Site icon News Gujarat

આત્મનિર્ભર ગુજરાત વિઝન સાથે અનેક ક્ષેત્રોમાં 14 હજાર કરોડનું પેકેજ જાહેર, જાણો વિસ્તૃતમાં તમે પણ

આત્મનિર્ભર ગુજરાત વિઝન સાથે અનેક ક્ષેત્રોમાં 14 હજાર કરોડનું પેકેજ જાહેર

ભારત સરકારે કરેલ પેકેજની જાહેરાત બાદ હવે ગુજરાત સરકારે પણ કોરોનાને પગલે લોકહિત માટે ૧૪ હાજર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં ગુજરાતના લોકો તેમજ અનેક ક્ષેત્રો માટે સહાયની વિવિધ જાહેરાત કરવામાં આવી છે.

image source

પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ તેમજ વાહન કરમાં માફી તેમજ રાહત આપવા રૂ. 2300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉદ્યોગ અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા સબસીડી રૂપે સરકારે રૂ. 3038 કરોડનું પેકેજ ફાળવ્યું છે. તેમજ ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટની સરળતા માટે રૂ. 458.59 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. કૃષિ, પશુપાલન તેમજ મત્સ્યોધ્યોગ માટે પણ રૂ. 1190 કરોડની રાહત જાહેર કરાઈ છે. હાઉસિંગ સેક્ટર માટે રૂ. 1000 કરોડ અને સ્વરોજગાર માટે રૂ. 525 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શ્રમિક કલ્યાણ માટે રૂ. 466 કરોડ તેમજ રૂ. 5044.67 કરોડની અન્ય રાહતો પણ આપવામાં આવી છે.

image source

હાલમાં જ્યારે કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે અર્થતંત્રની ગતિ અવરોધાઈ રહી છે, ત્યારે ગુરુવારની સાંજે કેન્દ્રની જેમ જ ગુજરાત સરકારે પણ 14 હાજર કરોડ રુપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ એવા ડૉ. હસમુખ અઢિયાની આગેવાનીમાં રાજ્ય સરકાર દ્વારા રચાયેલ કમિટિની ભલામણ ધ્યાનમાં રાખીને આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ કમિટિએ ત્રણ દિવસ પહેલા સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો હતો. અહેવાલનો અભ્યાસ કર્યા પછી મંત્રીઓ, અધિકારીઓ તેમજ વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

મહત્વની જાહેરાત

image source

ઉલ્લેખનીય છે કે આ પેકેજમાં 2300 કરોડની વીજ બિલ સહાય, તેમજ વાહન કર અને પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જોગવાઈઓ કરવામાં આવી છે. મહિનાના 200 યુનિટથી ઓછો વીજનો વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું બીલ એક વાર માફ કરવામાં આવશે.

આત્મનિર્ભર ગુજરાત માટેના રાહત પેકેજના અંશ

• મકાન બનાવવા સરકાર શ્રમિકોને સહાય આપશે

• વીજળીનું બીલ 100 યુનિટ સુધી માફ થશે

• વીજળી બિલ માફીનો લાભ 92 લાખ જેટલા લોકોને મળશે

image source

• 1 એપ્રિલથી લઈને રોડ ટેક્સ 6 મહિના માટે માફ.

• વેપારીઓ જુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે

• આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે

• જિલ્લા નોડલ અધિકારીઓ MSME માટે નિમવામાં આવ્યા

• ગાયદીઠ 900 રૂપિયા પશુપાલકોને પણ ચુકવાશે

• ધનવંતરી રથો 20 કરોડના ખર્ચે વધારવામાં આવશે

image source

• 120 કરોડ રૂપિયા એસટી નિગમને પણ ફાળવાયા

• 5 ટકા વીજબીલ નાના વ્યવસાય માટે માફ

• ખેતરોમાં ગોડાઉન બનાવવા માટે 350 કરોડની ફાળવણી

• 20 ટકા વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં માફ

• GIDCને ફરી ધમધમતી કરવા પ્રયાસ

image source

• મહાનગરોને રૂ. 100 કરોડ CM રાહત ફંડમાંથી ફાળવવામાં આવ્યા

14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો

• નાના વ્યવસાય માટે વીજ કરમાં ઘટાડો

સરકારે લગભગ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજળીના બિલમાં મે મહિનાનો ફિક્સ ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડાં, મેડિકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ અને મૉલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચિંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન માટે જુન, જુલાઇ અને ઓગષ્ટ એમ ત્રણ મહિના માટનો વીજળી શુલ્ક કર 20 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે. આ રાહતનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ, તેમજ કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 80 કરોડ રૂપિયાની આર્થિક રાહત આપવામાં આવશે.

image source

• 100 યુનિટ સુધી વીજળી બીલ માફ (એક વખત)

માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વિસ્તાર માટે સરકાર દ્વારા 100 યુનિટ સુધીનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી 650 કરોડ રૂપિયાના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ઉપભોક્તાઓને મળશે.

• કોન્ટ્રાક્ટરોને હંગામી ધોરણે સરકારી કામો માટે વીજ કનેક્શન

image source

સરકાર માટે ચાલતા કામ રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોમાં થતા સરકારી કામો માટે કોન્ટાક્ટરોને પણ હંગામી ધોરણે વીજળીના જોડાણ કરી આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન પ્રોજેક્ટનું કામ બંધ થયેલ હોવાથી આ સમયે ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરી ૫ કરોડ સુધીની સહાય પણ કરવામાં આવશે.

• પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ સુધી ચુકવવા પર 10% માફી

image source

આ પેકેજ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં 2300 કરોડની માફી અને રાહતો આપવામાં આવી છે. વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સની ચુકવણીમાં 20% સુધીની રાહત આપવામાં આવશે. 600 કરોડ રૂપિયાની માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ જેટલા વાણિજ્યિક ક્ષેત્રોને મળશે. જેમાં શહેરી વિસ્તારની તમામ મિલકતોનું વર્ષ 20-21ના પ્રોપર્ટી ટેક્સને જો 31 જુલાઈ સુધી ચુકવી દેવામાં આવશે તો 10%ની માફી મળવાપાત્ર રહેશે. આ રાહતનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.

• ઉદ્યોગ માટે 3,038 કરોડની પ્રોત્સાહક સબસીડી

image source

રાજ્ય ભરમાં હાલમાં કોરોના મહામારીની સ્થિતિના લીધે ધીમી પડેલ ઔધોગિક પ્રવૃત્તિને વેગ આપવા માટે સરકારે 768 કરોડની કેપીટલ તેમજ વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી પણ મોટી રાહત મળશે.

• ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે કેપીટલ અને વ્યાજ સબસીડી

image source

રાજ્ય ભરમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે, આ સ્થાન સાથે જ તે મોટા પ્રમાણમાં રોજગારી પણ પુરી પાડે છે. આવા ઉદ્યોગોને 450 કરોડની કેપીટલ તેમજ વ્યાજ સબસીડીની ચુકવણી 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે. કરોના મહામારીની આ વિકરાળ સ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળે તે સરકારની દ્રષ્ટીએ જરુરી છે. સહાય અંતર્ગત મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ 150 કરોડ રૂપિયાની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે.

• ઉદ્યોગોનો 200 કરોડ રૂપિયાનો ફિક્સ ચાર્જ માફ

image source

લગભગ 33 લાખ જેટલા વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજળીનું જોડાણ ધરાવતા ગ્રાહકોને વીજળીના બિલમાં મે મહિનાનો ફિક્સ ચાર્જ માફ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ દ્વારા કુલ 200 કરોડ રૂપિયાનો ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત વીજળીનું ઔધોગિક કનેકશન ધરાવતા ગ્રાહકોને મે મહિનાના ફિકસ ચાર્જનું 400 કરોડ રૂપિયાનું ભારણ હાલમાં ન પડે એવા હેતુથી ફિક્સ ચાર્જિસની ચુકવણી માટે મુદત વધારીને આ રકમ સપ્ટેમ્બર 20થી ડિસેમ્બર 20 સુધીમાં વ્યાજ વગર સમાન ભાગે ચુકવવાની છુટ અપાઈ છે.

• વાહન ધારકોને રોડ ટેક્ષની 221 કરોડની માફી

image source

લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન ક્ષેત્રમાં નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો તેમજ કોન્ટ્રાકટ કેરેજ બસો તથા જીપ, ટેક્ષીના ધંધાને મોટી અસર થઇ છે. આ સંજોગોમાં સરકારે એમને પણ ૧ એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 6 મહિનાના રોડ ટેક્ષ ચુકવવામાં સંપૂર્ણ માફી આપવામાં આવી છે. આ અંતર્ગત 63 હજાર વાહન ધારકોને લગભગ 221 કરોડ રૂપિયાની રોડ ટેક્ષમાં સહાય મળશે.

• વેપારીઓને 1200 કરોડનું પડતર ટેક્ષ રિફંડ

રાજ્યના 3200 કરતા પણ વધુ વેપારીઓને 1200 કરોડ રૂપિયાનું પડતર VAT અને GST ટેક્ષ રિફંડ 31 જુલાઇ સુધી ચુકવવામાં આવશે. આ સરકારી સહાય દ્વારા વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે. રાજ્યના 27 હજારથી વધારે ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત 190 કરોડ રૂપિયાની સબસીડી 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે.

image source

• સોલાર રુફ ટોપ માટેની રૂ. 190 કરોડની સબસીડી

સોલાર રુફ ટોપ યોજના હેઠળ પાંસઠ હજાર કુટુંબો માટે 190 કરોડ રૂપિયાની સબસીડી 31 જુલાઇ સુધી આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી સરકાર દ્વારા એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને 90 કરોડ રૂપિયાની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version