ભારતની આ 13 અનોખી વાતો વિશે જાણીને તમને પણ લાગશે નવાઈ, ભારતનો રેકોર્ડ વિશ્વમાં ગુંજે છે

ભારત એક એવો દેશ છે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ પર એક સ્વર્ણિમ ઇતિહાસ ગુંથાયેલા છે. અનેક કિસ્સા અને કહાનીથી ભરપૂર અહીંના સ્થળો અને સ્થાપત્યો પણ ભારતમાં આટલી બધી સાંસ્કૃતિક અને કુદરતી વૈવિધ્યતા છે કે તમામ વિશે વર્ણન કરવું શબ્દોમાં શક્ય નથી. અહી આવા જ અમુક તથ્યો વિશે વાત કરવામાં આવી છે કે જેનાથી ભારતના ભૂગોળ અને લોકો વિશે તમને જાણવા મળશે.

1. કુંભમેળાની ભીડ:

image source

કુંભમેળાની ભીડ છેક અંતરિક્ષમાંથી પણ જોવા મળે છે. વર્ષ 2011માં સંગમના કાંઠે આયોજિત કુંભમેળામાં લોકોની એવી ભીડ એકઠી થઈ હતી કે આ ભીડ અવકાશમાંથી પણ જોવા મળી હતી. જેને જાણીને બધાને આશ્ચર્ય થયું હતું.

2. ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ:

ભારતમાં સૌથી મોટું ટપાલ નેટવર્ક છે જ્યાં 1,55,015 પોસ્ટ ઓફિસ છે. એક જ પોસ્ટ ઓફિસ લગભગ 7,175 લોકોને મદદ કરવા માટે તૈયાર છે. શ્રીનગરમાં દાલ તળાવની પોસ્ટ ઓફિસ દેશની એવી પોસ્ટ ઓફિસમાં શામેલ છે જે હવામાં તરતી હોય તેવી નજરે પડે છે. આની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી.

3. ચંદ્ર પર પાણીની શોધ:

image source

ભારતે સૌ પ્રથમ ચંદ્ર પર પાણીની શોધ કરી હતી. સપ્ટેમ્બર 2009ની વાત છે કે જ્યારે ભારતનાં ચંદ્રયાન નામના ઉપગ્રહએ પ્રથમ વખત ચંદ્રની ખનિજ પદાર્થ મેપરની મદદથી ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી.

4. વિશ્વમાં સૌથી વરસાદી સ્થળ ભારતમાં:

ભારતના મેઘાલય પ્રાંતની ખાસી પહાડો પર સ્થિત મૌસિનરામ નામનાં સ્થળે એટલો વરસાદ પડે છે કે તેની કલ્પના કરવી પણ અઘરી છે. અગાઉ આ રેકોર્ડ મેઘાલયના ચેરાપુંજીના નામે હતો.

5. બાંદ્રા-વરલી સમુદ્ર પાસે પૃથ્વીના વ્યાસ જેટલું સ્ટીલ લાગેલું છે:

image source

આ બ્રિજ બનાવવા માટે 2,57,00,000 કલાકનો સમય લાહયો હતો અને તેનું કુલ વજન 50,000 આફ્રિકન હાથીની બરાબર છે. તે માનવ કલાનો એક અનોખો નમૂનો છે.

6. વિશ્વનું સૌથી ઉંચુ ક્રિકેટ ગ્રાઉન્ડ:

આ ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલ પ્રદેશમાં ચૈલમાં આવેલું છે. આ એક એવી જગ્યા છે જ્યાં એક સૈન્ય શાળા પણ છે. તે વર્ષ 1893માં બનાવવામાં આવ્યું હતું અને તે 2,444 મીટરની ઉચાઇએ આખા વિશ્વનું સર્વોચ્ચ ક્રિકેટ ગ્રાઉન્ડ છે.

7. રાષ્ટ્રપતિનો અડધો પગાર:

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ માત્ર અડધો પગાર લેતા હતા. ડો.રાજેન્દ્ર પ્રસાદને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ માનવામાં આવ્યાં હતા. તેઓ જીવનભર જમીન સાથે જોડાયેલા રહ્યા. રાષ્ટ્રપતિને આપવામાં આવતા 10,000 પગારમાંથી તેઓ માત્ર 50 ટકા જ લેતાં હતા.

8. શેમ્પૂની શોધ:

image source

ભારતમાં શેમ્પૂની શોધ કરવામાં આવી છે તમને આ હકીકત જાણીને થોડું આશ્ચર્ય થયું હશે, કારણ કે પહેલા લોકો માટીથી વાળ ધોવામાં માનતા હતા પરંતુ શેમ્પૂ શબ્દ સંસ્કૃત ભાષા ચંપુ પરથી આવ્યો છે. ચંપૂ મસાજ સાથે સંકળાયેલ શબ્દ છે.

9. કબડ્ડી વર્લ્ડ કપ જીત:

ભારતની રાષ્ટ્રીય કબડ્ડી ટીમે આત્યાર સુધી રમાયેલ વર્લ્ડ કપો જીત્યા છે. વર્લ્ડ કપની વાત આવે એટલે બધાને ક્રિકેટની યાદ આવે છે કે પછી હોકીની. પરંતુ એ પણ હકીકત છે કે ભારતની પુરુષ અને મહિલા કબડ્ડી ટીમે અત્યાર સુધી યોજાયેલા તમામ વર્લ્ડ કપ જીત્યા છે.

10. અંગ્રેજી બોલનારાઓની સંખ્યા:

વિશ્વમાં અંગ્રેજી બોલનારાઓની સંખ્યા ભારતમાં બીજા ક્રમે છે. હવે તેને બ્રિટીશનો પ્રભાવ અથવા અંગ્રેજી બોલવાથી સારી નોકરીઓ મળે છે તેવી વાતો લોકો કહી રહ્યા છે. અંગ્રેજી બોલનારા લોકોમાં ભારત અમેરિકા પછી બીજા ક્રમે આવે છે

image source

11. સ્વિટ્ઝરલેન્ડમાં વિજ્ઞાન દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને સમર્પિત:

કલામ સાહેબનું સન્માન ફક્ત આપણા દેશમાં જ નથી પરંતુ આખા વિશ્વમાં તેમના ચાહકો છે. 26 મે ત્યાં વિજ્ઞાન દિવસ તરીકે મનાવામાં આવે છે.

12. સાયકલ પર રોકેટ:

ભારતનું પહેલુ રોકેટ સાયકલ પર લઈ જવામાં આવ્યું હતું. ભારતનું આ પહેલુ રોકેટ એટલુ બધુ હલકૂ હતું કે તેને સાઇકલ પર મૂકીને પછી તેને લોંચિંગ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું.

13. હાથીઓ માટે સ્પા

ભારતમાં હાથીઓ માટે સ્પા બાથની વ્યવસ્થા છે. ભારતમાં હાથીઓને ધાર્મિક રૂપે માન્યતા આપવામાં આવે છે. અહીં લોકો તેની તરફ ખૂબ આદરથી જુએ છે. કેરળમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં હાથીઓને સ્પા બાથ આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!