આ વ્યક્તિ મૃત્યુ માટે કુદયો સાબરમતી નદીમાં, અને ફસાઇ ગયો….જાણો એવું તો શું થયું કે 3 દિવસ પછી નિકળ્યો જીવતો

ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી નદીમાં એક વ્યક્તિ પોતાનું જીવન ટુંકાવવાના ઉદ્દેશથી છલાંગ લગાવે તો છે પણ આ વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ જવાના બદલે ઝાડી ઝાંખરામાં ફસાઈ જાય છે જ્યાં આ વ્યક્તિ સતત ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા વિતાવી દે છે. પરંતુ પછીથી આ વ્યક્તિને સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદથી બચાવી લેવામાં આવે છે.

ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિ આત્મહત્યા કરવા માટે સાબરમતી નદીમાં જઈને કુદી જાય છે. સાબરમતીમાં આ વ્યક્તિ નદીના પ્રવાહમાં નથી વહી શકતો પરંતુ ઝાડી ઝાંખરામાં ફસાઈ જાય છે. ઝાડી ઝાંખરામાં આ વ્યક્તિ ત્રણ દિવસ સુધી ભૂખ્યો- તરસ્યો પડ્યો રહે છે. બુધવારના રોજ એક માછીમારની નજર આ વ્યક્તિ પર પડે છે અને ત્યાર બાદ સ્થાનિક વ્યક્તિઓ દોડી આવે છે. આ સાથે જ ફાયર બ્રિગેડ વિભાગને પણ તેની સુચના આપી દેવામાં આવે છે. ત્યારે આ વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળે છે. આ વ્યક્તિને બહાર કાઢી લીધા પછી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે.

image source

સંવાદદાતા જણાવે છે કે, એ વ્યક્તિની ઓળખ ૪૨ વર્ષની ઉમર ધરાવતા ત્રિલોક સિંહ નકુમના નામથી કરવામાં આવી છે. પહેલી નજરે જોતા આ વ્યક્તિની માનસિક સ્થિતિ યોગ્ય નહી હોવાની જાણકારી મળી છે. ત્રણ દિવસ પહેલા આ વ્યક્તિ આત્મહત્યા કરવાના ઉદ્દેશથી અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી નદીમાં કુદી ગયો હતો અને કેશવ નગર રેલ્વે પુલથી ટોરેન્ટ પાવર સુધી સાબરમતી નદીમાં આવેલ જંગલી ઝાડી ઝાંખરાની વચ્ચે ફસાતો રહ્યો છે.

જયારે આ વ્યક્તિ પર એક માછીમારની નજર પડે છે તો આ વ્યક્તિ જોર જોરથી બુમો પાડવા લાગે છે.:

આ બાબતની સુચના મળતા જ ફાયર બ્રિગેડ વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોચી જાય છે અને ઘણી મહેનત કર્યા પછી આ વ્યક્તિને સુરક્ષિત રીતે સાબરમતી નદીમાં આવેલ ઝાડી ઝાંખરા માંથી બહાર કાઢી લેવામાં આવે છે. પુછપરછ કરવા દરમિયાન આ વ્યક્તિએ પોતાનું નામ જણાવવાની સાથે જ આત્મહત્યા કરવા માટે સાબરમતી નદીમાં છલાંગ લગાવી હોવાની વાત જણાવી છે. જો કે, સરનામું પૂછવામાં આવ્યું ત્યારે તે વ્યક્તિએ અલગ અલગ જગ્યાના નામ જણાવવા લાગે છે. તે વ્યક્તિને હોસ્પીટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

image source

સાબરમતી નદીની આસપાસના સ્થાનિક વ્યક્તિઓએ ફાયર બ્રિગેડને જણાવ્યું છે કે, આ યુવક લગભગ ત્રણ દિવસથી તે જગ્યા પર હતો. સાબરમતી નદીમાં લોકો નારિયેળ, પૈસા કે પછી અન્ય કોઈ વસ્તુઓની શોધવા માટે કુદતા રહે છે, એવું માનીને કોઈ વ્યક્તિએ એ તરફ ધ્યાન આપ્યું નહી, પરંતુ બુધવારના રોજ જયારે તે વ્યક્તિ જોર જોરથી બુમો પાડવાનું શરુ કરી દીધું તો લોકો આ વ્યક્તિને બચાવવા માટે પહોચી જાય છે.

Source : dailyhuntnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત