ઝડપથી ઓગળી રહ્યું છે પૃથ્વી પરનું આ સૌથી જૂનું અને સ્થિર હિમસ્થાન, વાતાવરણના પરિવર્તનથી થઇ અસર

આપણે સૌ એ તો જાણીએ છીએ કે આપણે પોતે હંમેશા હંમેશા નથી જીવવાના એક સમય એવો આવશે જ જયારે આપણે આ દુનિયામાં નહિ હોઈએ અને અને આપણું અસ્તિત્વ પણ પૂરું થઇ જશે.

image source

એ જ રીતે આપણી પૃથ્વી પણ એક સમયે પોતાના વિનાશકાળ તરફ પહોંચવાની જ છે. જો કે તેનો સમયગાળો બહુ ધીમે ધીમે વીતશે. આપણે આપણી આસપાસ જોઈએ અને અનુભવીએ છીએ કે પૃથ્વીના વાતાવરણને નુકશાન થતા તેના કેવા કેવા પરિણામો આવી રહ્યા છે. તેનું એક તાજેતરનું જ દ્રષ્ટાંત આઇસબર્ગ છે.

અસલમાં આર્કટિક મહાસાગરમાં આવેલો સૌથી જૂનો અને સ્થિર આઇસબર્ગ બહુ ઝડપથી ઓગળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે વાતાવરણમાં ફેરફાર થવાના કારણે આઇસબર્ગ ઓગળી રહ્યો છે અને ભવિષ્યમાં તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે તો પણ નવાઈ નહિ.

image source

આપણે આર્કટિક મહાસાગરના જે આઈસબર્ગની વાત કરી રહ્યા છીએ તેને ” ધ લાસ્ટ આઈસ એરિયા ” ના નામથી પણ ઓળખવામાં આવે છે. એ પણ નોંધનીય છે કે આ એટલે કે ધ લાસ્ટ આઈસ એરિયા પૃથ્વી પરનું સૌથી જૂનું અને સ્થિર હિમસ્થાન છે. આ આઇસબર્ગના તાજેતરના સંશોધનમાં જોડાયેલા 130 દેશોના લગભગ 11000 જેટલા વૈજ્ઞાનિકો અધ્યયન બાદ એ તારણે પહોંચ્યા હતા કે આ આઇસબર્ગ બહુ ઝડપથી ઓગળી રહ્યો છે.

image source

વર્ષ 2016 માં આ આઈસબર્ગનું કુલ ક્ષેત્રફળ લગભગ 4,143,980 વર્ગ કિલોમીટર હતું જે હવે ઘટીને માત્ર 9.99 લાખ વર્ગ કિલોમીટર રહી ગયું કે. વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ જે ઝડપથી આ આઇસબર્ગ ઓગળી રહ્યો છે તે હિસાબે કદાચ વર્ષ 2030 સુધીમાં આ આઇસબર્ગ પૃથ્વી પરથી સાવ ગાયબ થઇ જશે.

” ધ લાસ્ટ આઈસ એરિયા ” ફક્ત ઓગળી જ રહ્યો છે એવું નથી પણ સાથે સાથે તે પાતળો પણ થઇ રહ્યો છે. વર્ષ 1970 બાદ આઈસબર્ગની જાડાઈમાં 5 જેટલો ઘટાડો નોંધાયો છે. અને દર દસ વર્ષમાં તે 1.30 જેટલો પાતળો થઇ રહ્યો છે. વળી, જો આ આઇસબર્ગ આ જ રીતે ઓગળતો રહેશે તો સમુદ્રણનું જળસ્તર પણ ઝડપથી વધવાનો ભય છે.

image source

” ધ લાસ્ટ આઈસ એરિયા ” માં થઇ રહેલા આ પરિવર્તનનો સૌ પ્રથમ પ્રભાવ ગ્રીનલેન્ડ અને કેનેડા તથા તેની આસપાસના વિસ્તારમાં થશે અને આ વિસ્તારોમાં ગરમી વધી જશે. એટલું જ નહિ પણ બે ગણી ગતિથી ઓળગી રહેલા આ આઈસબર્ગની અસર આખી દુનિયામાં ઓછા વત્તા અંશે જોવા મળશે.

એ પણ ઉલ્લેખનીય છે કે આ આઈસબર્ગમાં અનેક પ્રજાતિના જીવ જંતુઓ રહે છે. હવે જો આ આઇસબર્ગ આ જ ગતિએ ઓગળતો રહેશે તો નજીકના ભવિષ્યમાં જ વ્હેલ, પોલર બિયર, સીલ અને પેંગ્વિન જેવા સુંદર જીવોનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે અને કદાચ તે પૃથ્વી પરથી વિલુપ્ત પણ થઇ જાય.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત