Site icon News Gujarat

આતંકનો અડ્ડો, મળ્યો કાશ્મીરમાં આ જગ્યાએથી, શું તમે જાણો છો આટલી મોટી વાત?

કાશ્મીરમાં સરકારી અધિકારીની દુકાનમાં જ મળ્યો આતંકનો અડ્ડો

image source

કાશ્મીરમાં રાજનૈતિક મુદ્દાનો અંત અજ્રુર આવ્યો છે અને સીધા હુમલાનો પણ છુપાઈને ચાલતી પ્રવૃતિઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. જેના જવાબ રૂપે સુરક્ષા દળોએ આતંક વિરોધી કાર્યવાહી ચાલુ રાખતા, દક્ષિણ કાશ્મીર જિલ્લાના પુલવામામાં વાયલૂ, રાજપોરામાં એક આતંકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જો કે તમને પણ એ જાણીને આશ્ચર્ય થશે કે આ અડ્ડો સરકારમાં કામ કરતા મહેસૂલ વિભાગમાં નાયબ મામાલતદાર કક્ષાના અધિકારીની દુકાન હેઠળ જ બનાવવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન દ્વારા આ બધું જ સામે આવ્યું હતું ત્યારે પોલીસે નાયબ મામલતદાર નઝીર અહેમદવાની સામે પણ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર આ નાયબ મામલતદાર નઝીરનો ભાઈ પણ એક આતંકી હતો. જે 1996 માં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આટલું જ નહી, નજીરનો અન્ય નજીકનો સબંધી લિયાકત પણ એક પ્રખ્યાત હિઝબનો આતંકવાદી. જો કે લીયાકાતની હત્યા પણ બે વર્ષ પહેલા આતંકવાદી પ્રવૃતિઓના કારણે કરાઈ હતી.

image source

નાયબ મામલતદારની દુકાન નીચે આતંકવાદને સંરક્ષણ

સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે વિશ્વસનીય સૂત્રોએ તેમને આ માહિતી આપી હતી, કે આતંકવાદીઓએ એક ઠેકાણું અવંતીપોરની સાથે જ આવેલાં વાયસૂ રાજપોરામાં પણ બનાવી રાખ્યુ છે. આ માહિતી મળતા જ પોલીસે સીઆરપીએફ અને આર્મીના અમુક જવાનો સાથે મળીને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આ સર્ચ દરમિયાન વાઈલુ ગામની એક દુકાનમાં જ આતંકવાદી અડ્ડો મળી આવ્યો હતો. વધારે તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દુકાન નાયબ મામલતદારની દુકાન હેઠળ બનાવવામાં આવી હતી.

નાયબ મામલતદાર સામે પણ ગુનો નોધવામાં આવ્યો

image source

પોલીસને મળેલી માહિતી અનુસાર સર્ચ ઓપરેશન થયું હતું. જો કે આ સ્થળેથી કોઈ હથિયાર મળ્યા નહોતા અને દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ અડ્ડો આતંકીઓએ ઘણા સમય પહેલા જ છોડી દીધો હતો. જો કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જગ્યા એક સરકારી અધિકારી નાયબ મામલતદારની દુકાન હેઠળ બનાવવામાં આવી હતી. પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન

image source

રાજપોરાને જ અડીને આવેલા મલંગપોરામાં રાત્રે 10 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ દેખાયા હોવાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આપને એ પણ જણાવી દઈએ કે આ મલંગપોરા ગામ એ હિઝબના પ્રખ્યાત કમાન્ડર ડો.સૈફુલ્લાહ ઉર્ફે સૈફનું ગામ છે.

સુરક્ષાદળોની ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન

image source

સુરક્ષાદળો દ્વારા તૈયાર કરાયેલા 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં, તે પ્રથમ ક્રમમાં આવતા ત્રણ આતંકવાદીઓમાંનો એક છે. ડો.સૈફ વિશે એવું પણ કહેવામાં આવે છે કે રિયાઝ નાઈકુની હત્યા પછી હિઝબે તેને આગામી કમાન્ડર બનાવ્યો છે. આ દરમિયાનમાં શ્રીનગરના રામબાગ વિસ્તારમાં મોડી રાત્રે આતંકી પ્રવૃત્તિ અંગેની બાતમી મળતાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version