કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું 23 વર્ષનું લગ્નજીવન ભંગાણના આરે, શું હવે પત્નીથી અલગ થઇ જશે?

હાલના સમયમાં ગુજરાત કોંગ્રેસ રાજકીય રીતે તો ચર્ચામાં છે જ પરંતુ થોડા દિવસથી રાજ્યના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના અંગત જીવનને લઈને પર ચર્ચાએ જોર પકડ્યું છે. તમને જણાવી દઈએ કે અચાનક ભરતસિંહ સોલંકીએ છાપામાં પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો આ નોટિસ અનુસાર તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં. આ નોટિસ છાપામાં આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી.

image source

નોંધનિય છે કે, ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના વૈવાહિક જીવનસાથી રેશમા પટેલ ‌‌‌‌‌‌સાથે અણબનાવનો મામલો હવે ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, લગભગ બે કરતાં વધુ દાયકા પહેલાં રેશમા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ભરતસિંહ સોલંકી ચારેક વર્ષથી લગ્નજીવનમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યો હતો. જે બાદ ભરતસિંહ સોલંકીએ પોતાનાં પત્ની મનસ્વી રીતે વર્તતાં હોવાની જાહેર નોટિસ પણ જારી કરી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે, 1998માં ભરતસિંહ સોલંકીએ તેમનાથી 24 વર્ષ નાની રેશમા પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. વર્ષ 1953માં જન્મેલા ભરતસિંહ સોલંકીએ વર્ષ 1977માં જન્મેલાં રેશ્મા સાથે લગ્ન કર્યા હતા. નોંધનિય છે કે, લગ્નગ્રંથિથી જોડાયા પહેલાં પ્રથમ લગ્ન વખતની પત્ની સાથે છૂટાછેડા મેળવીને બીજી વખતના વૈવાહિક જીવનનાં શરૂ કર્યું હતુ. નોંધનિય છે કે, રેશમા પટેલના વૈવાહિક જીવન દરમિયાન દેશ-વિદેશમાં અનેક જગ્યાએ સાથે ફરવા ગયા હતા.

image source

તો બીજી તરફ હાલ 67 વર્ષની વય ધરાવતા ભરતસિંહ પત્ની સાથેના અણબનાવની જાહેરાત કરતાં તેમનાં 23 વર્ષ લાંબું લગ્નજીવન ભંગાણના આરે છે. તમને જણાવી દઈએ કે ભરતસિંહ સોલંકી સાથે વૈવાહિક જીવન સાથે જોડાયેલાં રેશમા પટેલ રાજકીય મોરચે પણ તેમની સાથે સક્રિય રહ્યાં હતાં. નોંધિનય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં પણ રેશ્મા પટેલે આણંદ જિલ્લાના ઘણા વિસ્તારોમાં પ્રચારની જવાબદારી સભાળી હતી.

image source

તો બીજી તરફ પોતાના પતિના ચૂંટણીપ્રચાર માટે એકાદ-બે વર્ષ પહેલાં દરેક જગ્યાએ સાથે રહેતા હતા પરંતુ હાલમાં નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ચાર વર્ષથી તેઓ કહ્યામાં નથી તેમજ મનસ્વીપણે વર્તી રહ્યાં છે. આ બાબતે હાલમાં બોરસદ ખાતે આવેલાં બંને નિવાસસ્થાને તપાસ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. તો બીજી તરફ રેશમા પટેલે વર્ષ 2019 દરમિયાન તેમના ફેસબુક વોલ પર મૂકેલી પોસ્ટમાં પણ તેમના લગ્નજીવનમાં બધુ બરાબર ચાલતુ ન હોવાનો અણસારો મળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!