Site icon News Gujarat

આટલા વર્ષ પહેલા થઈ હતી સુશાંત અને રિયાની મિત્રતા, પણ પછી થયુ કંઇક એવું કે….

જાણો કેવી રીતે થઈ હતી સુશાંત અને રિયાની મિત્રતા – સાત વર્ષ પહેલા થઈ હતી સુશાંત અને રિયાની મિત્રતા – અંકિતા સાથે થઈ રહી હતી લગ્નની વાતો

image source

તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુમાં એક નવો જ વણાંક આવ્યો છે. સુશાંતના પિતાએ આરોપ લગાવ્યો છે કે રિયાએ જ સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો છે. તેમણે રિયા વિરુદ્ધ પટનાનમાં એફઆઈઆર નોંધાવી છે. સમાચારોનું જો માનવામાં આવે તો સુશાંતે પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને પણ જણાવ્યું હતું કે રિયા તેમને પરેશાન કરી રહી છે. હાલ સુશાંતના કેસમાં આવેલા આ નવા વણાંકના કારણે લોકોને પણ રિયા અને સુશાંતના સંબંધોમાં રસ પડ્યો છે તો આજે અમે તમને જણાવીશું કે વાસ્તવમાં રિયા અને સુશાંતના સંબંધોની વાત શું છે.

image source

સુશાંતના મૃત્યુ બાદ પોલીસ કેટલાએ લોકોના નિવેદન નોંધી ચુકી છે. તેમા સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રિયા પણ છે. રિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેણી સુશાંતને કેવી રીતે મળી અને બન્નેના સંબંધ કેવી રીતે બંધાયા.

image source

રિયા ચક્રવર્તીએ પોલીસને ઝણાવ્યું હતું કે સુશાંતને પહેલીવાર તેણી 2013માં મળી હતી. સુશાંત તે સમયે ફિલ્મ શુદ્ધ દેશી રોમાંસનું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે રિયા અપને ડેડકી મારુતિ ફિલ્મમાં કામ કરી રહી હતી. બન્નેની ફિલ્મનો સેટ નજીક નજીક જ હતા. ત્યાંજ રિયા અને સુશાંતની પ્રથમ મુલાકાત થઈ હતી. ત્યાર બાદ રિયા અ સુશાંત કેટલીએ પાર્ટીઓમા મળ્યા અને બન્નેએ એકબીજાના નંબર એક્સ્ચેન્જ કર્યા.

image source

રિયા અને સુશાંતમાં મિત્રતા થઈ ગઈ અને હવે તેમની વચ્ચે મુલાકાતો પણ થવા લાગી. રિયાએ પોલીસને જણાવ્યુ હતું કે તે સમયે સુશાંત પહેલેથી જ રિલેશનશિપમાં હતો. સાથે સાથે રિયાના સંપર્કમાં પણ હતો.

રિયાએ જણાવ્યું કે 2017-18 દરમિયાન તે એક પ્રોડક્શન હાઉસથી અલગ થયા અને અલગ અલગ બેનર સાથે કામ કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ બન્ને રિલેશનશિપમાં આવ્યા. તમને જણાવી દઈએ કે 2016માં સુશાંત અને અંકિતા લોખંડેના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં હતા.

image source

રિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેણી સુશાંત સાથે રહેતી હતી પણ 6જૂનના રોજ સુશાંત ડિપ્રેશનમાં હતા અને તેમણે રિયાને જણાવ્યું કે તેમને એકલા છોડીને તેણી જતી રહે. રિયાએ જણાવ્યું કે તેણી સુશાંતની સ્થિતિને જોતા કશું જ કહ્યા વગર તેમનું ઘર છોડી જતી રહી. રિયાએ જણાવ્યું હતું કે 14મી જૂને અચાનક તેમની આત્મહત્યાની ખબર મળી.

image source

બીજા સમાચાર એવા પણ છે કે અંકિતા લોખંડેએ સુશાંતના પરિવારને જણાવ્યુ હતું કે 2019 દરમિયાન સુશાંત સાથે તેમની ચેટ થઈ હતી. સુશાંતે તેણીને મણિકર્ણિકા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે જ જણાવ્યું હતું કે રિયા તેમને ખૂબ પરેશાન કરી રહી છે અને તેઓ તે રિલેશનશિપમાં નથી રહેવા માગતા.

image source

સુશાંતના પિતાએ એફઆઈઆરમાં લખાવ્યું છે કે રિયા અને તેમના પરિવારે સુશાંતને પોતાના પરિવારથી અલગ કરી દીધા હતા. તેઓ મળીને તેને પાગલ જાહેર કરવા માગતા હતા. સાથે સાથે જ રિયાએ તેના મેડિકલ રિપોર્ટને સાર્વજનિક કરવાની પણ સુશાંતને ધમકી આપી હતી. હવે આ કેસ શું વણાંક લેશે તેની કોઈ જ ખબર નથી પણ લોકો આજે પણ સુશાંતના કેસ માટે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે જો કે સુપ્રિમ કોર્ટે આ માંગને ફગાવી મુકી છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version