પતિ-પત્નીના પ્રેમનો અનોખો દાખલો, હાઈકોર્ટના આદેશ બાદ પતિના સ્પર્મ લેવાયા

રાજ્યના વડોદરા શહેરમાં એક ચોંકાવાનારો કેસ સામે આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના સ્પર્મ લેવા બાબતે સર્જાયેલો વિવાદ છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે સામે આવેલી માહિતી અનુસાર આ કેસમાં પત્નીના પ્રેમને જીત મળી છે અને મહિલાની અરજી બાદ હાઇકોર્ટને પણ મંજૂરી આપી છે.

image source

આ કેસ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મોત સામે જજુમી રહેલા એક યુવકના સ્પર્મ લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્પર્મ કોર્ટના આદેશ બાદ લેવાયા છે અને હવે IVFની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે વાત કરતા સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર અનિલકુમાર નામ્બિયાર, ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર અને મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ વિભાગના ડો. મયૂર ડોડિયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને મસગ્ર ઘટના અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હાઇકોર્ટના હુકમ બાદ 20 જુલાઇના રોજ સાંજે 5:09 કલાકે હાથમાં આવ્યા બાદ સાંજે 7:30 કલાક પછી દર્દીના સ્પર્મ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને Testicular Spem Extraction પદ્ધતિથી દર્દીના સ્પર્મ લઇ લેવામાં આવ્યા છે અને હાલ એને વડોદરાની લેબમાં સ્ટોર કરવામાં આવ્યા છે.

image source

આ અંગે હોસ્પિટલની ટીમે વધુમાં કહ્યું કે, મેડિકલ પ્રક્રિયા માટે જરૂરી પરવાનગીની દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી દર્દીની અચેતન અવસ્થા અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની ડોક્ટર્સ ટીમ દ્વારા સ્પર્મ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અંગે સામે આવેલી વીગતો અનુસાર આહીં સારવાર લઇ રહેલા દર્દીને મલ્ટીઓર્ગન ફેલ્યોરની સમસ્યામાં સઘન સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સારવાર લઈ રહેલા દર્દીના બચવાની શક્યતા નહીંવત હતી. જેને લઈને પરિવારજનોને આ બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યાં છે.

image source

આ ઉપરાંત હોસ્પિટલ દર્દીની મંજૂરી વગર સ્પર્મ લઇ શકતી નથી, ત્યાર બાદ આ મામલો હાઇકોર્ટેમાં પહોંચ્યો હતો અને તેના હુકમ બાદ સ્પર્મ લઇ લેવામાં આવ્યા છે. નોંધનિય છે કે, કોર્ટના આદેશ બાદ દર્દીના સ્પર્મનો ઉપયોગ કરીને આઇ.વી.એફ. ટ્રીટમેન્ટની પ્રક્રિયા કરવામાઁ આવશે. આ અંગે હોસ્પિટલની ટીમે વધુ માહિતી આપતા કહ્યું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ માટે આ પહેલો કેસ છે. તેમણે કહ્યું કે, અમે કોર્ટના ઓર્ડર પહેલાં જ દર્દીના સ્પર્મ લેવા માટેની તૈયારી કરી દીધી હતી. જેવો કોર્ટનો ઓર્ડર આવ્યો એટલે અમે તુરંત જ દર્દીના સ્પર્મ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નોંધનિય છે કે, સ્પર્મ લેવાની પ્રક્રિયા સમયે દર્દીને બ્લીડિંગ પણ થઇ શકે છે. એ વાત અમે દર્દીનાં સંબંધીઓને જાણ કરી હતી.

તેમણે જણાવ્યું કે હાલમાં હોસ્પિટલની અંદર દર્દીનાં સગા સંબંધીઓ સાથે જ છે.

image source

તમને જમાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં આ રીતનો અનોખો કેસ સામે આવ્યો. જેમા પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. નોંધનિય છે કે આ યુવતીનો પતિ કોરોના પોઝિટિવ આવતાં તેમના બચવાની આશા હતી જેથી અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટના આદેશ બાદ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના સ્પર્મ લેવામાં આવ્યા હતા.