સર્વેમાં થયો ખુલાસો: રાજ્યમાં છૂટછાટ છતા રેસ્ટોરન્ટમાં 20% અને હોટલોમાં 28% જ ઘરાકી જોવા મળી, જાણો લોકો શું વિચારી રહ્યા છે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે શાંત પડી રહ્યો છે, આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રહ્યો છે. ગુરૂવારે શહેરમાં નવા 47 કેસ અને બે લોકોના મોત નોંધાયા છે. જ્યારે એકિટવ કેસની સંખ્યા પણ ઘટીને 1283 ઉપર પહોંચી જતા લોકોમાં રાહત જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 નવા કેસ નોધાયા છે. જ્યારે 770 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.84 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં 6 દર્દીના મોત થયા છે. આમ હવે 5 મહાનગર અને 31 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

image source

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, લૉકડાઉન ખૂલ્યા પછી ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ધીમી ગતિએ પણ વ્યાપારિક પ્રવૃત્તિઓ પાટા પર આવી રહી છે. જેમા હોટલ, રેસ્ટોરાં, કાફે, ફૂડકોર્ટ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ, ફૂટવેર જેવા ધંધામાં થોડી ઘરાકી જોવા મળી રહી છે. નોંધનિય છે કે, હાલ 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિયમ છે જો કે વધુ છૂટ મળતા બજારમાં વધુ ઘરાકી આવશે તેમ જાણકારો કહી રહ્યા છે.

image source

નોંધનિય છે કે, એક મીડિયા હાઉસે કરેલા સર્વેમાં કેટલીક બાબતો સામે આવી છે. આ સર્વે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 7 મુખ્ય શહેરમાં 18 વ્યવસાયોનો કરવામાં આવ્યો હતો. જેમા દુકાનદારો, સંચાલકો અને એસોસિયેશનથી અનલૉક થયા બાદ આવનારા ગ્રાહકોના પરિવર્તન વિશે માહિતી એકઠી કરવામાં આવી હતી. આ સર્વેમાં સામે આવેલી વીગતો અનુસાર મોટાં શહેરોમાં રેસ્ટોરન્ટમાં 20 ટકા તો હોટલોમાં 28% ઘરાકી પાછી ફરી છે, તો બીજી તરફ જિમ જનારા લોકોની સંખ્યા 45 ટકા અને ક્લબ જનારા લોકોની સંખ્યા 35 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં લોકોની ઈન્ક્વાયરી વધવાની માહિતી સામે આવી છે, જો કે ચોંકાવાનારી બાબત એ પણ છે કે બુકિંગ માત્ર 10 ટકા જ છે. જો કે તેનું કારણ વિદેશી તથા અન્ય રાજ્યોમાં અવર-જવર પર મુકાવામાં આવેલો પ્રતિબંધ પણ છે.

image source

આ અંગે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસ મેને કહ્યું હતું કે, કોરોનાકાળમાં 43 ટકા ફૂડ પાર્ક, રેસ્ટોરાં તથા કાફેના ધંધા મંદા પડી ગયાં હતાં, જો કે બીજી લહેર પછી અનલૉક થવાની શરૂઆત થતાં નાની રેસ્ટોરાંમાં થોડી રોનક જોવા મળી રહી છે. નોંધનિય છે કે, જૂન મહિનો સારી રીતે વીતશે તો આવનારા છ મહિનામાં વેપાર ફરી પાટા પર આવી જશે તેવી આશા રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના અધ્યક્ષે કહ્યું કે, 15થી 20 ટકા લોકો બહાર જમવા જઈ રહ્યા હતા, કેમ કે ભોજન કરવાના સમયે જ કર્ફ્યૂ લાગી જાય છે.

image source

તેમના કહેવા અનુસાર જ્યારે એકવાર તમામ રાજ્યોમાં લૉકડાઉન ખૂલી જશે તો બહાર આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, જેના કારણે હોટલ અને રેસ્ટોરાં બિઝનેસમાં રોનક આવવાની આશા છે. નોંધનિયછે કે, કોઈપણ હોટેલનો મુખ્ય સમય સાંજનો હોય છે. સાંજના સમયે જ લોકો બહાર જમવા માટે જતા હોય છે જો કે હાલ એ સમયે નાઈટ કરફ્યૂ લાગી જાય છે જેના કારણે રેસ્ટોરન્ટના વ્યવસાયમાં મંદી જોવા મળી રહી છે. તો બીજી તરફ આંતરરાજ્ય અવર-જવર ઓછી હોવાને કારમે પણ હોટલો પણ આશરે એની ક્ષમતાથી 60-70 ઓછી ચાલે છે.