આ યુવકે આટલા બધા પેજની લખી સ્યુસાઇડ નોટ અને પછી કરી લીધી આત્મહત્યા, નોટમાં લખેલું વાંચીને તમારું પણ બીપી થઇ જશે લો

13 પેજની સુસાઇડ નોટ લખીને યુવકે કરી આત્મહત્યા – પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા આરોપ

હરિયાણામાં રહેતા એક યુવકે વહેલી સવારે ઘરમાં 13 પેજની સુસાઇડ નોટ લખીને પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાની સુસાઇડ નોટમાં પત્ની, પોતાના સાસરીવાળાઓ સહિત પત્નિની ફરિયાદ પર દહેજ પ્રતાડનાના મામલામાં તપાસ કરનારી પોલીસ કર્મચારી પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો છે. યુવકના પરિવારજનોએ ધરપકડની માંગને લઈ જિલ્લા હોસ્પિટલની સામે હિસાર-આંબલા રોડ પર શવને મુકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એસડીએમ તેમજ અન્ય અધિકારીઓએ કામગીરી કરાવાનું આશ્વાસન આપ્યું હતું ત્યાર બાદ તેઓ મૃતકના શવને લઈ ત્યાંથી હટ્યા હતા.

image source

આ યુવક અહીંના એક વોટર સપ્લાયની કંપનીમાં કામ કરતો હતો. તે 30 વર્ષનો હતો. તેણે 13 પાનાની એક સુસાઇડ નોટ લખી હતી અને ત્યાર બાદ પોતાને ફાંસી લગાવીને જીવન ટુંકાવી દીધું હતું. તેણે આ સુસાઇડ નોટમાં તેની પત્નીના અવૈધ સંબંધોથી કંટાળીને તેમજ એક મહિલા એએસઆઈ દ્વારા તેની પત્નીનો સાથ આપતા રૂપિયા માંગવાનો આરોપ પણ મુક્યો છે. સાથે સાથે વચેટીયા સાસરી પક્ષના લોકો પર પણ આત્મહત્યા કરવા મજબૂર કરવા માટે પણ આરોપ લગાવ્યો છે. યુવક દ્વારા આત્મહત્યા કરવાની સૂચના મળતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિવાજનોની મદદથી યુવકના શવને પોસ્ટ મોર્ટમ માટે જિલ્લા નાગરિક હોસ્પિટલમાં પહોંચાડ્યું હતું. જ્યાં મૃતક યુવકના ભાઈ તેમજ બહેને જણાવ્યું કે તેના ભાઈના લગ્ન 10મી માર્ચ 2019ના રોજ અહીંના જ એક ગામની છોકીર સાથે થયા હતા.

image source

લગ્ન બાદ કેટલાક સમય સુધી બધું ઠીક ચાલ્યું. પણ પછીથી તેની પત્ની અન્ય લોકો સાથે ફોન પર વાતો કરવા લાગી. તેમને ખબર પડી કે તેની પત્નીના બીજા લોકો સાથે અનૈતિક સંબંધો હતા. જ્યારે યુવકને પોતાની પત્નીના આ સંબંધો વિષે ખબર પડી ત્યારે તેણે તેણીને એવું કરતા રોકી. ત્યારે પત્નીએ ઉલટાનું તેની તેમજ તેની સાસરી વિરુદ્ધ મારપીટ કરવા, પતિ દ્વારા અકુદરતી સંબંધો બનાવવા તેમજ છેડછાડની ફરિયાદ પોલીસમાં કરી દીધી.

image source

પરિવારજનોએ જણાવ્યું કે આ ફરિયાદના મામલાની તપાસ એક એએસઆઈ કરી રહી હતી. એએસઆઈએ એક વેચેટિયા યુવક દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો અને યુવક પાસે એક લાખ રૂપિયાની માંગ કરી. ત્યાર બાદ જ્યારે યુવક જ્યારે પોતાની પત્નીને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ પાછી લેવા ગયો ત્યારે તે એએસઆઈએ તેની પાસે ચાર લાખ રૂપિયા લઈને કેસને રફા-દફા કરવાની વાત કરી. યુવક પર 377 અને અન્ય કલમો લગાવવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો. જેનાથી કંટાળીને આ યુવકે આત્મહત્યા કરી લીધી.

image source

ત્યાર બાદ પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતક યુવકના પિરવાજનોએ તે આરોપિઓની ધરપકડની માગ કરીને યુવકના શવને રસ્તા પર મુકીને વિરોધ કર્યો. જેની ખબર મળતાં જ તે સ્થળ પર એસડીએમ પહોંચી ગયા. તેમજ બીજા બે ડીએસપીએ તેમને તે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધ્યાની એફઆઈઆરની કોપી પણ બતાવી. ત્યારે મૃતક યુવકના પરિવારજનો રસ્તા પરથી હટ્યા હતા.

image source

લગભગ એક કલાકના ટ્રાફીક જામના કારણે લોકને મુશ્કેલી થઈ હતી. આ દરમિયાન યુવકના પિતા બેભાન થઈ ગયા હતા જેમને તરત જ અધિકારીઓએ પોતાની ગાડીમાં લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ મામલામાં મૃતકની માતાની ફરિયાદ પર તેની પત્ની, તેના માતાપિતા, ભાઈ અને એએસઆઈ સહિત અન્ય સાસરી પક્ષના લોકો વિરુદ્ધ કલમ 306 હેઠળ ફરિયાદ નોંધવામા આવી છે. તો બીજી બાજુ આ મામલામા એએસઆઈએ પોતાના પર લાગેલા બધા જ આરોપો નકારી કાઢ્યા હતા અને તેણીએ કહ્યં કે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. જેના પર તેણી તપાસ કરી રહી હતી. આ મામલામાં ડીએસપીએ જણાવ્યું છે કે આરોપિયો વિરુદ્ધ કેસ દાખલ કરવામા આવ્યો છે. પરિવારજનોને બે દિવસમાં મામલાની તપાસ કરીને યોગ્ય કામગીરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત