જો તમે ના કરી હોય આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ તો આજે જ કરી દેજો, જે આ સમયમાં છે આવ છે ખૂબ જ કામમાં

image source

આપણા દેશ ભારતમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ત્યારે,સરકારે દેશની જનતા માટે રાહત પેકેજ આપ્યુ છે, જેમા દેશના દરેક વર્ગને કોઈ પણ રીતે રાહત મળે તેવી આશા છે.

આપણી સરકારે કોરોનાને લગતી દરેક માહિતી પ્રત્યેક નાગરિક સુધી પહોચી શકે તે માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન સુવિધા આપવામાં આવી છે,આ એપ્લિકેશન 2 એપ્રિલે લોન્ચ કરવામાં આવી.અને માત્ર 13 જ દિવસમાં 5 કરોડ લોકો તેનો ઉપયોગ કરતા થઇ ગયા.

image source

હવે આરોગ્ય સેતુ એપ્લિકેશને 100 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ માર્કને પાર કરી લીધો છે.આરોગ્ય સેતુ એપ્લિકેશનને આ આંકડા પર પહોંચવામાં દોઢ મહિનાનો સમય લાગ્યો છે. લોકોને કોરોના વાયરસ દ્વારા ફેલાઈ રહેલા રોગચાળાથી બચાવવા માટે સરકાર આરોગ્ય સેતુ એપના ઉપયોગ પર ભાર આપી રહી છે.આ સાથે 25 મેથી શરૂ થનારી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવી છે.

image source

રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંત્રી અને આયુષ્માન ભારત-વડા પ્રધાન જન આરોગ્ય યોજનાના એડિશનલ સીઈઓ પ્રવીણ ગેડામે જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ભારતમાં હવે 10 કરોડથી વધુ લોકો ઉપયોગ કરે છે. અમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, કોરોના શંકાસ્પદ લોકોને કોlલ કરીએ છીએ અને ડોકટરો દ્વારા તેમને ટેલિ-કાઉન્સલિંગ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરીએ છીએ. આયુષ્માન ભારત યોજના અંતર્ગત એક કરોડ લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનાં અમારા લક્ષ્યાંક સુધી પહોંચવાનું પ્રમાણમાં સરળ રહ્યું છે કારણ કે તેની માટે અપાયેલી તમામ માર્ગદર્શિકા ખૂબ જ સહેલી અને સમજવા માટે સરળ છે.

એડિશનલ સીઇઓ પ્રવીણ ગેડામે જણાવ્યું છે કે, છેલ્લા 1 મહિનામાં લોકડાઉન સમયગાળા દરમિયાન, અમે અમારા હોસ્પિટલોના નેટવર્કમાં 1000 થી વધુ નવી હોસ્પિટલો ઉમેરી છે.આ નેટવર્ક હવે લગભગ 22,000 ઉપર પહોંચી ગયું છે.રાજ્ય સરકારો દ્વારા COVID 19 ની સારવારની સંપૂર્ણ પ્રક્રિયા સરકારી હોસ્પિટલો દ્વારા છે જ્યારે આયુષ્માન ભારત યોજના ખાનગી હોસ્પિટલોમાં પણ સારવારની મંજૂરી આપે છે

image source

તમને જણાવી દઈએ કે, મોદી સરકારે વર્ષ 2018 માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.આ યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 એપ્રિલ 2018 ના રોજ છત્તીસગઢ ના બીજપુરમાં શરૂ કરવામાં આવી હતી.આ યોજનાના કાર્યક્ષેત્ર હેઠળના પરિવારો દર વર્ષે દેશની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં અથવા પેનલમાં આવરવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.

source : oneindia

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત