વાહ ભાઈ વાહ: છત્તીસગઢનાં એન્કાઉન્ટરમાં શહીદ જવાનોના પરિવારને આપવામા આવશે ૮૦ લાખની સહાય અને સરકારી નોકરી

છત્તીસગઢનાં બીજપુર અને સુકમા જિલ્લાની સરહદ પર થયેલા એન્કાઉન્ટરમાં 24 જવાનો શહીદ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ ઈનામી નક્સલવાદી હિડમાને પકડવા માટે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છત્તીસગઢનાં આ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં શનિવાર આ એન્કાઉન્ટર થયું હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ હવે મુખ્યમંત્રી ભુપેશ બધેલે શહીદ જવાનોનાં પરિવારને સહાય આપવાની વાત કરી છે.

image source

આ નક્સલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શહીદ સૈનિકોનાં પરિવારોને 80 લાખ રૂપિયાની આર્થિક સહાય અને કુટુંબનાં કોઈ એક સભ્યને નોકરી સરકાર દ્વારા આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સિવાય રાજ્યના જનસંપર્ક વિભાગનાં અધિકારીઓએ સાથે થયેલી વાતચીતમાં પણ સહાય આપવા અંગે જાણવા મળ્યું હતું. તેમણે સોમવારે થયેલી વાત દરમિયાન કહ્યું હતું કે રાજ્યનાં બીજપુર અને સુકમા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં પોલીસ-નક્સલવાદી એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસ અધિકારીઓ અને જવાનોનાં પરિવારોને ઓછામાં ઓછી 8૦ લાખની આર્થિક સહાય મળશે. વધારે માહિતી આપતા તેમણે જણાવ્યું કે કુટુંબનાં કોઈ એક સભ્યને નોકરી પણ આપવામાં આવશે.

image source

અધિકારીઓ સાથે આ અંગે થયેલી વાતમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેશ બાધેલે અધિકારીઓને સૂચના આપી છે કે આર્થિક સહાય અને પરિવારનાં એક વ્યક્તિને નોકરી આપવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય, વિશેષ ગ્રાન્ટ,સામૂહિક વિશેષ અનુદાન,શહીદ સન્માન નિધિ,જૂથ વીમા રકમ અને અન્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

image source

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં શહીદ પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ પેરા-સૈન્ય દળોના જવાનોનાં પરિવારોને રાજ્ય સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ અને સામૂહિક વીમા વિશેષ ગ્રાન્ટની રકમ મળીને રૂ.45.40 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આગળ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ પેરા-લશ્કરી દળોના શહીદ અધિકારીઓ અને સૈનિકોનાં પરિવારનાં એક વ્યક્તિને આપવામાં આવતી નોકરી અને આર્થિક સહાયતા સંદર્ભે અર્ધલશ્કરી દળવતી કાર્ય કરવામાં આવશે.

image source

આ નક્સલી હુમલા પાછળ હિડમાનો હાથ હોવાનું જાણવા મળી રહ્યું છે. લગભગ 2000 સૈનિકોની એક ટીમ આ હિડમાને પકડવા માટે કામ કરી રહી હતી. જંગલમાં જુદી જુદી દિશાઓમાં સેનાએ પ્રવેશ કરી અને સર્ચિંગ ચાલું કર્યું હતું. પરંતુ નક્સલવાદીઓએ જંગલ ગાઢ હોવાંનો ફાયદો ઉઠાવ્યો અને એક ટીમને અંબુશમાં ફસાવી દીધી. આ પછી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જ કારણે આટલી મોટી સંખ્યામાં જવાનોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

મળતી માહિતી મુજબ છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત બીજપુર અને સુકમા જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં 22 સુરક્ષા દળના જવાનો શહીદ થયા હતા અને 31 અન્ય સૈનિકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે શાહીદોનાં આ લિસ્ટમાં સીઆરપીએફની કોબ્રા બટાલિયનનાં સાત કર્મચારી,સીઆરપીએફનાં બસ્તારિયા બટાલિયનનો એક સૈનિક,ડીઆરજીના આઠ કર્મચારી અને એસટીએફનાં છ જવાનોનાં શામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *