ત્રીજી લહેરમાં તમારા બાળકોની ચિંતા છોડી દો, આ ‘જૂનું હથિયાર’કોરોનાની વિરૂદ્ધ બાળકોની કરશે પાક્કી સુરક્ષા

હાલમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એવા સમાચાર ભારે ચર્ચાઈ રહ્યા છે. તો વળી ક્યાં એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતમાં અમુક રાજ્યોમાં ત્રીજી લહેર આવી ગઈ છે. જો કે લોકોમાં ડરનો પણ માહોલ છે. તો વળી આપણા ગુજરાતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ભગવાન અને માતાજીને પણ પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થવાની આશંકા છે. પરંતુ આ વાત વચ્ચે એક રાહતના સમાચાર છે.

image source

જો આ સારા સમાચાર વિશે વાત કરીએ તો પૂણેની બીજે મેડિકલ કોલેજના રિસર્ચ અનુસાર બાળકોને અપાતી ઓરીની રસી કોરોનાની વિરૂદ્ધ તેમની સુરક્ષામાં કારગર સાબિત થઇ રહી હોવાના અહેવાલ છે. અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે ઓરીની રસી બાળકોમાં કોરોના સંક્રમણની વિરૂદ્ધ શરૂઆતમાં સુરક્ષા આપી રહી છે અને મોટો ટેકો કરી રહી છે. જો કે આ સ્ટડીમાં 1 વર્ષથી લઇ 17 વર્ષ સુધીના 548 બાળકોને સામેલ લઈને અભ્યાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જો થોડી વિગતે વાત કરીએ તો સ્ટડીમાં બાળકોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાં એક ગ્રૂપ કોરોના સંક્રમિત (RT-PCR ટેસ્ટ) બાળકો અને બીજા સામાન્ય બાળકોનું હતું.

image source

જ્યારે આ રીતે સ્ટડી કરવામાં આવ્યું તો એમાં રિસર્ચમાં સામે આવ્યું કે SARS-Co-V-2ની સામે ઓરીની રસી 87% સુધી અસરકારક હતી. આ સિવાય એક વાત એ પણ સામે આવી કે બાળકોને ઓરીની રસી લાગેલી હતી તેમાં કોરોના ચેપની આશંકા રસી નહીં લેનાર બાળકોની સરખામણીમાં ઓછી રહી. ત્યારે હવે લોકો આ શોધ પછી થોડી રાહતનો શ્વાસ લેતા જોવા મળી રહ્યા છે. પૂણેના આ સંશોધનથી લોકોની માન્યતાઓને બળ મળી રહ્યું છે કે જેમાં કહેવાયું છે કે બાળકો કોરોના વાયરસના સંક્રમણથી વધુ સુરક્ષિત છે.

image source

બાળકોને ઓરી અને બીસીજી રસીના ડોઝ તો પેલાંથી જ લાગેલા છે એટલા માટે નોન સ્પેસિફિક ઇમ્યુનિટી હાજર છે. ઓરીની રસી છેલ્લા 36 વર્ષથી ભારતમાં રસીકરણ કાર્યક્રમનો એક ભાગ બની ચૂકયું છે અને દરેક બાળકને આ રસી ફરજિયાત લગાવવામાં આવે છે. જો આ સંશોધન વિશે થોડી વાત કરીએ તો આ સંશોધન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જર્નલ હ્યુમન વેક્સિન એન્ડ ઇમ્યુનોથેરેપેટિકમાં પ્રકાશિત થયું છે.

image source

રિસર્ચર્સનું કહેવું છે કે ભલે તેમના અભ્યાસના પરિણામો પ્રોત્સાહક હોય પરંતુ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા મોટા પાયે ટ્રાયલ વધું જરૂરી છે. જો કે હવે ક,ત્ય તો સમય પર જ ખબર પડશે પરંતુ હાલમાં લોકોને આ વાત સાંભળીને આનંદ મળી રહ્યો છે કે તેમના બાળકો સુરક્ષિત થઈ ગયા છે.