જેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી હોય તેમના માટે ખાસ….

લોકડાઉનનો ચોથો તબક્કો આજથી એટલે કે 18 મેથી 31 મે સુધીનો છે. આ તબક્કામાં દેશમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે.

image source

પરંતુ સાથે જ ગૃહ મંત્રાલયે કેટલીક બાબતો અને નિયમોને ફરજિયાત કર્યા છે. તેમાંથી એક નિયમ હતો કે લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. પરંતુ હવે આ એપ સંબંધિત નિયમોને સરળ બનાવ્યા છે.

સરકારે આ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે તે નિયમમાં ફેરફાર કરી તેને વિકલ્પ તરીકે રજૂ કરી છે. મહત્વપૂર્ણ છે કે આ એપ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તૈયાર કરવામાં આવી હતી.

image source

ગૃહ મંત્રાલય તરફથી 17 મેના રોજ નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ કોરોના વાયરસના સંભવિત જોખમથી વ્યક્તિને પહેલાથી જ જાણ કરી સંક્રમણથી બચવામાં મદદ કરે છે. આ એપ લોકો માટે સુરક્ષા કવચ સમાન છે. નવા દિશાનિર્દેશ અનુસાર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દરેક ઓફિસમાં કામ કરતાં કર્મચારીના ફોનમાં આ એપ હોય તે વાતને મહત્વ આપવું જોઈએ. ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ પ્રયત્ન કરે કે તેના કર્મચારી આ એપને ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે.

image source

આ પહેલા 1 મેના રોજ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં સરકારે તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી તે ફરજિયાત કરવામાં આવી હતી. પરંતુ નવી ગાઈડલાઈનમાં સરકારે જિલ્લા વહિવટી તંત્રને આ અધિકાર આપ્યો છે કે તેઓ લોકોને આ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપી શકે છે. આ એપની મદદથી લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેવી વાત સરકારે કરી છે.

image source

મહત્વપૂર્ણ છે કે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ વિકસાવી છે. આ એપ યૂઝરને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની નજીક જવા પર ચેતવણી આપે છે. આ સિવાય એપ વડે કોરોના વાયરસના દર્દીઓનું ટ્રેકિંગ પણ કરી શકાય છે. આરોગ્ય સેતુ એપ 11 ભાષામાં ઉપલબ્ધ છે. આ એપને ભારતમાં વસતા વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ એપ ડાઉનલોડ કરી તેને એક્ટિવ કરવા પર યુઝરને આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી માહિતી પુરી પાડવામાં આવે છે. તેથી જ અગાઉ આ એપને ડાઉનલોડ કરવી ફરજિયાત કરવામાં આવી હતી.

source : zeenews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત