયોમાં કૂતરો કારની પાછળના ભાગમાં બંધાયેલ બતાવવામાં આવ્યો છે. શરૂઆતમાં તે સમજી શકતું નથી કે શું થઈ રહ્યું છે. તે ભાગવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે પછી કારની સ્પીડ તેને સાથે ઢસડે છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘોર અત્યાર કરનાર શખ્સનું નામ યુસુફ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને તેના કૂતરાથી દુ: ખી થઈ ગયો હતો. જે બાદ તેણે તેની પર આ રીતે અત્યાચાર ગુજાર્યો હતો.

image source

અખિલ એ બંદાનું નામ છે જેણે આખી ઘટનાનો વીડિયો બનાવ્યો છે. તે ટુ વ્હીલરમાં બેઠો હતો. તેણે યુસુફને આ નિર્દય કૃત્ય વિશે પ્રશ્નો પૂછ્યા, અને તેનો જવાબ મળ્યો કે આ તે તેની વ્યક્તિગત બાબત છે. યુસુફે તેના પર પણ બૂમ પાડી. તેણે તો એમ પણ કહ્યું, “જો કુતરો મરી જાય તો તારું શું જાય એમાં?”

image source

અખિલે વાત કરતાં જણાવ્યું હતું કે એ એક ભયંકર દ્રશ્ય હતું. મુંગા પ્રાણી કુતરાના ગળામાં દોરડું બાંધેલું હતું અને તેને ખરાબ રીતે કાર પાછળ ઢસેડવામાં આવી રહ્યો હતો. ડિયો વાયરલ થતાં યુસુફની ધરપકડ કરવામાં આવી છે. કોચીમાં આવેલા પ્રાણી એનજીઓ દયાએ કૂતરાને બચાવ્યો. હાલમાં તેની હાલત ખૂબ જ ખરાબ છે.

image source

એનજીઓનાં સભ્યોએ અહેવાલ આપ્યો કે કૂતરો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેની ચામડી ઘણી જગ્યાએથી બહાર નીકળી રહી હતી અને ભારે લોહી નીકળ્યું હતું. તેના હાડકાં પણ દેખાતા હતા. આ કૂતરોને બચાવવા માટે બીજો કૂતરો કારની પાછળ દોડી ગયો, તેને પણ બચાવી લેવામાં આવ્યો છે અને બંનેની સંભાળ લેવામાં આવી રહી છે. યુસુફ પર આગળની કાર્યવાહી કરીને કેરળ મોટર વ્હીકલ વિભાગે તેમનો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાનું કહ્યું છે.

image source

આ પહેલાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ પોતાના ડોગીને રસ્તા પર વૉક કરાવતો જોવા મળ્યો હતો. જો કે, તેણે જે રીત અપનાવી હતી. તે ખરેખર અમાનવીય હતી. હકીકતમાં, આ શખસ પોતે તો કારમાં બેઠો છે પરંતુ તેનો ડોગી રસ્તા પર છે અને તેનો ગળાનો પટ્ટો વ્યક્તિના હાથમાં રાખેલો હતો. જેના કારણે ડોગને કારની સ્પીડ સાથે ઝડપથી ચાલવું પડે છે. આ ઘટના સ્કોટલેન્ડની છે. અહીંના Lochgellyમાં એક વ્યક્તિ પોતાના ડોગને કાર વડે જ વોક કરાવવા માટે લઈ ગયો હતો. કોઈએ તેનો વિડીયો શૂટ કર્યો અને આ ઘટના ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. અનેક લોકો આ ડોગીના માલિકની ટીકા કરી રહ્યાં છે. આ સાથે જ આ ડોગ સાથે જે પણ થઈ રહ્યું છે તેને અમાનવીય કૃત્ય કહી વખોડી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત