ભરુચના યુવાન અને અમદાવાદની યુવતીની અમર થઈ ગઈ પ્રેમ કહાની, જુઓ શું છે ઘટના

આપણે ફિલ્મો અને સીરીયલોમાં એવી એવી પ્રેમ કહાનીઓ જોઈએ છીએ કે તેને જોઈને લાગે કે આવું તો રીયલ લાઈફમાં શક્ય જ નથી. પરંતુ કુદરત આપણને ક્યારેક એવી ઘટનાઓથી પણ વાકેફ કરાવે છે કે જેને જોઈ લાગે કે ખરેખર પ્રેમ આને કહેવાય આવી જ એક ઘટના ગુજરાતમાં જ બની છે. આપણે ગુજરાતીઓ લાગણી અને પ્રેમથી જીવન જીવવાવાળા લોકો તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છીએ. આપણે ત્યાંથી મહેમાન પણ ભુખ્યા જાય નહીં તેવી પ્રેમાળ સંસ્કૃતિ આપણી છે. તેવામાં જે ઘટના પ્રકાશમાં આવી છે તેણે પણ આવા જ ઉત્કૃષ્ઠ પ્રેમની ઝાંખી કરાવી છે.

image source

ઘટના બની છે હકીકતમાં બની છે કાળજું કંપાવે તેવી પરંતુ આ ઘટનામાં એ પણ જોવા મળે છે કે જ્યારે પ્રેમ છલોછલ હોય તો મૃત્યુ પણ કોઈ વ્યક્તિની યાદ અને તેની નિશાનીને છીનવી શકતું નથી. આ વાત છે ભરુચના યુવાન અને અમદાવાદની યુવતીની. બંને થોડા વર્ષો પહેલા કેનેડામાં મળ્યા હતા. સમય જતાં તેમની મિત્રતા થઈ અને મિત્રતામાંથી પ્રેમ પાંગર્યો. આજથી 9 મહિના પહેલા બંનેએ લગ્ન કરી લીધા. જો કે હાલ દુનિયાભરમાં ફેલાયેલી મહામારીએ જ્યારે ભરુચમાં રહેતા યુવાનના પિતાને ચપેટમાં લીધા તો દીકરો લંડનથી તાબડતોપ ભરુચ આવી પહોંચ્યો.

image source

પિતાની સેવા કરતો પુત્ર પણ કોરોનાથી બચી શક્યો નહીં અને તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. કોરોના સંક્રમિત થયા બાદ યુવાનની હાલત ખરાબ થવા લાગી. તેના શરીરના અંગો ખરાબ થવા લાગ્યા અને ડોક્ટર આ આશાસ્પદ યુવાન કે જેના લગ્ન 9 મહિના પહેલા જ થયા હતા તેને બચાવવા દિવસ રાત એક કરવા લાગ્યા. તે દરમિયાન તેની પત્ની જાણે કાળને પામી ગઈ હોય તેમ તેણે ઈચ્છા વ્યક્ત કરી કે તે તેના પતિ થકી બાળક ઈચ્છે છે. પરંતુ દર્દીને કોરોના હોવાથી તેના શરીરમાંથી સ્પર્મ લેતા પહેલા હાઈકોર્ટની મંજૂરી લેવી પડે.

image source

આ પ્રક્રિયા માટે પણ યુવતી તૈયાર થઈ અને તેણે પતિના સંતાનની માતા બનવા હાઈકોર્ટની પરવાનગી માંગી. હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ અને કોર્ટે ડોક્ટરોને દર્દીના સ્પર્મ લેવા મંજૂરી આપી. કોર્ટનો ઓર્ડર 20 તારીખે ડોક્ટરોને મળ્યો અને ડોક્ટરોએ દર્દીના સ્પર્મ સેમ્પલ લઈ સ્ટોર કરી લીધા. મંગળવારે આ પ્રક્રિયા થઈ અને બુધવારે મોડી રાત્રે યુવાને અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાથી યુવતીએ તેના પતિને તો ગુમાવી દીધો પરંતુ તેની અંતિમ નિશાની તેના ખોળામાં રમી શકે તે માટેની તૈયારી તેણે કરી લીધી.

image source

ડોક્ટરોના જણાવ્યાનુસાર જ્યારે યુવતી ગર્ભધારણ માટે તૈયાર હશે ત્યારે તેમાં તેના પતિના સ્પર્મના પ્રત્યારોપણની પ્રક્રિયા કરવામાં આવશે જેથી તે તેના પતિના અવસાન પછી પણ તેની અંતિમ નિશાનીને જીવનભર સાથે રાખી શકશે. આ ઘટનામાં પતિએ સ્પર્મ લીધાની ગણતરીની જ કલાકોમાં અંતિમ શ્વાસ લીધા હોવાથી પત્ની અને તેના પરીજનો રીતસર ભાંગી પડ્યા હતા. જો કે તેમના દીકરાની અંતિમ નિશાની તેમના પરિવારમાં આવશે તે વાત સાથે તેમણે દીકરાને ભારે હૃદયે વિદાઈ આપી હતી.