વિશ્વની જાણીતી પોપ સિંગરે સૂંઘ્યું વિચિત્ર ફૂલ અને પછી હાલત થઈ ગઈ જોવા જેવી

દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેને ફૂલોની સુંદરતા અને સુગંધ ન ગમતી હોય. જ્યારે પણ આપણે ક્યાંય બહાર જઈએ છીએ કે કોઈ નવી જગ્યાની મુલાકાત લઇએ છીએ ત્યારે જો ત્યાં કોઈ સુંદર ફૂલ જોવા મળે તો ચોક્કસથી તેને એક વાર સ્પર્શ કરવાનું અથવા સુંધવાનું મન થાય. આમ તો જ્યાં સુંદર ફૂલ ઉગેલા હોય છે ત્યાં સૂચના લખેલી જ હોય છે કે ફૂલ તોડવાની મનાઈ છે તેમ છતાં આપણે પોતાને રોકી શકતા નથી અને ફૂલને એક વાર સુધી તો લઈએ છીએ. પરંતુ દરેક ફૂલ સુગંધ લેવા માટે નથી બનેલું આ વાત તાજેતરમાં જ સાબિત થઈ છે એક ઘટનાથી.

image source

દુનિયામાં સુંદર ફૂલો ની સાથે કેટલાક વિચિત્ર ફૂલ પણ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે. આ વાત સાંભળીને ચોક્કસ આશ્ચર્ય થાય કે એક ફૂલ જીવને જોખમમાં કઈ રીતે મૂકી શકે. પરંતુ આ વાત સાચી છે દુનિયામાં એવા વિચિત્ર ફૂલ પણ હોય છે જે કેટલાક ઘાતક હોય છે તેના વિશે આપણે જાણકારી પણ નથી હોતી. હજી આવા જ એક ઘાતક ફૂલ વિશે અહીં જાણકારી મળશે. આઘાત ફુલ નો અનુભવ જાણીતી પોપ સિંગર અને ટીકટોકર રાફેલા વેમેનને થયો હતો.

image source

રાફેલા વેમેનને એક સુંદર ફૂલ સુંઘ્યા બાદ ભયંકર અનુભવ થયો હતો. આ ફુલ સુંઘતા તેણે એક વીડિયો પણ ઉતાર્યો હતો જેમાં તેની હાલત જોઈ શકાય છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ટિકટોક પર તેણે એક વિચિત્ર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની સાથે થયેલી વિચિત્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ઘટના એવી હતી કે તે અને તેની એક મિત્ર એક પાર્ટીમાં જઇ રહી હતી. રસ્તામાં તેને પીળા રંગનું એક સુંદર ફૂલ દેખાયું. સુંદર ફૂલ જોઈ તે અને તેની મિત્ર પોતાની જાતને રોકી શકી નહીં અને બંને એક ફૂલ સુંઘી લીધું.

image source

પરંતુ આ કોઈ સામાન્ય ફૂલ ન હતું. આ ફૂલ સુંઘતાની સાથે જ બન્ને મિત્રોની હાલત ખરાબ થવા લાગી. આ વિડીયો બંનેએ સોશિયલ મીડિયા સાઇટ્સ ઇંસ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. આ ફૂલ ડેવિલ બ્રેથ નામથી પ્રખ્યાત છે. જે ખૂબ જ ઝેરી હોય છે. આ ફૂલ સૂંઘવાથી નશા જેવો અનુભવ થાય છે, આવો જ અનુભવ બંને મિત્રોને પણ થયો. આ ફૂલ કોઈ ડ્રગ્સથી કમ નથી જેના કારણે બન્ને મિત્રોની હાલત ખરાબ થઇ ગઇ અને તેઓ તુરંત જ સુઈ ગઈ. એટલું જ નહીં આ બંનેની હાલત એટલી ખરાબ હતી કે રાત ભર તેમને ભયંકર અનુભવ થતાં રહ્યાં અને બિહામણા સપના આવતા રહ્યા.

image source

ડેવિલ ફૂલ નો નશો સૌથી ભયાનક નશામાંથી એક ગણાય છે. જો તેને વધારે સમય સુધી સુંઘવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની હાલત બગડી જાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અનુસાર આ ઝેરી ફૂલ ના કારણે કોલંબિયામાં દર વર્ષે ૫૦,૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!