સ્થિર આવક માટે કોલ સેન્ટરથી માંડીને વાઈન વેચવાનો વ્યવસાય કરે છે આ ટેલિવિઝન સ્ટાર્સ

સ્થીર આવક માટે કોલ સેન્ટરથી માંડીને વાઈન વેચવાનો વ્યવસાય કરે છે આ ટેલિવિઝન સ્ટાર્સ

એક્ટિંગનું પ્રોફેશન એક એવું પ્રોફેશન છે કે જેનો કોઈ જ ભરોસો નથી રહેતો. એક દિવસે કલાકાર અત્યંત સફળ રહે છે તો એક દિવસે તેને કોઈ પુછતું પણ નથી. આમ તેમની આ કેરિયર એક ડગમગ થતી હોડી જેવી હોય છે જેના પર આખા જીવનનો મદાર ન માંડી શકાય. ચોક્કસ તેમાં કમાણી ઘણી વધારે હોય છે પણ તેની નિશ્ચિતતા અસ્થિર હોય છે. માટે જ ઘણા અગમચેતિ અભિનેતા કે અભિનેત્રીઓ પોતાની એક્ટિંગ કેરિયરની સાથે સાથે બીજા વ્યવસાયોમાં પણ રોકાણ કરી રાખે છે જેથી કરીને તેમની પાસે જ્યારે કામ ન હોય ત્યારે તેઓ આ વ્યવસાયો પર નભી શકે.

દર વર્ષે કોણ જાણે કેટલાએ યુવાન અને યુવતિઓ સ્ટાર બનવાનું સ્વપ્ન લઈને મુંબઈ આવતા હોય છે. તેના માટે ખૂબ મહેનત પણ કરે છે તેમ છતાં કેટલાકને સફળતા મળે છે તો કેટલાકને નથી મળતી. અને ઉપર જણાવ્યું તેમ આ એક અસ્થિર ક્ષેત્ર છે માટે સિતારાઓએ સાઇડ બિઝનેસ પણ ચલાવવો પડે છે તો આજે અમે તમારી સમક્ષ તેવા જ કેટલાક ટેલિવિઝન સ્ટાર્સના સાઇડ બિઝનેસની વાતો લાવ્યા છીએ તો ચાલો જાણીએ તે વિષે.

આશકા ગોરાડિયા

image source

આશકા ગોરાડિયાએ ટેલિવિઝનમાં ખૂબ કામ કર્યું છે. તેણી રિયાલીટી ટીવી શો બિગ બોસમાં પણ ભાગ લઈ ચૂકી છે. આ ઉપરાંત તેણી, જાણીતી ટેલિવિઝન સિરિયલો જેમ કે લાગી તુજસે લગન, મહારાણા પ્રતાપ, બાલવિર જેવામાં પણ અભિનય આપી ચૂકી છે. આશકા ગોરાડિયા મુંબઇમાં સ્થિત આઉટલેટ ISAYICEની માલિક છે. તેણી ‘Renee by Aashka’ નામની એક આઇલેશ કંપની પણ ચાલવે છે. તેની સાથે સાથે તેણી એક યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છે.

રોનીત રૉય

image source

રોનીત રૉયને ટેલિવિઝનનો અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે. તેણે પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી છે. તે ટેલિવિઝનનો અત્યંત સફળ અભિનેતા છે. તે પોતાની એક્ટિંગ કેરિયર ઉપરાંત એક સિક્યોરીટી એજન્સી પણ ધરાવે છે જેનું નામ છે એસ સિક્યુરીટી એન્ડ પ્રોટેક્શન. તેની આ કંપની બોલીવૂડની જણીતી હસ્તીઓને પ્રોટેક્શન પુરુ પાડે છે. તેને પોતાની એક્ટિંગ કેરિયરની સાથે સાથે આ બિઝનેસમાં પણ ભારે સફળતા મળી છે.

સંજીદા શેખ

image source

સંજીદા શેખ ટેલિવિઝનની એક જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી છે. તેણી એક્ટિંગની સાથે સાથે બ્યુટી પાર્લર પણ ચલાવે છે. તેણે પોતાના બ્યુટી પાર્લરનું નામ પણ પોતાના નામ પરથી જ રાખ્યું છે, ‘સંજીદાઝ પાર્લર’. મૂળે બ્યુટી પાર્લરનું સ્વપ્ન તેની માતાનું હતું જે તેમની એક્ટ્રેસ દીકરીએ પૂર્ણ કર્યું છે.

આમિર અલી

image source

આમિર અલી જોકે આજકાલ ટેલિવિઝન પર ઘણો ઓછો જોવા મળે છે. પણ તેના ચાહકો ઘણા છે. હાલ તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટ ધરાવે છે જેનું નામ છે બસંતી. તેની આ રેસ્ટોરન્ટને મુંબઈમાં ભારે સફળતા મળી છે. તેની આ રેસ્ટોરન્ટ બોલીવૂડ થીમ પર આધારીત છે.

કરણ કુન્દ્રા

image source

ટેલિવિઝનના જાણીતા અભિનેતા કરણ કુન્દ્રાની હાલ ટેલિવિઝન કેરિયર સારી ચાલી રહી છે. પણ તેમ છતાં તે તેની સાથે સાથે પોતાનો સાઇડ બિઝનેસ પણ ચલાવે છે. કરણ જાલંધર ખાતે પોતાનું ઇન્ટરનેશનલ કૉલ સેન્ટર ચલાવે છે. આ ઉપરાંત તે પોતાના પિતા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝધનેસ પણ ચલાવે છે. આ કંપનિ શોપિંગ મૉલ, ઓફિસો તેમજ અન્ય ઇમારતો બનાવે છે.

રક્ષંદા ખાન

image source

રક્ષંદા ખાન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અને સફળ અભિનેત્રી ખાસ કરીને વેમ્પ રહી ચૂકી છે. તેણી એક્ટિંગ ઉપરાંત એક મેનેજમેન્ટ કંપની પણ ધરાવે છે જેનું નામ છે સેલેબ્રીટી લૉકર. તેની આ કંપની હાઈ પ્રોફાઈલ તેમજ સેલેબ્રીટી ઇવેન્ટ પ્લાન કરે છે.

શબ્બીર આહલુવાલિયા

image source

ટીઆરપી ચાર્ટ પર ઘણીવાર ટોપનું સ્થાન મેળવી ચુકેલી ઝીટીવી પર પ્રસારીત થતી કુમકુમ ભાગ્ય સિરિયલમાં મુખ્ય પાત્ર નિભાવનારો શબ્બીર આહલુવાલિયા પોતે પણ એક પ્રોડક્શન હાઉસ ધરાવે છે. જેનું નામ છે ફ્લાઇંગ ટર્ટલ્સ. તેણે પોતાના આ પ્રોડક્શન હાઉસ હેઠળ ગંગાકી ધીજ તેમજ સાવિત્રી નામની ટીવી સીરીઝ બનાવી છે.

અર્જુન બિજલાની

image source

અર્જુન બિજલાની ટીવીનો જાણીતો સ્ટાર છે. તે ઘણા લાંબા સમયથી ભારતીય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે, તેણે મિલે જબ હમ તુમ, નાગિન જેવી હીટ સિરિયલોમાં કામ કર્યું છે. તે એક સફળ અભિનેતાની સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે. મુંબઈમાં તે પોતાની વાઈ શૉપ ધરાવે છે.

ગૌતમ ગુલાટી

image source

ગૌતમ ગુલાટી રિયાલીટી શો બિગબોસનો વિનર રહી ચુક્યો છે. તે પહેલાં તેણે દીયા ઔર બાતી હમ સિરિયલમા કામ કર્યું હતું. હાલ તે ટેલિવિઝન પર જોવામાં નથી આવ્યો. જોકે તે દિલ્લીમાં એક નાઇટ ક્લબ ધરાવે છે જેનું નામ છે ‘RSVP’.

મોહિત મલિક

image source

કુલ્ફી કુમાર બાજેવાલાનો જાણીતો અભિનેતા મોહિત મલિક મુંબઈમાં બે રેસ્ટોરન્ટ્સ ધરાવે છે. એકનું નમ છે હોમ મેડ કાફે અને બીજાનું નામ છે 1બીએચકે. તેણી આ વ્યવસાય પોતાની એક્ટ્રેસ પત્ની સિમ્પલ કૌર સાથે ચલાવે છે.

Source: Amarujala, Girlstyle

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત