પહેલી પત્ની પાસે પરવાનગી લઈને યે રિશ્તા..ના આ અભિનેતાએ કર્યા હતા બીજા લગ્ન, કંઇક આવું હતુ બાળકોનું રિએક્શન
ઘણીવાર સીરિયલમાં રોમાન્સ કરતા કરતા એક્ટર્સ પોતાની અસલ જિંદગીમાં પણ એકબીજાને દિલ આપી બેસે છે. અને પછી સ્ક્રીન પર દેખાતી આ જોડીઓ રિયલ લાઈફમાં પણ જોડી બનો જાય છે. પણ ક્યારેક ક્યારેક અમુક સ્ટોરી એકદમ ફિલ્મી હોય છે એકદમ સ્ટાર પ્લસની જાણીતી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાતા હેના એકટર સંજીવ શેઠ અને એક્ટ્રેસ લતા સબરવાલ જેવી. કદાચ તમને એ જાણીને ચોંકી ઉઠશો કે સંજીવ શેઠે લતા સબરવાલ સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્નીની પરવાનગી લીધી હતી.

યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા સંજીવ શેઠ અને લતા સબરવાલે પતિ પત્નીનું પાત્ર ભજવ્યું હતું. પણ આ પાત્રને નિભાવતા નિભાવતા કોણ જાણે ક્યારે આ બંને એકબીજાને દિલ આપી બેઠા. પણ બંનેનું મિલન એટલું સરળ પણ નહોતું. વાત જાણે એમ હતી કે સંજીવ શેઠ પહેલેથી જ પરણિત હતા અને એટલું જ નહીં એમના બે બાળકો પણ હતા.

સંજીવ શેઠના પહેલા લગ્ન અભિનેત્રી રેશમાં ટીપનીસ સાથે થયા હતા. તમને જણાવી દઈએ કે એ બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત હતો. રેશમાં ટીપનીસની ઉંમર જ્યારે ફ્લર્ટ 20 વર્ષની હતી ત્યારે એમને સંજીવ શેઠ સાથે વિવાહ રચાવી લીધા હતા. થોડા દિવસ સંજીવ અને રેશમાં ખૂબ જ પ્રેમથી રહ્યા પણ પછી બન્ને વચ્ચે ક્લેશ શરૂ થઈ ગયો. અને લગ્નના 11 વર્ષ પછી સંજીવ અને રેશમાં બંને એકબીજઠ8 અલગ થઈ ગયા.

લતા સબરવાલ સાથે પ્રેમ થયા પછી સંજીવ શેઠે ઘણા સમય સુધી એમને પ્રપોઝ પણ નહોતો કર્યો. સંજીવ શેઠને ડર હતો કે એની અસર એમના પ્રેમ પર ન પડી જાય. એ માટે એમને એક આઈડિયા અજમાવ્યો.

લતા સબરવાલને પ્રપોઝ કરતા પહેલા એમને એ વિશે પોતાના બાળકો અને પોતાની પહેલી પત્ની રેશમાં સાથે વાત કરી અને એમની પાસે બીજા લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. સંજીવ શેઠનો આ વ્યવહાર જોઈ એમનો પરિવાર ખૂબ જ ખુશ થયો. એ પછી સંજીવ શેઠે લતા સબરવાલને પ્રપોઝ કર્યો.

આશ્ચર્યની વાત એ છે કે સંજીવ શેઠ અને લતા સબરવાલના લગ્ન માટે સંજીવની પહેલી પત્ની રેશ્માએ પણ મદદ કરી. અને આ રીતે સંજીવ શેઠ અને લતા સબરવાલ હંમેશા માટે એકબીજાના થઈ ગયા. વર્ષ 2010માં સંજીવ અને લતાએ લગ્ન કર્યા હતા. અને ત્યારથી આ બંને એકબીજા સાથે સુખી લગ્ન જીવન વ્યતીત કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત