ગુજરાતનાં સૌથી લાંબા બ્રિજનું આજે ગૃહમંત્રી અમિત શાહના હાથે ઈ-લોકાર્પણ, જાણો કેટલો થયો છે ખર્ચ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ઝડપથી બાકી રહેલા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમદવાદમાં નવા બ્રીજના લોકાર્પણ બાદ હવે ગુજરાતના સૌથી લાંબા બ્રીજનું આજે ઉદ્ધાટાન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું 7 ઓગસ્ટના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. નોંધનિય છે કે, આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે.

image source

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ઈ-લોકાર્પણ કરશે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ માટે 194.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

image source

તમને જણાવી દઈએ કે, આ બ્રિજનું નિર્માણ બનાસકાંઠાના પાલનપુરથી ડીસા વચ્ચે કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, આ બ્રિજના લોકાર્પણ બાદ ડીસા શહેરમાંથી પસાર થતાં વાહનોને હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને તેમનો સમય પણ બચશે. તમને જણાવી દઈએ કે, 3.7 કિલોમીટર લાંબો આ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. જેનું આજે લોકાર્પણ થશે.

image source

તો બીજી તરફ સંસ્કારી નગરી વડોદરાના ખાતે દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાના લોકોને ભેટ આપી છે. તમને જણાવી દઈએ કતે, આ રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. એનો મતલબ એ કે, પ્રતિદિન 3 હજાર 930 યુનિટ વીજળી જનરેટ થશે અને આ હિસાબે એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે.

image source

તમને જણાવી દઈએ કે, આ ઉત્પન્ન થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. તો બીજી તરફ વડોદરા મહાનગર સેવાસદનને વર્ષે આવતો રૂપિયા 87 લાખનો વીજળી ખર્ચ બચી જશે. જેથી કોર્પેરેશનની તિજોરીને ફાયદો થશે.