આ પુરુષ નર્સે તો બહુ ભારે કરી, અધધધ…દર્દીઓને ઝેરનું ઇન્જેક્શન આપી ઉતારી દીધા હતા મોતને ઘાટ

હોસ્પિટલમાં સેવા કરતા નર્સની એ જવાબદારી હોય છે કે તે દર્દીની સંભાળ રાખે અને તેને સ્વસ્થ થવામાં મદદ કરે. પરંતુ જો નર્સ જ દર્દીના મૃત્યુનું કારણ બને તો ? તમને ભલે માનવામાં ન આવે પણ આવી હકીકત ધરાવતી એક ઘટના વાસ્તવમાં ઘટી છે. આજના આ અજબ ગજબ માહિતીના વિભાગમાં અમે તમને આ ઘટના અંગે જ જણાવવાના છીએ. ત્યારે શું હતી એ ઘટના અને ક્યાં ઘટી હતી ચાલો જાણીએ..

image source

આમ તો તમે ન્યૂઝ પેપરો અને ન્યૂઝ ચેનલોમાં હત્યાઓ અને હત્યા કરનારા સિરિયલ કિલરો વિશે જાણ્યું હશે પરંતુ અહીં જે સિરિયલ કિલરની આપણે વાત કરવાના છીએ તેની હકીકત જાણી તમારા રૂંવાડા ઉભા થઇ જશે. આ ઘટના અસલમાં જર્મની દેશની છે. જર્મનીમાં નિલ્સ હોએગ્લ નામના એક પુરુષ નર્સે 100 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તે સમયે આ ઘટનાએ સ્થાનિક સહિત આખા જર્મનીમાં સનસનાટી ફેલાવી દીધી હતી. જો કે હાલ આ કાતિલ નર્સ ઉંમરકેદની સજા ભોગવી રહ્યો છે.

image source

વર્ષ 1999 થી વર્ષ 2005 વચ્ચે જર્મનીના બે શહેરોમાં નર્સ નિલ્સ હોએગ્લ પર અનુક્રમે 38 અને 62 દર્દીઓની હત્યા નિપજાવવાનો આરોપ છે. નિલ્સ હોએગ્લે હોસ્પિટલમાં આવેલા દર્દીઓને ઝેરનું ઇન્જેક્શન આપીને મોતની ઊંઘ સુવડાવી દેતો હતો. આ સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલી હત્યાઓ અંગે ત્યાંની કોર્ટે કહ્યું હતું કે ” આ ઘટના માનવીય કલ્પનાઓથી બિલકુલ બહાર છે. ”

image source

વર્ષ 2015 ના કોર્ટ ટ્રાયલ દરમિયાન નિલ્સ હોએગ્લ સામે ચાલી રહેલ તપાસની ગંભીરતા ત્યારે વધારી દેવામાં આવી જ્યારે તેણે 30 લોકોની હત્યા કરવાની વાત કબુલ કરી. આ ટ્રાયલમાં તેને હત્યાના બે, હત્યાના પ્રયાસના બે અને દર્દીઓને નુકશાન કરવાના આરોપમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તપાસ કરનાર અધિકારીઓએ 130 મૃત્યુ પામેલા દર્દીઓની કબર ખોદીને ઝીણવટભરી તપાસ કરી જેથી તેઓને ઝેર આપીને મારી દેવાયા છે કે કેમ ? તે જાણી શકાય.

image source

ઉલ્લેખનીય છે કે વર્ષ 2005 માં નિલ્સ હોએગ્લેને જર્મનીના એક ડેલમેનહોસર્ટમાં દર્દીને ઝેર આપતી વખતે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસને એ વાતની શંકા છે કે નિલ્સ હોએગ્લેએ 200 થી વધુ દર્દીઓની હત્યા કરી હશે. જો કે કોર્ટમાં આ સાબિત નથી કરી શકાયું કારણ કે નિલ્સ હોએગ્લની યાદશક્તિ સારી રીતે કામ નથી કરી રહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત