માત્ર આટલા ડોક્યુમેન્ટ આપીને જલદી ખોલાવી દો આ ખાતુ, થશે જોરદાર ફાયદાઓ

પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana PMJDY) અંતર્ગત લોકોને બેંકમાં જન ધન બેંક અકાઉન્ટ (Jan Dhan Account) ખોલવાની સુવિધા આપવામાં આવી છે. આ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી એક ડિજિટલ ઇન્ડિયા તરફની પહેલ હતી. આ યોજના અંતર્ગત ગરીબ વ્યક્તિઓ પણ પોતાની આર્થિક લેવડદેવડ માટે બેંકમાં ખાતું ખોલાવી શકે છે. અને આ એકાઉન્ટમાં અનેક પ્રકારના નાણાકીય લાભો મેળવી શકે છે. ત્યારે જન ધન બેંક અકાઉન્ટ ધરાકને મળતા આ નાણાંકીય લાભો વિશે વાત કરીએ જેના વિશે મોટાભાગના જન ધન બેંક અકાઉન્ટ ધારકો નથી જાણતા.

1.30 લાખ રૂપિયાનો લાભ

PM Jan Dhan Account: अगर अभी तक नहीं खुलवाया है जनधन खाता तो आज ही खुलवाएं, मिलेगा 1.30 लाख का फायदा
image source

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બેંક અકાઉન્ટમાં ખાતાધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. જેમાં દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે. અકાઉન્ટ ધારકને 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો અને સાથે 30 હજાર રૂપિયાનો જનરલ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જો ખાતાધારકનું એક્સિડન્ટ થઈ જાય તો તેને 30,000 રૂપિયા આપવામાં આવે છે અને જો આ એક્સિડન્ટમાં ખાતાધારકનું મૃત્યુ થઈ જાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે કુલ મળીને 1.30 લાખ રૂપિયા મળે છે.

શું છે જન ધન બેંક અકાઉન્ટ ?

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના સરકારની એક સુલભ નાણાંકીય વ્યવસ્થા માટેની યોજના છે જે બેન્કિંગ જમા ખાતા, વિપ્રેશણ, ઋણ, વીમા અને પેંશન સુધીની પહોંચ ધરાવે છે. આ ખાતું કોઈપણ બેંક શાખા કે વ્યવસાગ પ્રતિનિધિ એટલે કે બેંક મિત્ર આઉટલેટમ ખોલાવી શકાય છે. પ્રધાનમંત્રી જન ધન યોજના ઝીરો બેલેન્સ સાથે ખોલી શકાય છે.

કઈ રીતે ખોલાવવું અકાઉન્ટ ?

image source

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગતઆ ખાતું પબ્લિક સેકટર બેંકોમાં વધુ ખોલવામાં આવે છે. પરંતુ જો તમે ઇચ્છો તો આ ખાતું પ્રાઇવેટ બેંકમાં પણ ખોલાવી શકો છો. જો તમારી પાસે પહેલાથી જ કોઈ સેવિંગ બેંક અકાઉન્ટ હોય તો તમે તેને જન ધન બેંક અકાઉન્ટમાં પરિવર્તીત કરાવી શકો છો. ભારતમાં રહેતા કોઈપણ નાગરિક કે જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોય તેઓ જન ધન અકાઉન્ટ ખોલાવી શકે છે.

જન ધન બેંક અકાઉન્ટ ખોલાવવા આ ડોક્યુમેન્ટની જરૂર પડે છે

જન ધન બેંક અકાઉન્ટ ખોલાવવા માટે KYC અંતર્ગત દસ્તાવેજોની ખરાઈ કરેલી હોવી જરૂરી છે. આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને જન ધન બેંક અકાઉન્ટ ખોલાવી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ અને મનરેગા જોબ કાર્ડ.

image source

જન ધન બેંક એકાઉન્ટ ધારકને મળતા ફાયદા

1. ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ નહીં

2. મોબાઈલ બેન્કિંગ સુવિધા ફ્રી

3. દરેક ખાતાધારકને 2 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમા કવર

4. 10 હજાર રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા

5. કેશ કાઢવા અને શોપિંગ માટે રૂપે કાર્ડની સુવિધા