Site icon News Gujarat

કોરોનાની રસી લીધા બાદ મહિલાઓને પીરિયડમાં થઇ રહી છે આવી તકલીફો

કોરોના માટેની અલગ અલગ દેશોમાં તૈયાર કરવામાં આવેલી રસીનો ઉપયોગ હવે મંજૂરી બાદ લોકો પર કરવામાં આવી રહ્યો છે. ભારત સહિત દરેક દેશમાં કોરોના ની રસી લીધા બાદ લોકોને સામાન્ય આડ અસરો જોવા મળે છે. દેશમાં અને વિદેશમાં પણ કોરોના ની ગંભીર આડઅસરના વધુ કેસ સામે આવ્યા નથી. મોટાભાગના લોકોને રસી લીધા બાદ સામાન્ય આડઅસરો થતી હોય છે. પરંતુ બ્રિટનમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

image source

બ્રિટનમાં અનેક મહિલાઓને રસી લીધા બાદ પીરિયડ સંબંધિત સમસ્યાઓ થઇ રહી છે. રસી લીધા બાદ માસિકની સમસ્યાઓ થતી હોય તેવી 4000 મહિલાઓ પર હાલ નિષ્ણાંતો નજર રાખી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર ગત 17મી સુધી ના સત્તાવાર આંકડા પરથી જાણવા મળે છે કે એસ્ટ્રોજેનિકા વેકસીન લીધા પછી સાઈડ ઈફેક્ટ કે સામાન્ય સમસ્યાઓ થયાના 2734 કેસ મેડિસિન એન્ડ હેલ્થ કેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી સામે આવ્યા છે. આ પ્રમાણે 1158 કેસ ફાઈઝર રસી સંબંધિત હતા અને મોડર્ના થી 66 લોકોને આડ અસર થઇ હોવાનું નોંધાયું છે.

image source

આ રીતે જે 4000 જેટલી મહિલાઓને આ સમસ્યા થઇ છે તેમાં સૌથી વધુ સામાન્યથી વધુ બ્લીડિંગ થવાની ફરિયાદો છે. હજાર હજાર કેસ નોંધાયા બાદ નિષ્ણાંતોનું કહેવું છે કે આ પ્રકારના હજુ પણ વધારે કેસ હોઈ શકે છે જેનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું નથી.

જો કે મહિલાઓને આશ્વાસન આપતા નિષ્ણાંતો જણાવે છે કે વેક્સિન પછી માસિકની સમસ્યા થાય તો તેનાથી ગભરાવાની જરૂર નથી આ કોઈ જ પ્રકારના જોખમની વાત નથી. તેમનું કહેવું એમ પણ છે કે સામાન્યથી વધારે બ્લીડીંગ થવાની વાત ને રસી ની આડઅસર તરીકે જોવી ન જોઈએ.

image source

અનેક મહિલાઓએ રસીકરણ પછી પિરિયડના દિવસો માં ફેરફાર અનુભવ્યો, વધુ પડતી મહિલાઓને વધારે બ્લીડીંગ થયું અથવા તો વધારે દિવસો માટે માસિક આવ્યું. આ પ્રકારની ફરિયાદ ધરાવતી મહિલાઓની ઉંમર 30 થી 49 વર્ષની વચ્ચે છે તેમના પર નિષ્ણાંતો સતત નજર રાખી રહ્યા છે.

image source

આ વાત સામે આવ્યા બાદ ગાયનેકોલોજિસ્ટ એ મહિલાઓને અપીલ કરી છે કે રસી લીધા બાદ વધારે બ્લીડીંગ થવું કે માસિક સંબંધિત અન્ય કોઈ પણ સમસ્યા થાય તો તુરંત જ પોતાના ડોક્ટરનો સંપર્ક કરો. પરંતુ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રકારની આડઅસર ની વાત સાંભળી કોઇપણ મહિલાએ વેક્સિનેશન કરાવવાથી પીછેહટ કરવી ન જોઈએ. રસી લગાવી ખૂબ જ જરૂરી છે. જો કે રાહતની વાત એ છે કે જે ચાર હજાર મહિલાઓને આ સમસ્યા થઈ રહી છે, તેમાંથી કોઈપણ ની હાલત ગંભીર નથી તે તમામ સામાન્ય જીવન જીવી રહી છે. તેમ છતાં ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version