બહેરીન, લિકટેંસ્ટાઈન સહિતના દેશોમાં પણ ભારતની સાથે જ છે 15 મી ઓગસ્ટનો દિવસ, જાણો કામની વાત

Happy Independence Day 2021 : ભારત દેશ 15 ઓગસ્ટ 2021 ના રોજ 75 મુ સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો છે. 1947 માં આજના દિવસે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકી એકનો જન્મ થયો હતો. અને ભારતને 200 વર્ષ બાદ અંગ્રેજી શાસનમાંથી મુક્તિ મળી હતી. આ વર્ષે દિલ્હીમાં લાલ કિલ્લાનું ઐતિહાસિક સ્મારક સ્વતંત્રતા દિવસની મેજબાની કરવા માટે તૈયાર છે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન ઘટે તે.માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. સાથે જ કોરોના સંક્રમણને રોકવા માટેના ઉપાયો પણ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર લાલ કિલ્લાના મુખ્ય દ્વાર બહાર લગભગ 15 થી 20 કન્ટેન્ટર લગાવ્યા છે.

image source

ભારતના અનેક સ્વતંત્રતા સેનાનીઓ જેના અતુટ ધૈર્ય અને દેશપ્રેમને કારણે બ્રિટિશ સામ્રાજ્યએ પાછળ હટવા મજબૂર બનવું પડ્યું હતું અને તે સેનાનીઓના સાહસ અને દેશપ્રેમ આપણને એક સમૃદ્ધ અને મજબૂત ભારત માટે કામ કરવાની પ્રેરણા આપે છે. આ સેનાનીઓમાં મોહનદાસ ગાંધી, રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને અન્ય સેંકડો અને હજારો સેનાનીઓ શામેલ છે. સ્વતંત્રતાનું આ પર્વ 15 મી ઓગસ્ટના રોજ ઉજવાય છે પરંતુ ભારત સિવાય પણ અમુક એવા દેશો છે કે જે દેશો પણ 15 મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા પર્વ મનાવે છે. તેના વિશે જરા વિસ્તૃત જાણીએ.

બહેરીન

image source

દિલમુન સભ્યતાની પ્રાચીન ભૂમિ બહેરીનની વસ્તીનો સંયુક્ત રાષ્ટ્ર સર્વેક્ષણ બાદ 15 મી ઓગસ્ટ 1971 ના દિવસે આ દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ ઔપનિવેશિક શાસકોથી સ્વતંત્રતા મળ્યા બાદ બહેરીન 16 ડિસેમ્બર ના રોજ પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવે છે. આ દિવસે પૂર્વ શાસક ઈસા બિન સલમાન અલ ખલીફા સિંહાસન પર બિરાજમાન થયા હતા. ઐતિહાસિક રૂપે બહેરીન દ્વીપ સમૂહ પર અરબ અને પોર્ટુગલ સહિતના દેશોનું શાસન હતું. ત્યારબાદ આ 19 મી શતાબ્દીમાં બ્રિટિશ શાસન આધીન આવી ગયું હતું.

કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય

image source

ભારત સિવાય કોંગો ગણરાજ્યએ 15 ઓગસ્ટ 1960 નંદિવસે ફ્રાન્સિસી ઔપનિવેશિક શાસકોથી સંપૂર્ણ રીતે સ્વતંત્રતા મેળવી હતી. આ મધ્ય આફ્રિકી દેશ 1880 માં ફ્રાન્સિસી શાસન આધીન આવી ગયો હતો અને પહેલા ફ્રાન્સિસી કોંગો સ્વરૂપે ઓળખાવા લાગ્યો. બાદમાં 1903 માં મધ્ય કોંગોના સ્વરૂપે ઓળખાવા લાવ્યો. ફૂલબર્ટ યુલુએ 1963 સુધી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે અહીં શાસન કર્યું હતું.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા

image source

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બન્ને 15 મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય મુક્તિ દિવસ ” જાપાન પર વિજય ” ના રૂપે મનાવે છે. દર વર્ષે 15 મી ઓગસ્ટના રોજ બન્ને દેશોમાં એ દિવસની ઉજવણી માટે રજા હોય છે. આ દિવસે અમેરિકા અને સોવિયેત સેનાએ કોરિયાના દશકાઓ જુના જાપાની કબ્જાને સમાપ્ત કરી દીધો હતો. 1945 માં આજના દિવસે કોરિયા પર જાપાનનું ઔપનિવેશિક શાસન દ્વિતીય વિશ્વયુદ્ધના આત્મસમર્પણ સાથે પૂરું થયું હતું. અસલમાં 1948 માં કોરિયા સોવિયેત સમર્થીત ઉત્તર અને અમેરિકા સમર્થીત દક્ષિણ વચ્ચે બે ભાગમાં વહેંચાઈ ગયું. દક્ષિણ કોરિયાને સત્તાવાર રીતે કોરિયા ગણરાજ્ય સ્વરૂપે નામીત કરવામાં આવ્યું છે.

લિકટેંસ્ટાઈન

naidunia
image source

લિકટેંસ્ટાઈન વિશ્વના સૌથી નાના દેશો પૈકી એક છે. આ દેશે 1966 માં જર્મન શાસનથી સ્વતંત્રતા મેળવી હતી અને 1940 થી 15 ઓગસ્ટને પોતાનો રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવી રહ્યો છે. 5 ઓગસ્ટ 1940 ના દિવસે લિકટેંસ્ટાઈનની રિયાસતની સરકારે સત્તાવાર રીતે 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરી. ઘણા લોકોને ખબર નહિ હોય કે તેમનાં માટે આ દિવસ 16 ઓગસ્ટ પ્રિન્સ ફ્રાંઝ જોસેફ દ્વિતીયના જન્મદિવસની નજીક જોડાયેલ છે જે 1938 થી લિકટેંસ્ટાઈનના રાજકુમાર હતા અને 1989 માં તેનું મૃત્યુ થયું હતું.