શું તમારેે ગુજરાતમાં એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવુ છે? તો જલદી વાંચી લો કેવી રીતે કરી શકશો મુસાફરી

ગુજરાતમાં આંતર જિલ્લા વાહનવ્યવહાર માટે આવ્યાઆ મોટા સમાચાર – આ રીતે કરી શકશો મુસાફરી

image source

ગઈ કાલે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4ની છૂટછાટને લઈને મહત્ત્વનું જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને કેટલીક છૂટછાટો હેઠળ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. અને દરેક રાજ્ય સરકારને તેમની અનુકુળતા પ્રમાણે માર્ગદર્શિકાઓ બનાવવા માટેની છૂટ આપવામાં આવી છે. ગઈ કાલે જ ગુજરાત સરકારે તે અંગે કેટલાક નિયમો બહાર પાડ્યા છે.

19મી મેથી સમગ્ર રાજ્યમાં અમદાવાદ તેમજ સુરતને બાદ કરતાં ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે અને તેને લઈને સમગ્ર રાજ્યમાં સામાન્ય જીવન ફરી ધબકતું થઈ રહ્યું છે. નિયમો પ્રમાણે સવારના 8થી બપોરે 4 સુધી દુકાનોને ઓડ ઇવનના ધોરણે ચાલુ કરવામાં આવશે, તેમજ ઓફિસોને પણ ચાલુ કરવામા આવશે. સામાન્ય વ્યવહારો કોઈ પણ જાતની પરમિશન વગર ચાલુ રાખી શકાશે. જો કે સાંજના 7થી સવારના 7 સુધી કર્ફ્યૂનું કડક પાલન કરવાનું રહેશે.

image source

લગભગ 55 દિવસના લોકડાઉનના કારણે માવા તેમજ પાન મસાલાના બંધાણીઓએ ભારે સહન કરવાનો વારો આવ્યો હતો. અ જેવી જ ગઈ કાલે સાંજે તેને ખોલવાની જાહેરા કરવામાં આવી કે તરત જ બંધાણીઓના જીવમાં જીવ આવ્યો હતો. અને આજે જ્યારે પાન મસાલાની દૂકાનો ખૂલી છે ત્યારે દૂકાનો પર સવારના પહોરમાં લાંબી કતારો જોવા મળી હતી. જો કે જાહેરનામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પાનની દૂકાને ટોળા થવા જોઈએ નહીં લોકોએ પોતાની ખરીદી કરીને તરત જ ત્યાંથી રવાના થઈ જવું.

image source

સામાન્ય લોકો માટે બીજો મહત્ત્વનો પ્રશ્ન આંતર જિલ્લા પરિવહનનો રહ્યો છે. તે વિષે પણ રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે. અને જણાવ્યું છે કે લોકો પોતાના પ્રાઇવેટ વાહનમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશે પણ તે સાથે શરત પણ રાખવામાં આવી છે કે ટેક્સી કે પછી કારમાં બેથી વધારે પેસેન્જર મુસાફરી કરી શકશે નહીં. આ નિયમ પાળવાની શરતે તમે બેરોકટોક મુસાફરી કરી શકશો. જોકે તમે કોઈ પણ જિલ્લાના જાહેર કરવામાં આવેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પ્રવેશ કરી શકશો નહીં.

image source

સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે પણ અમદાવાદ અને સૂરતને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો કે સરકારે એ વાત પર પણ ભાર મુક્યો છે કે આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે કેટલીક છૂટછાટો આપવી જરૂરી હતી અને માટે જ આ છૂટછાટો આપવામાં આવી છે. બીજીબાજુ કોરોના વાયરસની હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી પણ વધારે લાંબુ જો લોકડાઉન રાખવામાં આવે તો દેશને ઓર વધારે આર્થિક નુકસાન થઈ શકે તેમ છે માટે વ્યવહારો ચાલો કરવામાં આવ્યા છે અને કોરોના વાયરસની સાથે જ જીવવાની ટેવ પાડવા પર પણ ભાર આપવામાં આવ્યો છે. અને માટે જ સામાન્ય જનતાએ વાયરસ ફેલાય નહીં તે માટેની તકેદારીઓ રાખવી પડશે અને એક જવાબદાર નાગરીક બનવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત