કોરોના વાયરસનું અસ્તિત્વ છે આટલા વર્ષો જૂનું, આ ચોંકાવનારા ખુલાસા વિશે વાંચીને તમારું મગજ પણ કામ કરતુ થઇ જશે બંધ

દેશવિદેશમાં ભયાનક રીતે ઉત્પાત મચાવનાર કોરોના વાયરસનો પ્રથમ કેસ ચીનમાં ડિસેમ્બરમાં આવ્યો હોવાનું કહેવાય છે. આ વાયરસની ઉત્પત્તિને લઈને વૈજ્ઞાનિકો અને સંશોધનો અનેક દાવાઓ કરી ચુક્યા છે અને લગભગ વિશ્વના મોટાભાગના દેશો એ સાથે સહમત છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઇ હતી.

image source

વૈજ્ઞાનિકો એમ પણ જાણે છે કે આ એક અલગ પ્રકારનો જ વાયરસ છે જેથી તેનો ઈલાજ શોધવામાં પણ વાર લાગી રહી છે. પરંતુ તાજેતરમાં જ બહાર આવેલા એક નવા અધ્યયનમાં સંશોધકોએ એવો દાવો કર્યો છે કે કોરોના વાયરસ આજથી 72 વર્ષ પહેલા ચામાચીડિયામાં વિકસિત થયો હતો અને વર્ષો પછી તેના અનેક સ્વરૂપો સામે આવતા રહ્યા.

image source

પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સીટીના શોધકર્તાઓએ પોતાના તાજેતરના અધ્યયનના આધારે એવો દાવો કર્યો છે એક કોરોના વાયરસ પ્રથમ વખત વર્ષ 1948 માં ચામાચીડિયામાં જોવા મળ્યો હતો. શોધકર્તાઓના કહેવા મુજબ વર્ષ 1969 અને વર્ષ 1982 માં પણ તેનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું હતું. રિસર્ચ જનરલ ” નેચર બાયોલોજી ” ના નવા અંકમાં જ આ અધ્યયનના પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

image source

શોધકર્તાઓ કોરોના વાયરસની ઉત્પત્તિ સંબંધે સંશોધન કરી રહ્યા છે જેથી વાયર્સસની જેનેટિક સંરચનાની માહિતી મળી શકે. એ સિવાય સમયાંતરે વાયરસમાં થયેલા બદલાવ અંગે જાણી શકાય. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ પહેલાના એક સંશોધનમાં એવું બહાર આવ્યું હતું કે આ વાયરસ ચામાચીડિયામાંથી કોઈ જાનવરમાં અને જનવારમાંથી માણસમાં પ્રવેશ્યો હતો.

image source

ભૂતકાળમાં થયેલા અમુક અધ્યયનોમાં ચામાચીડિયાને આ વાયરસનો સ્ત્રોત ગણાવવામાં આવ્યા છે જેથી તેઓએ આ સોર્સ કોવ-2 ની સરખામણી ચામાચીડિયામાં જોવા મળેલા અને તેના જેવા જ વાયરસ રૈટજી-13 સાથે કરી. વર્ષ 2013 માં મળેલા રૈટજી-13 વર્ષ 1969 માં સામે આવેલા કોરોના વાયરસની એક જાતથી અલગ થઈને વિકસ્યો હતો.

image source

આ અધ્યયનમાં શોધકર્તાઓને એ પણ જાણવા મળ્યું કે રૈટજી-13 અને સોર્સ કોવ-2 ના પૂર્વજ વાયરસ એક જ છે. બન્નેની જેનેટિક સંરચના અને શરીર પર હુમલો કરવાની રીતમાં 96 ટકા સમાનતા છે. શોધકર્તાઓ એમ માનીને આગળ વધી રહ્યા છે કે આ વિષય પર વધુ અને વિસ્તૃત શોધની જરૂર છે જેથી કારગર ઈલાજ શોધી શકાય.

image source

આ અધ્યયનના પ્રમુખ શોધકર્તા ડેવિડ રોબર્ટ્સનએ એવી ચેતવણી આપી છે કે કોરોના વાયરસ 40 થી 70 વર્ષથી અસ્તિત્વમાં છે અને ચામાચીડિયામાં આવા અનેક પ્રાણઘાતક વાયરસ હોઈ શકે છે જે માણસના શરીરમાં પ્રવેશ કરી જીવનું જોખમ ઉભું કરી શકે છે. તેઓએ પણ આ વિષયે પુષ્કળ શોધખોળની જરૂર આવશ્યક ગણાવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત