બિગ બોસ સિઝન 13 ખતમ થયા પછી #sidnaazના પ્રેમની ખૂબ ચર્ચા રહી. જ્યાં સુધી શો ચાલ્યો ત્યાં સુધી તો દર્શકોએ બંનેની સુંદર કેમેસ્ટ્રીને એન્જોય કરી જ પણ જ્યાંરે સિદ્ધાર્થ શુકલા અને શહનાઝ ગિલ શોની બહાર આવ્યા તો પણ ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા બન્નેના લગ્નને લઈને સવાલ પૂછતાં રહેતા હતા.
સિદ્ધાર્થ શુકલાની જિંદગીમાં ઘણી છોકરીઓ આવી અને ઘણી ગઈ પણ જે જગ્યા શહનાઝ ગિલે સીડના દિલમાં બનાવી એ ખૂબ જ ખાસ હતી. બહુ ઓછા લોકો જાણે છે કે શહનાઝ ગિલ એકટર સિદ્ધાર્થ શુકલા સાથે લગ્ન કરવા માંગતી હતી. એક રિપોર્ટ અનુસાર અબુ મલિકે જણાવ્યું છે કે શહનાઝ ઈચ્છતી હતી કે એ સિડને લગ્ન માટે રાજી કરે.
અબુ મલિકે જણાવ્યું કે મને લાગે છે જે આ લોકડાઉનના એક દિવસ પહેલાની વાત છે જ્યારે શહનાઝ ગિલે મને આ વિશે જણાવ્યું હતું. એટલું જ નહીં સિદ્ધાર્થ શુક્લાએ પણ અબુને એ વિશે જણાવ્યું હતું કે જો એક પણ દિવસ શહનાઝ એનાથી નારાજ થઈ જાય છે તો એમનો દિવસ સારો નથી જતો. તમને જણાવી દઈએ કે અનુ માલિકના ભાઈ અબુ મલિક પણ બોગ બોસ હાઉસનો ભાગ રહ્યા હતા.
બધા જ જાણવા માંગે છે કે સિદ્ધાર્થ શુકલાના મોત પછી એક્ટ્રેસનું શુ રિએક્શન છે. ફેન્સ એમની હાલત વિશે જાણવા માંગે છે. એક રિપોર્ટ અનુસાર શહનાઝ ગિલ એમના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હતી જ્યારે એમને સિદ્ધાર્થના મોત વિશે ખબર પડી..
40 વર્ષના સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ તેની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ કૌર ગિલ પહેલી વખત જોવા મળી છે. સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ દરેક લોકો જાણવા માંગતા હતા કે શહનાઝ ગિલની હાલત કેવી છે. હવે જ્યારે શહેનાઝ ગિલની તસવીર બહાર આવી છે, ત્યારે તેને જોયા પછી દરેકની આંખો ભીની છે. શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લાને અંતિમ વિદાય આપવા માટે બેભાન હાલતમાં પહોંચ્યા છે. શહેનાઝ ગિલ તેના સંવેદનામાં બિલકુલ દેખાતી નથી, તેનો ભાઈ શાહબાઝ તેને વારંવાર સહારો આપી રહ્યો છે.
SidNaaz never end.. SidNaaz always be with us in our heart.. 🙂💔
Why Sidharth why.. Hurt ho rahi hai sab fans.. Wapas aao 💔🙂 pic.twitter.com/ISYX8nvb3X— Ishita (SidNaaz Lover) 💎 (@SidNaaz_is_Love) September 2, 2021
જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે તેમાં જોવા મળે છે કે શહનાઝ ગિલ તેના હોશમાં નથી. એક વીડિયોમાં શહેનાઝ ગિલ કારની અંદરની સીટ પર બેભાન હાલતમાં બેઠો છે અને તેનો ભાઈ શાહબાઝ તેનો હાથ પકડી રહ્યો છે. કોઈએ વિચાર્યું નહોતું કે તે ક્યારેય શહનાઝને આ હાલતમાં જોશે.