આજની પોઝિટિવ સ્ટોરી: આ બ્રેકિંગ ન્યુઝ નથી પણ મેકિંગ ન્યુઝ છે. એવા સમાચાર જે કશુંક નવું બનાવે છે, નવું સર્જે છે…

આજે ગુજરાતના ઘણાં શહેરો-નગરો અને ગામોમાં અખબારો આવ્યાં નથી, તેથી અમે સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા

ગઈ કાલના અને અત્યાર સુધીના કરોના સંબંધિત સમાચારો મિત્રો સાથે વહેંચી રહ્યા છીએ. અમે એવા સમાચારો જ પસંદ કર્યા છે જે સમાચાર જાણીને તમે પ્રસન્નતા અને રાહતનો અનુભવ કરો.

image source

આ બ્રેકિંગ ન્યુઝ નથી પણ મેકિંગ ન્યુઝ છે. એવા સમાચાર જે કશુંક નવું બનાવે છે, નવું સર્જે છે…

1. સમગ્ર દેશમાં હવાના પ્રદુષણમાં ભારે ઘટાડો થતાં લોકોને શુદ્ધ ઓક્સિજન મળવા લાગ્યો છે. કોરાના વાઇરસની ચેનલ તોડવાના ભાગરૃપે ભારતનાં મોટા ભાગનાં શહેરો-નગરોમાં લોકઆઉટ છે. કરોડો વાહનો થંભી ગયાં છે. અમદાવાદમાં હવાના પ્રદુષણનો ગ્રાફ 64 ટકા નીચે આવ્યો હતો જે વિક્રમજનક છે. ધ્વનિ પ્રદુષણ પણ અકલ્પનીય રીતે ઘટ્યું છે. નવી દિલ્હી, મુંબઈ, કોલકોત્તા, લખનૌ, ચંદીગઢ, હૈદરાબાદ, ઈન્દોર, રાંચી, ચેન્નાઈ વગેરે શહેરોમાં પણ હવાનું પ્રદુષણ ઘટતાં લોકોએ રાહતની સાથે સાથે ચોખ્ખી હવાનો શ્વાસ લીધો હતો. જેમ કોઈ દરદ કે દવાની આડઅસર હોય છે તેમ તેનો આડ ફાયદો પણ હોય છે. આવા તો અનેક આડા અને સીધા ફાયદા અનુભવાઈ રહ્યા છે.

image source

2. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આશા વ્યક્ત કરી છે કે કોરોનાનો અસરકારક સામનો ભારત દેશ કરી શકશે. ભારતે સ્મોલ પોક્સ અને પોલિયોને નાબૂદ કરવામાં વિશ્વનું નેતૃત્વ કર્યું હતું તેે જ રીતે કોરોનાને નાબૂદ કરવામાં પણ તે નેતૃત્ત્વ લેશે. ભારતમાં ખૂબ જ ક્ષમતા છે. WHOના કાર્યકારી નિર્દેશક ડોક્ટર માઈકલ જે રેયોને કહ્યું કે ચીનની જેમ ભારત વધુ વસ્તી ધરાવતો દેશ છે અને તેનાં દૂરગામી પરિણામ એ વાત ઉપર નિર્ભર કરે છે કે વધુ વસ્તી ધરાવતા દેશ શું પગલા ભરે છે. એ ખૂબ જ જરૂરી છે કે ભારત સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે જે આક્રમક નિર્ણયો લે છે તે ચાલું રાખે.

image source

3. ચીન તરફથી કોરોના વાઈરસના સંક્રમણને લઈને સારા સમાચાર આવ્યા છે. ચીને કહ્યું છે કે કોરોના પોઝિટિવ કેસમાંથી 90 ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોના વાઈરસની શરૂઆત જ ચીનથી થઈ હતી અને ત્યા 81 હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેમાં 3227 લોકોનાં મૃત્યુ થયાં છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓ રિકવર થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ નિવેદનમાં જણાવાય મુજબ હાલ ચીનમાં માત્ર 5120 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 81093 દર્દીઓમાંથી 72703 દર્દીઓ સાજા થઈ ગયા છે. હુબઈ કે જ્યાંથી વાઈરસની શરૂઆત થઈ હતી ત્યાંથી એક પણ નવો દર્દી નોંધાયો નથી.

image source

4. ભારતના 84 ટકા લોકોએ અભિપ્રાય આપ્યો છે કે કોરોના સામે ભારત સરકાર સુંદર અને અસરકારક કામ કરી રહી છે. ભારતનાં તમામ રાજ્યોની સરકારોએ પણ કોરાના સામે યુદ્ધના ધોરણે તાત્કાલિક અનેક પગલાં ભર્યાં છે. અનેક રાજ્યો અને શહેરોને લોકઆઉટ કરાયાં છે. પંજાબ જેવાં રાજ્યોએ કર્ફયુ લાદી દેતાં સ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી રહી છે. મોટાં ઔદ્યોગિક ગૃહોએ કોરોનાની તબીબી સારવાર માટે હોસ્પિટલો, વેન્ટિલેટર સહિતની જુદી જુદી જાહેરાતો કરી છે. જો ભારતનાં તમામ ઉદ્યોગગૃહો અને પૈસાપાત્ર લોકો ઉદાર હાથે સખાવતો કરશે તો ખૂબ ઝડપથી કોરોનાને હરાવી શકાશે તેવી આશા બંધાઈ છે.

image source

5. પક્ષીઓના વિશ્વના ખૂબ સારા સમાચાર છે. કરોડો વાહનો થંભી જતાં શહેરોની હવા શુદ્ધ થઈ જતાં લાખો પક્ષીઓનો કલશોર પુનઃ સ્પષ્ટ સંભળાવા લાગ્યો છે. કબૂતરો, ચકલી, કોયલ, કાબર, કોયલ, કાગડો, પોપટ, મોર, હોલો, કનકવો, બુલબુલ, ફૂલસુંઘણી, મેના વગેરે પક્ષીઓને ખુલ્લું આકાશ મળી ગયું હતું. તેઓ સવાર પડતાં જ અવનવા અવાજો કરવા લાગે છે. ઘણાં પક્ષીઓ સવાર પડતાં જ આનંદમાં આવી જાય છે. એક કબૂતરે પોઝિટિવ મીડિયાને જણાવ્યું હતું કે અનેક વર્ષો પછી અમને આવું શુદ્ધ વાતાવરણ મળ્યું છે તેનો અમને આનંદ છે. અમે લોકોનો આભાર માનીએ છીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે માનવજાતને કોરોનાની મહામારીથી બચાવે. એક પોપટે કહ્યું હતું કે માણસજાત અમારી વધારે નજીક હોય તેવું અમને લાગી રહ્યું છે.

image source

કોરાનાને લગતા આવા હકારાત્મક સમાચારો અમે આપને નિયમિત પહોંચાડતા રહીશું.

આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો.

ભારત કોરોનાની આ મહામારીને ચોક્કસ જ હરાવી શકશે તેવો મને પાકો વિશ્વાસ છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત