માણસના કામની ઓળખ કદથી નહિં, પણ કામથી થાય છે…

માણસની ઓળખ તેના દેખાવ કે કદથી નહીં પણ તેના કામથી થાય છે – આ વાક્યને સત્ય સાબિત કરતા 3.5 ફૂટના IAS અધિકારી આરતી ડોગરા

image source

આપણે જ્યારે ક્યારેય પણ કોઈ લક્ષને હાંસલ નથી કરી શકતા કે પછી આપણા કોઈ સ્વપ્નને પુરું નથી કરી શકતાં ત્યારે હંમેશા પરિસ્થિતિઓ તેમજ આસપાસના લોકોને તેના માટે જવાબદાર ગણતા હોઈએ છીએ. પણ આપણી આસપાસ એવા ઘણા બધા લોકો છે જે કપરામાં કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીને પોતાનું લક્ષ હાસલ કરવામા સફળ રહે છે અને સામાન્ય લોકોથી ક્યાંય વધારે આગળ નીકળી જાય છે.

image source

સામાન્ય રીતે ઠીગણા લોકો એટલે કે સામાન્ય મનુષ્ય કરતા ઓછી હાઇટ ધરાવતા લોકો પાસેથી લોકો કોઈ ખાસ અપેક્ષા રાખતા નથી હોતા પણ કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો તેમની મઝાક ઉડાવતા હોય છે. પણ જ્યારે આવા જ લોકોમાનુ કોઈ એક આસમાની સિદ્ધિ હાંસલ કરે છે ત્યારે તેવી માનસિક વિકૃતિ ધાવતા લોકોની બોલતી બંધ થઈ જાય છે.

image source

આજે અમે તમારી સમક્ષ તેવી જ એક પ્રેરણાત્મક વાત લઈને આવ્યા છીએ. આ વાત છે આઈએએસ અધિકારી આરતી ડોગરાની કે જેઓની ઉચાઈ માત્ર 3.6 ફૂટની જ છે. તેઓ રાજસ્થાન કેડરના એક સફળ IAS અધિકારીનુ પદ ભોગવી રહ્યા છે.

image source

આરતી ડોગરાનો જન્મ દેહરાદૂનમા થયો હતો અને તેમના પિતા ભારતીય સૈન્યમાં કર્નલ છે અને તેમના માતા એક શાળામાં શિક્ષિકા તેમજ પ્રિન્સિપલ છે. આરતીના માતાપિતાએ જન્મથી જ તેમનો ખૂબ સાથ આપ્યો છે. આરતીના જન્મથી જ તેમની ઉંચાઈને લઈને સમસ્યા હતી. પણ તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા અને સાથે સાથે તેઓ રમત-ગમતમાં પણ ખૂબ આગળ રહેતા હતા. તેમને ઘોડેસવારીનો પણ શોખ છે.

image source

શાળાનો અભ્યાસ તેમણે બ્રાઇટલેન્ડ સ્કૂલમાં કર્યો. ત્યાર બાદ દિલ્લીની લેડી શ્રીરામ કોલેજથી તેમણે ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું આ સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓના રાજકારણમાં પણ એક્ટિવ હતા અને તેમેણે વિદ્યાર્થી સંઘની ચુંટણી પણ જીતી હતી. ત્યાર બાદ તેમણે દહેરાદૂનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાર બાદ તેમણે શિક્ષણને પોતાની કેરિયર તરીકે પસંદ કરી.

image source

પણ તે દરમિયાન તેમનો સંપર્ક આઈએએસ અધિકારી શ્રી મનીષા પવાર સાથે થયો જેમાંથી તેમને પોતાને પણ આઈએએસ બનવાની પ્રેરણા મળી અને છેવટે તેમણે સિવિલ એક્ઝામ્સની તૈયારીઓ શરૂ કરી દીધી જેમાં તેમને સફળતા મળી. તેમણે પ્રથમ જ પ્રયત્ને ઇન્ટર્વ્યૂ ક્વાલિફાઈડ કરી લીધો હતો. અને વર્ષ 2006ની બેચથી તેઓ આએએસ અધિકારી બની ગયા.

image source

તેમને રાજસ્થાનના બિકાનેર ખાતે કલેક્ટર તરીકે નીમવામાં આવ્યા અને તે દરમિયાનની તેમની કામગીરીના ખૂબ વખાણ થયા. તેમણે આ દરમિયાન ખુલ્લામાં શૌચ મુક્ત ભારત અભિનયાન હેઠળ તેમણે બંકો બિકાણો અભિયાન પણ ચલાવ્યું જેનાં ખૂદ વડાપ્રધાને પણ ખૂબ વખાણ કર્યા.

image source

તેણી જોધપુર ડિસ્કોમની પ્રબંધક નિર્દેશક રહેનારી પ્રથમ મહિલા અધિકારી રહી ચુકી છે. તેમને અગણિત રાષ્ટ્રિય પુરુસ્કાર અત્યાર સુધીમાં મળી ચુક્યા છે. આપણા અત્યંત સમ્માનનીય એવા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ શ્રી અબ્દુલ કલામે પણ તેમના કામના ખૂબ વખાણ કર્યા છે. આરતીએ અનાથ બાળકીઓ માટે પણ ખૂબ કામ કર્યું છે. તેણી આજે પણ તેમના માટે કામ કરે છે. આજના કોવિડ કાળમાં પણ તેમના દ્વારા કરવામા આવેલા કામની દરેક જગ્યાએ સરાહના થઈ રહી છે. વર્ષ 2019માં તેમની સંયુક્ત સચિવના અત્યંત મહત્ત્વના હોદ્દા પર નિમણૂક પણ કરવામા આવી છે.

image source

આટલી બધી ઉપલબ્ધીઓ સાથે આરતી ડોગરા સાબિત કરે છે કે તમારા કદથી નહીં પણ તમે તમારા કામથી ઓળખાઓ છો. અને માણસની સક્ષમતા તેના કદથી સિમિત નથી થઈ જતી પણ પોતાના પાક્કા નિર્ધાર અને આત્મવિશ્વાસથી અસિમ બની જાય છે. આવા લોકોની હાજરીથી તમને પળે પળે પ્રેરણા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત