આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ ચેક કરી લો આ રીતે લિસ્ટમાં તમારુ નામ

પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત કેન્દ્ર સરકાર નવ મા હપ્તા તરીકે અત્યાર સુધીમાં નવ કરોડ ચોરાણું લાખ સડસઠ હજાર આઠસો પંચાવન ખેડૂતો ના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલી ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ બાર કરોડ તેર લાખ થી વધારે ખેડૂતો આ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ છે, અને લાભ ઉઠાવી રહ્યા છે.

image soucre

પંચાયત ચૂંટણી બાદ ગામ ની સરકાર બદલાઈ ચૂકી છે, એવામાં નવા લિસ્ટમાંથી ક્યાંક તમારૂં નામ કપાયું તો નથી ને? આ યોજના માટે હવે તમે આખા ગામ નું લિસ્ટ ચેક કરી શકો છો. હકીકતમાં, આ ફેરફાર બાદ વૃદ્ધા પેન્શન હોય કે વિધવા પેન્શન કે અન્ય સરકારી યોજનાઓ નો લાભ ઉઠાવી રહેલા લોકોના નામ કપાવા અને જોડાવાની ફરિયાદ વધી ગઈ છે.

આ રીતે જુઓ આખું લિસ્ટ :

image soucre

તમે તમારા આખા ગામનું લિસ્ટ પીએમ કિશાન પોર્ટલ પર જઈને જોઈ શકો છો. સાથે જ તમે જાણી શકો છો કે ક્યા-ક્યાં લોકોના ખાતામાં પૈસા આવી રહ્યા છે? કોણ કેટલા હપ્તા લઈ ચૂક્યા છે અને કોના ખાતામાં શું ગડબડી છે.

આ રહી સંપૂર્ણ પ્રક્રિયા :

image soucre

સૌથી પહેલા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ. હવે હોમ પેજ પર મેન્યૂબારમાં જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ. અહીં બેનિફેશ્યલી લીસ્ટ પર ક્લિક કરો. એટલું કર્યા બાદ તમારી સ્ક્રીન પર એક પેજ ખુલશે. અહીં તમે સ્ટેટમાં ડ્રૉપ-ડાઉન મેન્યૂ થી પોતાના રાજ્યને સિલેક્ટ કરો. ત્યાર બાદ બીજા ટેબમાં જિલ્લા, ત્રીજામાં તાલુકા કે ઉપ જિલ્લા, ચોથામાં બ્લૉક અને પાંચમામાં પોતાના ગામનું નામ પસંદ કરો. ત્યાર બાદ ગેટ રીપોર્ટ પર ક્લિક કરતા જ આખા ગામનું લિસ્ટ તમારા સામે ખુલી જશે.

આ રીતે ચેક કરો ગડબડી :

image soucre

તેના માટે સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ. હવે અહીં તમને ચુકવણી સફળતા ટૈબ ની નીચે ભારત નો નક્શો દેખાશે. પછી તેની નીચે ડેસબોર્ડ લખેલું હશે, તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરતા તમારી સામે એક નવું પેજ ખુલશે. તે વિલેજ ડેસબોર્ડ નું પેજ છે, અહીં તમે પોતાના ગામનું આખું લિસ્ટ જોઈ શકો છો. સૌથી પહેલા સ્ટેટ સિલેક્ટ કરો, ત્યાર બાદ પોતાનો જિલ્લો, પછી તાલુકો અને પછી પોતાનું ગામ.

ત્યાર બાદ શો બટન પર ક્લિક કરો, ત્યાર બાદ તમે જેના વિશે જાણવા માંગો છો, તે બટન પર ક્લિક કરો, આખી ડિટેલ તમારી સામે હશે. વિલેજ ડેસબોર્ડ ની નીચે તમને ચાર બટન મળશે, અહીં જો તમારે એ જાણવું છે કે કેટલા ખેડૂતો નો ડેટા પહોંચ્યો છે તો ‘ડેટા રીસ્વીસ’ પર ક્લિક કરો, જેનું પેન્ડિગ છે, તે બીજાવાળા બટન પર ક્લિક કરો.

આ કારણે પણ અટકી રહ્યા છે હપ્તા :

image soucre

જો તમારો હપ્તો અટકી રહ્યો છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. આધારનું ફીડિંગ, આધાર કાર્ડ પર નામ અને બેંક ખાતાના નામમાં ગડબડી, આધાર ઑથન્ટિફિકેશન નું ફેલ થવું જેવા ઘણા કારણો છે તદુપરાંત આ ખેડૂતોના હપ્તા પણ સરકારો રોકી રહી છે.

આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ ચેક કરી લો આ રીતે લિસ્ટમાં તમારુ નામ