રેલ મંત્રી કરશે RPF જવાનને સમ્માનિત, ચાલતી ટ્રેન સાથે દોડીને બાળકી માટે આપી હતી દૂધની બોટલ

લોકડાઉન દરમિયાન પોલીસ જવાનોનું એવું રુપ જોવા મળ્યું છે જેમાં પોલીસ લોકોને નિયમ તોડવા બદલ પાઠ ભણાવતી હોય તો કોઈ સ્થાને પોલીસ અકારણ લોકો પર હુમલો કરતી જોવા મળી હોય. પરંતુ ભોપાલમાં રેલ્વે સ્ટેશનનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પોલીસનું અલગ જ રુપ જોવા મળ્યું છે. આ વીડિયો લાખો લોકોનું દિલ જીતી ચુક્યો છે અને ચોક્કસથી તમારું દિલ પણ જીતી લેશે.

image source

થોડા દિવસો પહેલા ભોપાલ રેલ્વે સ્ટેશનના સીસીટીવીમાં એક ઘટના કેદ થઈ હતી. જેમાં એક આપપીએફ જવાને કર્ણાટકથી ભોપાલ જતી ટ્રેનમાં એક બાળકીને દૂધનું પેકેટ આપ્યું હતું. ખાસ વાત એ છે કે જવાન જ્યાં સુધી દૂધનું પેકેટ લાવ્યો ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા લાગી હતી પરંતુ પોતાના જીવના જોખમે તે જવાન ટ્રેન સાથે દોડ્યો અને બાળકીના ડબ્બા સુધી પહોંચી તેને દૂધ આપ્યું. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. ખુદ રેલ મંત્રી પીયૂષ ગોયલે પણ આરપીએફ જવાનની હિંમતના વખાણ કર્યા છે.

થોડા દિવસો પહેલા કર્ણાટકના બેલગાંવથી ગોરખપુર માટે એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી. ટ્રેનમાં સાફિયા નામની એક મહિલા હતી જેની સાથે 3 માસની બાળકી હતી. મહિલા ટ્રેન બેસી ગઈ પણ બાળકી માટે દૂધ લેવાનું ભુલી ગઈ. ટ્રેન તેના સમયે ઉપડી ગઈ પરંતુ જે પણ સ્ટેશનમાં ટ્રેન રોકાતી ત્યાં મહિલા બાળકી માટે દૂધ લેવા જવાનો પ્રયત્ન કરતી પરંતુ તે જઈ શકી નહીં. થોડા સમય બાદ બાળકી ભુખી થઈ. પહેલા તો મહિલાએ બાળકીને બિસ્કીટ અને પાણી ખવડાવી દીધા. આ દરમિયાન ટ્રેન ભોપાલ પહોંચી. અહીં પણ સાફિયા દૂધ લેવા જવા જઈ રહી હતી.

image source

પરંતુ ટ્રેન શરુ થવાની તૈયારી થઈ ગઈ હતી. તેવામાં આરપીએફ જવાનની નજર સાફિયા પર પડી અને તેણે તુરંત જ દૂધ લેવા દોટ મુકી. જો કે જવાન ટ્રેન નજીક પહોંચે ત્યાં સુધીમાં ટ્રેન ઝડપથી દોડવા લાગી. પરંતુ જવાન પણ મક્કમ મન સાથે દોડ્યો. તેના એક હાથમાં તેની રાઈફલ અને બીજા હાથમાં દૂધનું પેકેટ હતું. આ રીતે આ જવાને બાળકી માટે દૂધ માતાના હાથ સુધી પહોંચાડ્યું હતું.

image source

આ મહિલા જ્યારે તેના ઘરે પહોંચી ગઈ તો તેણે પણ સોશિયલ મીડિયા પર આ જવાન માટે સંદેશ શેર કર્યો હતો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત