ઓનલાઈન શોપિંગને લઈને આવ્યા નવા નિયમો, ફ્લેશ સેલના નામે છેતરાશો નહીં

ઈ કોમર્સ અને ઓનલાઈન શોપિંગની સાથે જોડાયેલા કેટલાક નિયમોને લઈને સરકારે કવાયત શરૂ કરી છે. ઓનલાઈન શોપિંગ સાઈટ્સ ઈ કોમર્સ દ્વારા છૂટક બજારો પર મોનોપોલીની સ્થિતિ ન બને તે માટે કેન્દ્ર સરકારે નવા નિયમો તૈયાર કર્યા છે. ગ્રાહકો અને વિક્રેતાઓની તરફથી છૂટના નામે મોનોપોલી સંબંધી ફરિયાદો સામે આવી રહી છે. આ પછી સરકારે આ ખાસ પગલા લીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

ખાસ કરીને ફ્લેશ સેલ્સના નામે ઉપભોક્તાની પસંદને સીમિત કરીને, કેટલાક ખાસ સામાનને ઉપલબ્ધ કરાવવા અને તેની કિમત વધારવા માટે એક લક્ષ્મણ રેખા નક્કી કરાય છે. તેમાં પારંપરિક ઈ કોમર્સ સેલ્સ પર પ્રતિબંધ સામેલ નથી. એવામાં સામાન્ય લોકોના મનમાં એક સવાલ એ પણ થાય છે કે શું ભવિષ્યમાં ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર ભારે છૂટનું ફ્લેશ સેલ અવેલેબલ નહીં રહે.

ગ્રાહક મંત્રાલયે આ બાબતે ગ્રાહક સંરક્ષણ નિયમ 2020માં સંશોધનને લઈને પ્રસ્તાવ આપ્યો છે. ગ્રાહક મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે જ્યાં સુધી તેમને ખ્યાલ છે ફ્લેશ સેલ્સ અને ડિસ્કાઉન્ટ સેલ્સની અનુમતિ છે. ફક્ત ખાસ પ્રકારના ફ્લેશ સેલ્સને લઈને ડ્રાફ્ટમાં વિચાર કરાશે.

ગ્રાહકો માટે અનુપાલન અધિકારીની નિયુક્તિ

image source

એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર ઈ કોમર્સ કંપનીઓને માટે જે નવા દિશા નિર્દેશોને લાગૂ કરવાની યોજના બનાવી રહી છે તેમાં ગ્રાહકોની ફરિયાદને ઉકેલવા માટે મુખ્ય અનુપાલન અધિકારીની નિયુક્તિ કરાય છે. તેી સાથે સ્થાનિક ઉત્પાદનોના વેચાણને પ્રાથમિકતા આપવી અને સાથે ઈ રિટેલરોને ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર વિભાગની પાસે અનિવાર્ય પંજીકરણ જેવા પ્રાવધાન પણ સામેલ છે. કેન્દ્ર સરકારનો આ પાછળનો હેતુ ગ્રાહકો માટે કંપનીઓને જવાબદાર બનાવવાનો અને વ્યવસ્થાને કડક બનાવવાનો છે.

ભારે છૂટના નામે ફ્લેશ સેલ પર રોક

એક રિપોર્ટ અનુસાર મંત્રાલય ધ્વારા પ્રસ્તાવિત નિયમ લાગી થશે તો ઈ કોમર્સ કંપનીઓને ફ્લેશ સેલની પરમિશન અપાશે નહીં. આ સાથે પ્રોડક્ટ્સ અને સેવાઓની ક્રોસ સેલિંગ સાથે જોડાયેલી ઈ કોમર્સ કંપનીઓએ પોતાના યૂઝર્સના નામનો ખુલાસો કરવાનો રહેશે અને સાથે ક્રોસ સેલિંગમાં ઉપયોગમાં લેવાયેલો ડેટા પણ શેર કરવાનો રહેશે. આ સાથે ક્રોસ સેલિંગના આધારે ગ્રાહકોને માર્કેટિંગના હેતુથી પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે.

ગ્રાહકોને લલચાવીને કે છેતરીને સામાન વેચી શકાશે નહીં

image source

મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા નિયમોના અનુસાર ગ્રાહકોએ જાણીને ભ્રમિત કરનારા ઉત્પાદને લઈને ગ્રાહકોના વેચાણની અનુમતિ નહીં મળે. ઈ રિટેલર પોતાના પ્લેટફોર્મ પર શોધ પરિણામમાં હેરફેર કરીને ગ્રાહકોને ભ્રમિત કરી શકશે નહીં. આ નક્કી કરવાનું રહેશે કે માર્કેટ પ્લેસ પોતાના મંચથી મેળવેલી જાણકારી વેન્ડર્સ કે સાથી લોકોને અનુચિત લાભ પહોંચાડવા માટે ઉપયોગ નહી કરી શકે.

જેમકે તમને કોઈ 10 હજારના બજેટમાં મોબાઈલ ફોન જોઈએ છે તો તમે અમેઝોન કે ફ્લિપકાર્ટ પર અન્ય મોબાઈલ કે વેબસાઈટ્સ પર સર્ચ કરશો. મોબાઈલ ફોન 10000 રૂપિયામાં તો તમારી પાસે કોઈ પણ પક્ષપાત વિના અનેક કંપનીના મોડલ આવશે. એવું નથી કે કેટલીક કંપનીઓના 2-4 મોડલ જ બતાવાશે. વધારે ને વધારે મોડલ ઈન્ફોર્મેશન સાથે તમારી સામે આવશે. તમે તમારી મરજી અનુસાર તેની પસંદગી કરી શકો છો.

image source

ગ્રાહક મંત્રાલયે નવા નિયમો એવા સમયે જાહેર કર્યા છે જ્યારે ઉદ્યોગ અને આંતરિક વેપાર વિભાગ, સમગ્ર ઈ કોમર્સ નીતિ લાવવા માટે પ્રયાસ રત છે. દિશા નિર્દેશમાં કહેવાયું છે કે ઈ રિટેલરોને ગ્રાહકોા ઉત્પાદનો ખરીદવા માટે પહેલા વિકલ્પનું સૂચન કરાશે. આ માટે ભારતમાં બનનારા પ્રોડક્ટ્સને પણ અવસર મળી શકશે. આ નિયમમાં ઘરેલૂ ઉત્પાદકો સાતે કોી પક્ષપાત કરાશે નહી.

6 જુલાઈ સુધી આપી શકાશે સૂચનો

ઈ કોમર્સ કંપનીઓ અને તેનાથી પ્રભાવિત થનારા અન્ય વર્ગોની પાસે મંત્રાલયના પ્રસ્તાવો પર પોતાની ટિપ્પણી અને સૂચનો આપવા માટે 6 જુલાઈ સુધીનો સમય છે. ગ્રાહક મંત્રાલયે તેને લઈને સામાન્ય લોકો અને સ્ટેક હોલ્ડર્સના સૂચનો માંગ્યા છે. જેનાથી કાયદામાં યોગ્ય અને જરૂરી ફેરફાર લાવી શકાસે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!