મુન્ના ભાઈ MBBSમાં હોસ્પિટલની નર્સ સાથે થયા હતા સર્કિટના લગ્ન, તો યુઝર્સે કહ્યું કે..

વર્ષ 2003માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ ખૂબ જ મોટી હિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં દરેક પાત્રએ પોતાનો દમદાર અભિનય બતાવ્યો જતો. પછી રમાં સર્કિટ તરીકે દેખાયેલા એકટર અરશદ વારસી હોય કે પછી મેડિકલ કોલેજના ડિન બનેલા અલ્ટીમેટ એકટર બમન ઈરાની. ફિલ્મમાં લોકોએ મુન્ના અને સર્કિટની જોડીને ખૂબ જ પસંદ કરી હતી પણ આજે અમે આ જોડી વિશે વાત નહિ કરીએ પણ એ જોડી વિશે વાત કરીશું જે ફિલ્મના અંતમાં જોવા મળી હતી એટલે કે સર્કિટ અને એમની પત્ની.

image source

સોશિયલ મીડિયા પર આ ફિલ્મ સાથે જોડાયેલ એક મીમ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં અરશદ વારસી ડોકટર નહોતા બની શક્યા પણ એમના લગ્ન મેડિકલ કોલેજની નર્સ સાથે જ થઈ ગયા હતા અને એમનો એક દિકરો પણ હતો.

image source

હવે આ મીમ વાયરલ થઈ રહ્યું છે જેને જોઈને ફેન્સ શોકડ છે. લોકોને ખબર નથી પડી રહી કે સર્કિટના લગ્ન જે છોકરી સાથે થયા હતા એ એ જ મેડિકલ કોલેજની નર્સ હતી જેમાં મુન્નાભાઈ અભ્યાસ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર મીમ વાયરલ થઈ રહ્યું છે જેના પર લખ્યું છે કે તમે કેટલા વર્ષના હતા જ્યારે તમને એ ખબર પડી કે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં સર્કિટના જે છોકરી સાથે લગ્ન થયા હતા એ મેડિકલ કોલેજની નર્સ હતી.

image source

આ ફિલ્મમાં સંજય દત્તે એક ગેંગસ્ટરનો રોલ કર્યો હતો જે પોતાના પિતાને ખુશ કરવા માટે એમબીબીએસની ડીગ્રી લેવા માંગે છે. ફિલ્મમાં સર્કિટન નામનો એમનો એક સાથી પણ હતો જે દરેક કામમાં મુન્નાભાઈની સાથેનો સાથે જ દેખાતો હતો. સર્કિટનો રોલ બૉલીવુડ એકટર અરશદ વારસીએ ભજવ્યો હતો જે એક આઇકોનીક કેરેકટર બની ગયું હતું.

image source

સંજય દત્ત અને અરશદ વારસીની જોડીએ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં જોરદારની જોડી જમાવી હતી અને એ સાથે અમુક ડાયલોગ પણ આ ફિલ્મના હીટ રહ્યા હતા. ઘણા એવા ડાયલોગ છે, જે આજે પણ લોકોને જીભ પર ચડી આવે છે. સંજય દત્તની આ ફિલ્મ હીટ રહેવાનું એક કારણ એ પણ હતું કે, આ ફિલ્મની સ્ટોરી મેડીકલ સ્કુલ રીલેટેડ હતી અને આજની ડેટમાં પણ આ ફિલ્મ જોવાની એટલી જ મજા આવે છે.

image source

મુન્નાભાઈની ફિલ્મના આમ તો બે પાર્ટ આવ્યા છે અને એ બંને પાર્ટ ફરી-ફરીને જોવા ગમે એવા છે. જેના ફર્સ્ટ પાર્ટમાં ‘મુન્નાભાઈ MBBS’નું નામ રાખીને ફિલ્મ બનાવવામાં આવી હતી અને સેકન્ડ પાર્ટનું નામ ‘લગે રહો મુન્નાભાઈ’ રાખવામાં આવ્યું હતું. આ બંને ફિલ્મના પાર્ટ એટલા હીટ રહ્યા હતા કે, સંજય દત્તની કારકિર્દીમાં એક નવો વળાંક પણ આવ્યો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!