વડાપ્રધાન મોદીના વિદેશ યાત્રામાં સાથે દેખાતી મહિલાની ઓળખ થઈ છતી, કરે છે આ કામ

ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એર મજબૂત વૈશ્વિક નેતાની છબી ધરાવે છે, અને તેઓ ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમની સાથે ચોક્કસપણ એક મહિલા જોવા મળે છે , જેની સાથે પીએમ મોદીની તસ્વીરો ઘણી સોશિયલ મીડિયા પર જોવા મળે છે, તો ચાલો જાણીએ કે આખરે પીએમ મોદી સાથે અવારનવાર જોવા મળતી આ મહિલા છે કોણ?

image soure

આ મહિલાનું નામ ગુરદીપ કૌર ચાવલા છે, અને અમેરિકા સ્થિત અમેરિકન ટ્રાંસલેટર એસોસિએશનના તેઓ સભ્ય છે. તે ફેડરલ મામલાના અને કેસોના પણ અનુવાદક તરીકે કામ કરે છે. તેઓ અર્થઘટન, અનુવાદ અ્ને સુપિરિયર કોર્ટની ભાષા મામલે પણ કામ કરે છે. આ મહિલા માત્ર મોદી જ નહીં પરંતુ, ઓબામા, ટ્રુડો અને પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન ઈન્દિરા નૂયી સાથે પણ જોવા મળ્યા છે.

લોકસભામાં અનુવાદક તરીકે કરી હતી કરિયરની શરુઆત

image source

ગુરદીપ કૌરે લોકસભામાં એક અનુવાદક તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી. તેમણે ઘણા વિદેશી નેતાઓ માટે પીએમ મોદીના ભાષણોનું હિન્દીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું છે. આ સિવાય તે ઘણી ભાષાઓના જાણકાર પણ છે. તેમના લગ્ન 1996માં થયા જેના પછી તે અમેરિકામાં સ્થાયી થયા છે.

2010માં ઓબામા સાથે કરી હતી ભારત યાત્રા

image source

2010માં ગુરદીપ કૌર ચાવલાએ તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની સાથે ભારતની મુલાકાત લીધી અને કામ કર્યું હતું.

પીએમ મોદીના કાર્યક્રમમાં પણ થઈ સામેલ

image source

પીએમ મોદીના અમેરિકા વિઝિટના કાર્યક્રમ દરમિયાન તે તેમના મેડિસન સ્કવેરના પ્રોગ્રામમાં પણ સામેલ થઈ હતી. આ જગ્યાએ પણ તેણે અનુવાદક તરીકેનું કામ કર્યું હતું. આમ આ મહિલા એક અનુવાદક તરીકેનું કામ કરે છે અને વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓ સાથેની મુલાકાતમાં પીએમ મોદીના ભાષણનું અનુવાદન કરે છે.