જો તમે જોશો આ ચેનલો, તો આપોઆપ જ નેગેટિવ વિચારો ફેંકાઇ જશે બહાર અને આવશે પોઝિટિવિટી

ઘરમાં પોઝિટિવ રહેવું હોય તો દૂરદર્શનની વિવિધ ચેનલો જુઓ

આજે ડીડી ભારતી ચેનલ પર મહાભારત શ્રેણી પૂર્ણ થઈ એ પછી બે અંત્યત સુંદર કાર્યક્રમો જોયા. એક આકર્ષક છાયા નૃત્ય હતું તો એ પછી આબુ ઈન્ટરનેશનલ નૃત્ય મહોત્સવનાં નૃત્યોનો કાર્યક્રમ હતો. અને હા, વચ્ચે સુંદર સંગીતવાદન સાથે પ્રકૃતિનાં એટલાં સરસ ફૂલો બતાવ્યાં કે આંખોએ મને હજાર વાર થેક્યુ કહ્યું..

એક ભલામણ કરું છું… આવા દહેશતગ્રસ્ત દિવસોમાં ખાનગી સમાચાર ચેનલો જોવાનું ટાળો. તેના બદલે દૂરદર્શનની જુદી જુદી ચેનલો જુઓ. ખાનગી ચેનલો પર અવાજો-કોલાહલ-શોરબકોરના મોટા મોટા ગોળા વછૂટે છે તો દૂરદર્શન પર કોઈ નદી રમ્ય રીતે વહેતી હોય તેવા કાર્યક્રમો રજૂ થાય છે.. કોઈ શોરબકોર નહીં, મોટા અવાજો નહીં. એકદમ સરળ અને સરસ રજૂઆત.

જંયતી પટેલ રંગલો (હવે સ્વર્ગસ્થ) મને નિયમિત કહેતા કે હું તો દરરોજ સવારે ત્રણ કલાક દૂરદર્શન ચેનલ જ જોઉં છું…

સૂર્યકાન્ત પરીખ (ગાંધીજન) તો અવારનવાર ફોન કરીને દૂરદર્શનની કઈ ચેનલ પર કયા સરસ કાર્યક્રમો આવી રહ્યા છે તે જણાવતા. ફોન કરીને આપણી પાસે ટીવી ચાલું કરાવે, પાકી ખાતરી કરીને પછી જ ફોન મૂકે. તેમની ભલામણથી અમે અનેક શ્રેષ્ઠ સાંગીતિક કાર્યક્રમો માણ્યા છે. આભાર દાદા.

અમારા દિલ્હીવાસી વિદ્વજન મિત્ર અમિત જોશી પણ ફેસબુક પર ડીડી લોકસભા અને ડીડી રાજ્યસભામાં કયા કાર્યક્રમો આવે છે તેની નોંધ ફેસબુક પર મૂકે અને અમે સરસ કાર્યક્રમો માણીએ.

દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ, સમાચાર ચેનલ, લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી જોવાનું રાખવા જેવું છે. ભારતીય સંસ્કૃતિને જોવા માટે આ બધી ચેનલો ખૂબ જ ઉપયોગી છે. અનેક સંસ્કૃતિઓથી છલકાતા અને મહેંકતા ભારતની વિરાસત અને વારસાને માણવા માટે આ ચેનલો ખૂબ ઉપયોગી થાય તેવી છે. એક એકથી ચડિયાતા અનેક સુંદર સાંગીતિક-સાંસ્કૃતિક અને કળાના કાર્યક્રમો તેના પર આવે છે. જો આપણી નવી પેઢી આ બધા કાર્યક્રમો જુએ તો તેને ભારતનો પરિચય પણ થાય.

થોડી અતિશ્યોક્તિ કરીને હું કહીશ કે દૂરદર્શનની ચેનલો આપણી સંસ્કૃતિ બતાવે છે તો સામે ખાનગી ચેનલો વિકૃતિ બતાવે છે. દૂરદર્શન ચેનનો શ્વાસ લેતાં શીખવાડે છે, બીજી ચેનલો ચેન લઈ લે છે. (અપવાદો હોઈ શકે છે.. આ એક સરેરાશ (જનરલ) વાત છે..)

બીજી ચેનલો જોતાં લાગે છે કે જીવનમાં સમસ્યાઓ જ છે, છળ-કપટ છે, ખુના-મરકી છે, બનાવટ છે, બધુ બગડી ગયું છે, સડી ગયું છે… જીવન જીવવા જેવું જ નથી… તો તેની સામે દૂરદર્શનની ચેનલો જોતાં એવો અનુભવ થાય છે કે જીવન સુંદર છે, મસ્ત છે અને જીવવા જેવું પણ છે.. જો બની શકે તો નવી પેઢીને રામાયણ અને મહાભારત સિરિઅલો પણ બતાવો.

અને હા, 14મી એપ્રિલ, 2020 સુધી દરરોજ નિયત કરેલા બે-ત્રણ કલાક જ ટીવી જુઓ અને તેમાં પણ દૂરદર્શનની ચેનલોને પહેલી તક આપો.. જો જો તમે મજા આવશે. હું ખાતરી આપું છું.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત