Site icon News Gujarat

એશની દીકરી આરાધ્યાએ મસ્ત પેઇન્ટિંગ કરીને માન્યો કોરોના વોરિયર્સનો આભાર, શું તમે જોઇ તસવીર?

ઐશ્વર્યા રાયની 8 વર્ષની દીકરીએ એવું કામ કર્યું કે, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી હતી, ખુશીથી આરાધ્યાની માતા ઝૂમી ઉઠી.

image source

ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસના રોગચાળા સામે લડી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની ગંભીરતાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હવે તે વધારીને 17 મે સુધીનું કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ જ બોલીવુડના ખ્યાતનામ સ્ટાર્સ પણ તેમના ઘરોમાં પારિવારિક સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન, દરેક લોકો કોરોના વોરિયર્સને સલામ પણ આપી રહ્યા છે. તાજેતરમાં જ કોરોના વોરિયર્સ પર ફૂલો પણ વરસાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરીએ પણ કોરોના વોરિયર્સનો પોતાની રીતે આભાર માન્યો હતો. આરાધ્યા હાલમાં ઘરે તેના માતાપિતા સાથે સમય વિતાવી રહી છે.

જણાવી દઈએ કે અગાઉ કોરોના વોરિયર્સના સન્માન માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલમાં બચ્ચન પરિવારે પણ ભાગ લીધો હતો. થોડા દિવસો પહેલા ઐશ્વર્યા સહિત બચ્ચન પરિવાર ઘંટી વગાડતો જોવા મળ્યો હતો. તે પછી અમિતાભ બચ્ચને પણ કોરોના વોરિયર્સની મદદ અને સન્માનની અપીલ કરી હતી અને તેમના પરની હિંસાનો પણ વિરોધ કર્યો હતો.

image source

ઐશ્વર્યા રાયની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચને કોરોના વોરિયર્સનો આભાર માનતા એક પેઇન્ટિંગ બનાવ્યું છે, જેને ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. દીકરીની એ પેઇન્ટિંગ શેર કરતા ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું હતું કે, માય ડાર્લિંગ આરાધ્યાનો આભાર અને પ્રેમ. હવે આ ફોટોને 3 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. આ પહેલા અભિનેત્રીએ એક ઓનલાઇન કોન્સર્ટમાં પણ ભાગ લીધો હતો જ્યાં તેણે ફિઝિશિયન સાથે કોવિડ -19 અને તેની સાથે સંકળાયેલ સિદ્ધિઓ વિશે વાત કરી હતી.

image source

આરાધ્યાએ મેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ, પોલીસ, સેના, સફાઇ કામદારો, શિક્ષકો, મીડિયાને આ પેઇન્ટિંગ દ્વારા આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરવા બદલ આભાર માન્યો છે.

આ પેઇન્ટિંગમાં, આરાધ્યાએ ઘરે રહેવાની, માસ્ક પહેરવાની અને સાબુથી હાથ ધોવાની સલાહ પણ આપી છે. આરાધ્યાએ અન્ય ત્રણ લોકોના સ્કેચ પણ બનાવ્યા છે, જે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય અને તે પોતે છે. એમના ત્રણે વતી આરાધ્યાએ કોરોના વોરિયર્સને સલામ કરી છે.

image source

આરાધ્યાની આ પેઇન્ટિંગને સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સએ આરાધ્યાની આ છુપાયેલી પ્રતિભાની પ્રશંસા પણ કરી છે. દીકરીની તારીફ થતા જોઈ માતા ઐશ્વર્યા ખૂબ જ ખુશ છે. તમને એ પણ જણાવી દઈએ કે, રવિવારે સેનાએ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ ઉપર પણ આકાશેથી પુષ્પવર્ષા કરી હતી.

તમને જણાવીએ કે આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ શાળામાં ભણે છે. હાલમાં તમામ શાળાઓ લોકડાઉનના કારણે બંધ છે.

image source

ઐશ્વર્યા રાય તેની દીકરીને લઈને ખૂબ જ પઝેસિવ (સકારાત્મક) છે. તે તેને ક્યાંય એકલા જવા દેતી નથી. ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે ત્યાં તે દીકરી આરાધ્યાને સાથે લઈ જાય છે. અને હંમેશા દીકરીનો હાથ પકડી રાખે છે. આ માટે એશ સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલના નિશાનમાં આવી છે.

image source

આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011 ના રોજ મુંબઇમાં થયો હતો. આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા અને અભિષેકની પહેલી સંતાન છે. મોટી બહેન નવ્યા નવેલી નંદા અને ભાઈ અગસ્ત્ય નંદા સાથે આરાધ્યા બચ્ચનની આ સુંદર તસ્વીર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version