બિગ બોસ 15માં એન્ટ્રી કરી શકે છે નિધિ ભાનુશાલી? રોનીત રોયનો પણ કરાયો છે સંપર્ક

સલમાન ખાન હોસ્ટ કરે એ શો બિગ બોસ 15ના ઘરમાં પ્રવેશ કરનાર સંભવિત લોકો વિશે અલગ અલગ ખબરો સામે આવવા લાગી છે. અત્યાર સુધી ઘણા લોકોના નામ પર અટકળો લાગવાઈ ચુકી છે. કોઈના પણ નામ પર કોઈ ઓફિશિયલ એનાઉસમેન્ટ નથી થઈ. હવે એવી ખબર આવી રહી છે કે શો માટે નિધિ ભાનુશાલી અને રોનીત રોયને અપ્રોચ કરવામાં આવ્યા છે. હજી સુધી બન્ને તરફથી કોઈ રિએક્શન નથી આવ્યું.

image source

જણાવવામાં આવી રહ્યું છે કે રોનીત રોય સાથે વાતચીત ચાલી રહી છે. રોનીત રોય ઉડાન, કસોટી જિંદગી કી સિરિયલ અને સૈનિક અને હલુચલ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. એમને ઘણી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. રોનીત રોય ટીવી અને બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. એમને શોમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે જોઈ શકાય છે.

image source

મળેલી માહિતી અનુસાર તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં સોનુનું પાત્ર ભજવનારી જાણીતી એક્ટ્રેસ નિધિ ભાનુશાલીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર રુબીના દિલેક ફરી બીબી હાઉસમાં દેખાઈ શકે છે. કન્ટેસ્ટન્ટ તરીકે નહિ પણ ગેસ્ટ તરીકે દેખાઈ શકે છે. સપ્લીટ્સવિલામાં આવ્યા પછી ખૂબ જ પોપ્યુલરિટી મેળવનાર સિમ્બા નગપલની પણ બિગ બોસ 15માં હોવાની શક્યતાઓ છે. સિમ્બા નાગપાલ હવે શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી દેખાઈ રહ્યા છે. આ શો સાથે રુબીના પણ જોડાયેલી ચર એ આ શોમાં સૌમ્યા સિંહનું પાત્ર ભજવી રહી છે. એક્ટ્રેસ બિગ બોસ14ની વિનર રહી ચુકી છે.

image source

ચાલી રહેલી અટકળોનું માનીએ તો યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ કરણ કુન્દ્રાની પણ શોમાં એન્ટ્રી થઈ શકે છે. તુજસે હે રાબતાની અભિનેત્રી રિમ શેખ પણ રિયાલિટી શોમાં દેખાઈ શકે છે તેવી શક્યતાઓ છે. એ સિવાય અર્જુન બીજલાની જે હાલ ખતરો કે ખિલાડી 11માં દેખાઈ રહ્યા છે એ પણ કન્ટેસ્ટન્ટ બની શકે છે. રિયા ચક્રવર્તી સન્યા ઈરાની, મહિકા શર્મા, માનવ ગોહિલ, ટીના દત્તા, બરખા દત સાથે પણ વાતચીત ચાલી રહી છે. જો કે શોમાં કોણ હશે એ હજી નક્કી નથી થયું..

image source

નિધિ ભાનુશાળીની ઘણી તસવીરો અને વીડિયો પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા નિધિ ભાનુશાળીનો એક બિકીની વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે જંગલની વચ્ચે એક તળાવમાં સ્નાન કરતી જોવા મળી હતી. આ પછી પણ, તેણે બીચ વીડિયો શેર કર્યો. આ પહેલા પણ તેના બિકીની વીડિયો વાયરલ થયા હતા. નિધિના ઘણા ચાહકો તેને યુટ્યુબ ચેનલ ચલાવવાની વિનંતી પણ કરી રહ્યા છે, જેથી તે તેના વિડીયોને વિગતવાર જોઈ શકે. નિધિ ભાનુશાળી લાંબા સમયથી નવી જગ્યાએ ફરતી રહે છે.

તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાળી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા એટલે કે આત્મારામ ભીડેની પુત્રી સોનુનું પાત્ર ભજવતી હતી. સોનુ ટપ્પુ સેનાનો સૌથી હોંશિયાર મેમ્બર છે. હવે આ પાત્ર પલક સિધવાની ભજવી રહી છે. નિધિ અને પલક પહેલા ઝીલ મહેતાએ આ પાત્ર ભજવ્યું હતું.