જો તમારી પાસે પણ આ કાર્ડ હશે તો આ કાર્ડ પર મળે છે તમને દસ લાખ રૂપિયા

સામાન્ય રીતે એટીએમ કાર્ડનો ઉપયોગ આપણે બધાયે કર્યો હશે પણ આ ઉપયોગ આપણે માત્ર પૈસા ઉપાડવા માટે જ કરીએ છીએ. આ સિવાયનો કોઈ ઉપયોગ આપણા મનમાં આવતો નથી. જો કે અમે એક અલગ જ માહિતી આપની માટે લઈને આવ્યા છીએ. જો તમારી પાસે રૂપેનું એટીએમ કાર્ડ છે તો તમે આ વાંચીને ખુશ થઇ શકો છો. કેમકે રૂપેનું કાર્ડ તમને સંકટ સમયે ઘણું સહાયક થઇ શકે છે. વાસ્તવમાં રુપેના એટીએમ કાર્ડ પર તમને એક લાખથી લઈને દસ લાખ સુધીનો ઇન્શ્યોરન્સ મળે છે. આ સાથે અનેક પ્રકારના અન્ય ફાયદા પણ એમાં સામેલ છે. આ ફાયદા ઘણા ઓછા લોકો જાણતા હોય છે, પણ આજે અમે આપને જણાવીશું આ લાભ અંગે.

અન્ય કાર્ડની સરખામણીએ એ ઘણું ફાયદાકારક

image source

સામાન્ય રીતે અનેક પ્રકારના કાર્ડની સરખામણીએ આ કાર્ડથી લાભ થાય છે. રૂપે એ સ્વદેશી કાર્ડ તરીકે જાણીતું છે. પરિણામે કોઈ પણ જાતના કાર્ડ દ્વારા પૈસાની લેવડ દેવડની પ્રક્રિયા દેશમાં જ થતી હોવાથી અન્ય કાર્ડની સરખામણીએ એ ઘણું ફાયદાકારક છે. આ કાર્ડ સંપૂર્ણ પણે ભારતીય એટલે કે સ્વદેશી છે. પરિણામે રૂપે કાર્ડને લગતી તમામ ઓફર પણ ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે.

અન્ય કાર્ડની સરખામણીએ રૂપે ઘણું સસ્તું છે

image source

આ કાર્ડની પહેલ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ કાર્ડ દ્વારા ક્લેમ કરવામાં આવતી રકમ પણ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જ આપે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્ડનો ઉપયોગ કરવા પર વિદેશમાં અઢળક ફાયદો થાય છે. કારણ કે અન્ય કાર્ડની સરખામણીએ રૂપે ઘણું સસ્તું છે. પરિણામે વિદેશમાં આ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે તો એટીએમનો ઉપયોગ કરવા પર ૫ ટકા કેશબેક અને પીઓએસ મશીનના ઉપયોગ પર ૧૦ ટકાનું કેશબેક પણ મળે છે.

કેવી રીતે મળી શકે છે રૂપે કાર્ડ

image source

સામાન્ય રીતે એસબીઆઈ અને પીએનબી સહિતની દરેક સરકારી બેંકો આ પ્રકારનું કાર્ડ પોતાના ગ્રાહકોને આપે છે. આ સિવાય એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સીસ બેંક સહિતની ખાનગી બેંકો પણ હવે આવા પ્રકારનું જ કાર્ડ ઇસ્યુ કરે છે. જો તમે પણ કાર્ડ મેળવવા ઈચ્છો છો તો તમે પણ આ અંગે તમારી બેંકમાં પૂછપરછ કરી શકો છો.

રૂપે કાર્ડ પર મળે છે આટલું વીમા કવર

image source

આ કાર્ડ પર એકસીડેન્ટમાં મૃત્યુ થવા પર અથવા હંમેશા માટે વિકલાંગતા આવવા પર ઇન્શ્યોરન્સ કવર મળે છે. સામાન્ય રીતે રૂપેય કાર્ડ બે પ્રકારનું હોય છે. ક્લાસિક અને પ્રીમીયમ. જો ક્લાસિક કાર્ડ હોય તો આ કાર્ડ પર તમને ૧ લાખ રૂપિયાનું વીમા કવર મળે છે, જ્યારે પ્રીમીયમ કાર્ડ પર ૧૦ લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે.

નોન પ્રીમીયમ કાર્ડ પર પણ મળશે કવર

image source

રૂપે કાર્ડનું નોન પ્રીમીયમ કાર્ડ રાખનાર લોકોને પણ દુર્ઘટના સમયે અથવા હમેશા માટેની વિકલાંગતા પર ૧ લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. જો કે પ્રીમીયમ કાર્ડ હોલ્ડરને ૨ લાખ રૂપિયાનું કવર મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત