ICICI Bank અને UCO બેંકના ખાતેદારોને 30 જૂન સુધી નહીં મળે આ ખાસ સર્વિસ, જાણો કારણ

ICICI Bankએ પોતાના ગ્રાહકોને મેસેજ કરીને જાણકારી આપી છે કે મેન્ટેનન્સના કામને કારણે તેમની કેટલીક સેવાઓ 25 જૂનથી 30 જૂનના રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. જો તમે ICICI Bank અને UCO બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ ન્યૂઝ કામના છે. બંને બેંકની શાખાઓ શુક્રવારની રાતે પ્રભાવિત થવાનું શરૂ થષે. બેંકે ગ્રાહકોને મેસેજ કરીને સૂચિત કર્યા છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે સેવાઓ પ્રભાવિત રહેશે અને તેની અસર ગ્રાહકોને 30 જૂનની રાતે 12 વાગ્યા સુધી રહેશે.

image source

ICICI Bank બેંકની તરફથી મોકલાયેલા મેસેજમાં કહેવાયું છે કે પ્રિય ગ્રાહક, એક નક્કી ગતિવિધિ એટલે કે મેન્ટેનન્સના કારણે તમે તમારા ICICI Bank ક્રેડિટ કાર્ડ પર 25 જૂનથી 30 જૂન સુધી રાતના 12 વાગ્યા સુધી ટ્રાન્ઝેક્શનના કંટ્રોલને સેટ કરવામાં અસમર્થ રહેશો તો તમે 25 જૂન પહેલાથી ટ્રાન્ઝેક્શનને કંટ્રોલ કરી લો. અસુવિધા બદલ ક્ષમા કરશો.

UCO બેંકનું નોટિફિકેશન

uco bank
image source

અન્ય એક પબ્લિક સેન્ટરની યૂકો બેંકે પોતાના ખાતેદારોને નોટિફિકેશન મોકલીને કેટલીક સર્વિસને પ્રભાવિત થયાની વાત કરી છે. બેંકે કહ્યું છે કે રાતના સમયે મોબાઈલ બેંકિંગ એપ્સ ડાઉન રહેશે. મેન્ટેનન્સના કારણે 26 જૂનથી 20 જૂન સુધી યૂકો બેંક એમબેંકિંગ પ્લસ, યૂકો એમપાસબુક, યૂકો પે પ્લસ વોલેટ અને યૂકો સિક્યોર મોબાઈલ એપ્લીકેશન કામ કરશે નહીં. જો કે આ સમયે યૂપીઆઈ એપ્લીકેશન ભીમ યૂકો કામ કરશે.

હાલમાં એસબીઆઈની ઓનલાઈન સર્વિસ પણ થોડા કલાકો માટે રહી હતી બંધ

image source

હાલમાં જ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકના ઈન્ટરનેટ બેંકિંગ, યોનો અને યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સર્વિસને પણ થોડા કલાકો માટે બંધ કરવામાં આવી હતી. આ સર્વિસ 13 જૂનની રાતે 2.40 મિનિટથી સવારે 4.40 મિનિટ સુધી બંધ હતી. બેંકે તેનું કારણ મેન્ટેનન્સ એક્ટિવિટી ગણાવ્યું હતું. બેંક સર્વિસ બંધ રહેવાના સમયે બેંક પોતાના ગ્રાહકોને સરળતાથી કામ લેવા કહે છે. બેંકનું કહેવું છે કે તેનાથી બેંક સર્વિસને સારી બનાવવામાં મદદ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!