Ford કંપનીની “Ecosport” નું સૌથી વધુ વેચાણ, હાલ કંપનીએ ઘટાડી દીધો ભાવ, જાણીલો નવો ભાવ….

મિત્રો, નવા વર્ષના પ્રસંગે ફોર્ડ ઇન્ડિયાએ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર ફોર્ડ ઇકોસ્પોર્ટ પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે અને કારના વિવિધ વેરિએન્ટની કિંમતમાં ૩૯,૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે ફોર્ડ ઇકોસ્પોર્ટ ગાડી ખરીદવા માંગો છો તો ઓછી કિંમતે તમારી મનપસંદ કાર ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લગભગ તમામ કાર કંપનીઓએ પોતાની કારની કિંમતમાં વધારો કર્યો છે ત્યારે ફોર્ડ ઇન્ડિયાએ તેની પી કોમ્પેક્ટ એસયુવી ફોર્ડ ઇકોસ્પોર્ટની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

image source

ફોર્ડ ઇન્ડિયાએ ૭.૯૯ લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત ધરાવતા ગ્રાહકો માટે ૨૦૨૧ ના વર્ષમા ફોર્ડ ઇકોસ્પોર્ટ રેન્જ રજૂ કરી છે. ટૂંક સમયમાં ઇકોસ્પોર્ટનું ટાઇટેનિયમ પ્લસ વેરિએન્ટ આવવાનું છે, જે વધુ શક્તિશાળી છે. કંપની હાલમાં ફોર્ડ ઇકોસ્પોર્ટના ટાઇટેનિયમ પ્લસ ઓટોમેટિક વેરિયન્ટ પર ૩૯,૦૦૦ રૂપિયાનુ રિબેટ આપી રહી છે. ઇકોસ્પોર્ટ વેરિએન્ટની કિંમત ૧૧.૧૯ લાખ રૂપિયાથી ૧૧.૫૮ લાખ રૂપિયા છે.

image source

ફોર્ડ ઇન્ડિયાએ તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસયુવી ઇકોસ્પોર્ટ એમ્બિયન્ટ એમ.ટી. પેટ્રોલ વેરિએન્ટની કિંમતમા ૨૦,૦૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે બાદ કારની કિંમત ૭.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઇકોસ્પોર્ટ ટ્રેન્ડ એમટી પેટ્રોલ વેરિયન્ટમાં ૩૫,૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવામા આવ્યો છે ત્યારબાદ તેની કિંમત ૮.૬૪ લાખ રૂપિયા રાખવામા આવી છે.

પેટ્રોલ વેરીએન્ટમા ઘટ્યા છે આટલા ભાવ :

image source

ફોર્ડ ઇકોસ્પોર્ટ સ્પોર્ટ એમટી પેટ્રોલ વેરિયન્ટમાં ૨૪,૦૦૦ રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ કારની કિંમત ૧૦.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. ટાઈટેનિયન એમટી પેટ્રોલ વેરિયન્ટમાં ૧,૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ તેની કિંમત ૯.૭૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે. પેટ્રોલ વેરીએન્ટમા ઇકોસ્પોર્ટના ટાઇટેનિયમ એટી, ટાઇટેનિયમ પ્લસ એમટી અને થંડર એમટી વેરીએન્ટની કિંમતમા કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી.

ડીઝલ વેરીએન્ટમા ઘટ્ય છે આટલા ભાવ :

image source

ફોર્ડ ઇકોસ્પોર્ટના ડીઝલ એન્જિનમાં ટ્રેન્ડ એમટી વેરિયન્ટમાં ૩૫,૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ તેની કિંમત ૯.૧૪ લાખ રૂપિયા રાખવામા આવી છે. સ્પોર્ટ એમટી વેરિયન્ટમા ૨૪,૦૦૦ રૂપિયાનો ઘટાડો કરવામા આવ્યો છે ત્યારબાદ તેની કિંમત ૧૧.૪૯ લાખ રૂપિયા રાખવામા આવી છે.

તમને જણાવી દઈએ કે, આગામી જનરેશન ફોર્ડ ઇકોસ્પોર્ટ ટૂંક સમયમા ભારતમાં લોન્ચ થવાની છે, જે વધુ સારા લુક અને ફીચર્સ સાથે આવશે. હાલમાં ફોર્ડ ઇકોસ્પોર્ટ પેટ્રોલ વેરિયન્ટની કિંમત ૭.૯૯ લાખ રૂપિયા છે અને ડીઝલ વેરિયન્ટની કિંમત ૮.૬૯ લાખ રૂપિયાથી શરૂ થાય છે. માટે જો તમે પણ નવી ગાડી વસાવવા ઈચ્છતા હોવ તો તુરંત આ ઓફરનો લાભ ઉઠાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત