એવા તો મોબાઇલમાં કેવા મશગુલ કે રસ્તાની આટલી મોટી ગટર પણ ન દેખાઇ..?

મોબાઇલ ફોન સ્માર્ટ બની ગયા અને માણસો ડફોળ… આ એટલા માટે કહેવુ પડે છે કારણ કે લોકોના હાથમાં સ્માર્ટ ફોન તો આવી ગયા.. પરંતુ તેનો સ્માર્ટ રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે હજી લોકોને સમજાતુ નથી.. મોબાઇલ ફોન જાણે માનવ જીવન પર હાવી થઇ ગયો છે.. અકસ્માતના એક એવા દ્રશ્યો કે જે તમને વિચલીત કરી શકે છે. અને આ દ્રશ્યો જોયા બાદ તમે પણ મારી વાત સાથે સંમત થશો..

image source

દ્રશ્યોમાં એક મહિલા પોતાના હાથમાં બાળકી સાથે રસ્તા પર ચાલતી દેખાઇ રહી છે.. મહિલાના એક હાથમાં બાળકી અને બીજા હાથમાં મોબાઇલ છે.. મહિલાનુ ધ્યાન જેટલુ બાળકીમાં નથી તેટલું મોબાઇલમાં છે.. મહિલા મોબાઇલમાં એટલી મશગુલ હતી કે તેને રસ્તા પર ખુલ્લી પડેલી ગટર પણ ન દેખાઇ… અને એકાએક તે મહિલા પોતાના હાથમાં રહેલા બાળક સાથે ગટરમાં ગરકાવ થઇ ગઇ..

આ દ્રશ્યો હરિયાણાના ફરિદાબાદ શહેરના છે.. અને આ શૉકિંગ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં મોબાઈલમાં મશગુલ મહિલા વાતો કરતાં કરતાં ગટરના ખુલ્લા મેનહોલમાં પડી ગઈ. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડની વચ્ચોવચ ખુલ્લા મેનહોલમાં મહિલા કેવી રીતે ગરક થઈ જાય છે. આ મહિલા પાંચ મહિનાના બાળકને તેડીને ચાલતા ચાલતાં બજારમાં જઈ રહી છે. મોબાઈલમાં વાતો કરતી હોવાને કારણે તેને મેનહોલનો જરાય ખ્યાલ રહેતો નથી. આગળ સાઈન બોર્ડ મૂક્યું હોવા છતાં મહિલા નજીકથી ચાલે છે અને તરત જ ગટરમાં ગરકાવ થઈ જાય છે.

image source

જો કે સદનસીબે આસપાસના લોકો તરત જ દોડી આવે છે, અને એક યુવક જીવના જોખમે સીધો મેનહોલમાં ઉતરી જાય છે. આ યુવક ગણતરીની સેકન્ડમાં જ મહિલા અને બાળકને ઊંચકે છે અને બહાર રહેલા લોકો બન્નેને ખેંચી લે છે. આ ઘટનાના CCTV ફૂટેજ ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. CCTV ફૂટેજ પરથી સમજી શકાય છે કે, નગર નિગમની બેદરકારી તો છે જ, સાથે સાથે મહિલાની બેદરકારી પણ એટલી જ છે.

image source

હવે આ ઘટના પરથી તમે સારી રીતે સમજી શકો છો કે મોબાઇલ કઇ હદે માનવ જીવન પર હાવી થઇ ગયો છે.. પોતાના વ્હાલસોયા બાળક કરતાં પણ વધારે ધ્યાન જો મોબાઇલમાં હોય તો આવી ઘટના બને તેમાં કોઇ નવાઇ નથી..

આ કિસ્સો ઉદાહરણરૂપ છે

image source

આજકાલના સ્માર્ટ પેરેન્ટ્સ પણ કંઇક આવી જ ભૂલો કરે છે.. માતા પિતા મોબાઇલમાં વ્યસ્ત હોય અને બાળકને રમવું હોય.. પરંતુ માતા અને પિતા તેમની સાથે સમય કાઢવાની જગ્યાએ સ્માર્ટ ફોનમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે ઘણીવાર પોતાનુ બાળક ક્ષણભરમાં ક્યા જતુ રહે અને તેની સાથે શું થઇ જાય તેનો અંદાજ સુધ્ધા નથી રહેતો.. માટે આ કિસ્સો એવા માતા પિતા માટે ચેતવણીરૂપ છે.